આગામી સમય વાયરલેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો…
કમ્યૂનિકેશન ટેકનોલોજી આપણી રોજબરોજની જિંદગી, વેપાર-ધંધા અને ઉદ્યોગોના દરેક પાસાંને અસર કરે છે. ટેકનોલોજીએ વેપાર-ધંધાના સંદર્ભે કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને નફાકારકતા વધારી છે. વિવિધ ટેકનોલોજીમાં થઇ રહેલા વ્યાપક ઇનોવેશનના લીધે બે દાયકા પછીની દુનિયા હાલની દુનિયા કરતાં કંઇ અલગ જ હશે. વિવિધ વાયરલેસ કમ્યૂનિકેશન ટેકનોલોજી પૈકી લાઇટ ફિડેલિટી (ન્ૈખૈ) આશાસ્પદ ઇનોવેશન તરીકે ઊભરી આવી છે અને કમ્યૂનિકેશન સેક્ટરને ડિસરપ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
હાઈ-સ્પીડ ઇન્ટરનેટ, હાઈ-ડેફિનેશન લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ, વીડિયો કોન્ફરન્સિંગ વગેરે માટે કમ્યૂનિકેશન બેન્ડવિથની વધી રહેલી માંગ હાલ રેડિયો ફ્રિકવન્સી (LiFi) કમ્યૂનિકેશન ટેકનોલોજીથી પૂરી થઇ શકે તેમ નથી. વાયરલેસ કમ્યૂનિકેશન વાયર્ડ ટેકનોલોજીને પાછળ છોડી રહ્યું છે અને ભવિષ્યમાં તેની ક્ષિતિજને વિસ્તારવાનું ચાલુ રાખશે. વાયરલેસ ટેકનોલોજી એવા વિસ્તારોમાં ઇન્ટરનેટ એક્સેસને વિસ્તારવાનું પણ સરળ બનાવે છે જ્યાં વાયર્ડ ટેક સાથે પહોંચવું મુશ્કેલ હતું. ઘણા ટેક જાયન્ટ્સે આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. આ પ્રકારની ટેકનોલોજીસ ગ્રામીણ સમુદાયો, દૂર વિસ્તારોમાં રહેતા સમુદાયો, મેટ્રો શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને વિકાસશીલ દેશોના લોકોને ઇન્ટરનેટની એક્સેસ પ્રદાન કરવામાં મદદ કરી શકે છે.
LiFi એ એક ઓપ્ટિકલ વાયરલેસ કમ્યૂનિકેશન છે જે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમથી ઇન્વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમની અંદરના પ્રકાશનો ઉપયોગ કરે છે. LiFi નો ઉપયોગ કરીને, દરેક લાઈટ મૂળભૂત રીતે વાયરલેસ રાઉટર અથવા એક્સેસ પોઇન્ટ બની શકે છે. આ લાઇટ્સ એટલી ઝડપે ચાલુ અને બંધ કરી શકાય છે કે કોઇ ફેરફાર જોઈ શકતો નથી. આવા વીજળીક વેગે એલઇડી ડેટા ટ્રાન્સફર કરે છે. LiFi નો બીજો ફાયદો એ છે કે હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરી શકે છે કારણ કે આજકાલ એલઇડી ઘર, ઓફિસો, સ્ટ્રીટ લાઇટ્સ, જહાજો, એરોપ્લેન અને કાર જેવી દરેક જગ્યાએ છે, એમ નવ વાયરલેસ ટેકનોલોજીસ હાર્દિક સોનીએ જણાવતા ઉમેર્યું હતું કે, સૈન્ય અને સરકારી સંસ્થાઓમાં ડેટા ટ્રાન્સમિશનમાં સુરક્ષા ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સિક્યોરિટી એરિયામાં ટ્રાન્સમિટ અને રિસિવ થતી રેડિયો ફ્રીકવન્સી (RF)થી સંવેદનશીલ માહિતી લીક થવાનો મોટો ખતરો છે. પરંપરાગત રેડિયો ફ્રિકવન્સી, વાઇફાઈની સરખામણીમાં લાઇફાઇ ટેકનોલોજી વધુ સુરક્ષિત છે. ક્વોન્ટમ કમ્યૂનિકેશન નેટવર્ક સાથે ઓપ્ટિકલ વાયરલેસ કમ્યૂનિકેશન હેક-પ્રૂફ કમ્યૂનિકેશન ચેનલ પ્રદાન કરે છે.
અર્થતંત્રના સર્વાંગી વિકાસ માટે ગ્રામીણ વિસ્તારોને મોટા શહેરો અને હબ સાથે જોડવા જરૂરી છે. હજુ પણ, ભારતના ઘણા ગ્રામીણ ભાગોને ડિજિટલ ટેકનોલોજીની અસરથી કોઇ ફાયદો થયો નથી. ગુજરાતના બે ગામોમાં લાઇફાઈ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવાથી વધુ સાચા અર્થમાં સ્માર્ટ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ ટેકનોલોજી ક્રાંતિ ઇન્ટરનેટ કનેક્ટિવિટીને ભારતના ખૂણે-ખૂણે પહોંચાડવા અને સ્માર્ટ વિલેજીસના અભિયાનને આગળ વધારવા માટે વરદાન બની શકે છે. લાઇફાઇ ટેકનોલોજીને સોલાર સેલ સાથે રિસીવર સોલ્યુશન્સ તરીકે પણ જોડી શકાય છે જેનાથી ગ્રામીણ સમુદાયો કમ્યૂનિકેશન થકી સમગ્ર વિશ્વ સાથે જોડાઈ શકે છે.