Day Special

અનામત-જમીન સમયમર્યાદામાં સંપાદન કરવા સુપ્રિમકોર્ટનો મહત્વનો ચૂકાદો

અનામત-જમીન સમયમર્યાદામાં સંપાદન કરવા સુપ્રિમકોર્ટનો મહત્વનો ચૂકાદો content image d458ad5d de22 48eb ab38 d220796d8d29 - Shakti Krupa | News About India

– લોકાભિમુખ માર્ગદર્શન – એચ.એસ. પટેલ IAS (નિ.)

– સુઆયોજીત વિકાસ માટે ટીપીની જોગવાઈઓનું અમલીકરણ જરૂરી

શહેરીકરણનો વ્યાપ વધવાની સાથે, સુઆયોજીત વિકાસ થાય (Planned Development) એટલે ગુજરાતમાં ટાઉનપ્લાનીંગ એક્ટ-૧૯૭૬ અને મહારાષ્ટ્રમાં રીજીઓનલ ટાઉનપ્લાનીંગ એક્ટ અમલમાં છે. આ ટાઉનપ્લાનીંગની વિશેષતા એ છે કે, જુદા જુદા જાહેર હેતુ માટે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં ઝોનમાં નિયત કરેલ જમીનને ટી.પી.ના માધ્યમથી જમીન સંપાદનની પ્રક્રિયા અનુસર્યા સિવાય સમુચિત સત્તા મંડળ એટલે કે શહેરી વિકાસ સત્તા મંડળ કે સબંધિત મહાનગરપાલિકાને પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ આ કાયદાની જોગવાઈ પ્રમાણે સબંધિત વિસ્તારનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન એટલે કે ‘Land use’ પ્લાન દસ વર્ષના સમયગાળા માટે તૈયાર કરવામાં આવે છે અને બૃહદ સ્વરૂપે – જુદા જુદા જાહેર હેતુ જેવા કે રસ્તા, નબળા વર્ગના આવાસ, બેંક, શાળા જેવા હેતુ માટે જમીનો અનામત (Reserved) રાખવામાં આવે છે અને આ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન જુદી જુદી પરામર્શ પ્રક્રિયા બાદ રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આખરી મંજૂરી આપે છે. આ જાહેર હેતુ માટે અનામત રાખેલ જમીનો જો ટી.પી. સ્કીમ હેઠળ આખરી (Final) થયેલ ન હોય તો જમીન સંપાદનની પ્રક્રિયા અનુસરીને યોગ્ય વળતર આપીને સંપાદન કરવાની હોય છે અને આવી પ્રક્રિયા સમયમર્યાદામાં હાથ ધરવામાં ન આવે તો સંપાદનનો હેતુ Lapse રદ થાય છે. આમ સંપાદન કરવામાં ૧૦ વર્ષ સુધી કોઈ પગલાં લેવામાં ન આવતાં સુરતના ભીખુભાઈ પટેલ વિ. ગુજરાત રાજ્ય ૨૦૦૮ (૨) જી.એલ.આર.-૧૫૩૧ના કિસ્સામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હેતુ માટે અનામત રાખેલ જમીન દસ વર્ષ સુધી સંપાદન કરી ઉપયોગમાં ન લેતાં ફરી દસ વર્ષના માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરેલ જે ગુજરાત હાઈકોર્ટ આવી રીતે જમીન માલિકની જમીન સમયમર્યાદામાં સંપાદન કરીને ઉપયોગ કરવામાં નિષ્ફળ જવા બદલ સમગ્ર કાર્યવાહીને સત્તાવિહિન (Ultra vires) અને રદ બાતલ ઠરાવેલ હતી.

આજ રીતે ગુજરાતમાં જે રીતે ટી.પી. એક્ટ – ૧૯૭૬ છે તે રીતે મહારાષ્ટ્રમાં સમાન પ્રકારનો રીજીઓનલ ટાઉનપ્લાનીંગ એક્ટ-૧૯૬૬ અમલમાં છે અને ઉક્ત સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જેવો કિસ્સો મહારાષ્ટ્ર રાજ્ય વિરૂધ્ધ ભક્તિ વેદાન્તા બુક ટ્રસ્ટ અને બીજાઓ સુપ્રિમ કોર્ટે એસ.સી.એ. નં. ૨૯૦૬/૨૦૧૩ તા.૪-૪-૨૦૧૩ના મહત્વના ચુકાદાથી ઠરાવેલ છે કે જમીન સંપાદનની પ્રક્રિયા સમયમર્યાદામાં હાથ ન ધરવાને કારણે રીઝર્વેશન રદ કરવામાં આવેલ અને સુપ્રિમકોર્ટે મહારાષ્ટ્ર હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખેલ. ઉક્ત કિસ્સામાં જુના જમીન સંપાદન કાયદો – ૨૦૧૩ હાલ અમલમાં છે તે મુજબ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવિષ્ઠ જમીન સંપાદન કરવાની થાય. અગાઉના સંપાદનના કાયદામાં એકવાર પ્રાથમિક જાહેરનામું કલમ-૪ હેઠળ પ્રસિધ્ધ થાય ત્યારબાદ એક વર્ષની સમયમર્યાદામાં આખરી જાહેરનામું કલમ-૬નું પ્રસિધ્ધ ન થાય તો કલમ-૪નું જાહેરનામું આપોઆપ રદબાતલ ગણાશે તેવી જોગવાઈ હતી. નવીન-૨૦૧૩ના કાયદામાં આ એક વર્ષના સમયગાળાની મુદ્દત વધારવા માટે કાબુ બહારના સંજોગો અંગેના કારણો નોંધી રાજ્ય સરકારને આ સમયગાળાની મુદ્દત વધારી આપવાની સત્તા આપવામાં આવેલ છે. જેને કારણે સંપાદનની પ્રક્રિયામાં સમયગાળો વધશે. આ પરિસ્થિતિને કારણે મોટાભાગના કિસ્સાઓમાં કલમ-૧૧ (૧) નું જાહેરનામું અને કલમ-૧૯ (૧) જાહેરનામા વચ્ચેના એક વર્ષના સમયગાળાનું પાલન થઈ શકશે નહી. આમ આ બાબત માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં અનામત રાખેલ જમીનો જાહેર હેતુ માટે સંપાદન કરવાની બાબતોને લાગુ પડે છે. જ્યારે ઉપર જણાવેલ સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તે ૧૦ વર્ષની માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં અનામત રાખેલ જમીનની સત્તા મર્યાદાનો છે. જોકે માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનના કિસ્સામાં પણ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના કિસ્સાઓમાં સુપ્રિમકોર્ટે પણ સમયમર્યાદા જાળવવાના દિશા નિર્દેશો આપ્યા છે.

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં ટી.પી. એક્ટની જોગવાઈઓમાં ખાસ કરીને માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર થયા બાદ સમયમર્યાદામાં ટી.પી. સ્કીમ આખરી થતી નથી અને જેના કારણે જાહેર હેતુ માટે જે જમીનો સત્તા મંડળને મળવી જોઈએ તે થતી નથી. બીજું કે અત્યારના નવીન સંપાદન અધિનિયમ-૨૦૧૩માં સંપાદનની લાંબી પ્રક્રિયાની સાથે અનેકગણી વળતરની રકમ ચુકવવાની સાથે Social Impact Study સામાજીક અસરોનો અભ્યાસ પણ જરૂરી બને છે. જો કે અમો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હતા ત્યારે રાજ્ય સરકારને ટી.પી. એક્ટમાં સુધારો કરીને મહાનગરપાલિકા કે શહેરી વિકાસ સત્તા મંડળને ડ્રાફ્ટ ટી.પી. એક્ટના તબક્કાએ રસ્તાના કે જાહેર હેતુ માટે જમીનનો કબજો લઈ શકાય તેવી જોગવાઈ કરતો સુધારો કરવાની ભલામણ કરેલ જે થવાથી હાલ સત્તાધીશોને તાત્કાલીક રસ્તાના હેતુ માટે જમીન મળી શકે છે અને આ સુધારા કાયદાથી અમો વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ભીમનાથ બ્રિજ સયાજી હોસ્પિટલને જોડતો રસ્તો બનાવી શકેલ એજ રીતે આ સમયગાળામાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે એસ. પી. રીંગ રોડની જગ્યાઓ પણ ટી.પી. એક્ટની જોગવાઈઓથી સંપ્રાપ્ત કરેલ. આ લેખના માધ્યમથી જે ખાનગી માલિકોની જમીન માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં અનામત રાખવામાં આવી છે અને સમયમર્યાદામાં સંપાદન થઈ નથી તેઓની અનામત રદ થવાની જાણકારી ઉક્ત હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના ચુકાદાથી થાય છે. તેજ રીતે સ્થાનિક સત્તા મંડળો જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન / શહેરી વિકાસ સત્તા મંડળોને કાનુની જવાબદારી નિભાવવાના ભાગરૂપે અને સુઆયોજીત વિકાસ થાય તે માટે જાહેર હેતુ માટે જમીનો સંપ્રાપ્ત કરવા માટેની જોગવાઈઓ મહત્વની છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button