Day Special

આયર્ન એન્ડ સ્ટીલનો ઉત્પાદન ખર્ચ વધતાં ઉત્પાદકો સામે પડકારઃ માર્જીન દબાણ હેઠળ

આયર્ન એન્ડ સ્ટીલનો ઉત્પાદન ખર્ચ વધતાં ઉત્પાદકો સામે પડકારઃ માર્જીન દબાણ હેઠળ content image ad46bd3e bf58 4104 a848 d63ef5d1ecd3 - Shakti Krupa | News About India

– સ્ટીલ, કોપર, નિકલ, સિમેન્ટ વિ.ના ભાવ ઉંચા જતા બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પડેલી પ્રતિકૂળ અસર

દે શમાં આયર્ન એન્ડ સ્ટીલ તથા  સ્ટેનલેસ સ્ટીલની બજાર તથા  ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. રશિયા-યુક્રેન વોરના  પગલે ઉત્પાદન ખર્ચના બજેટમાં ઓચિંતા ફેરફારો થતા  જોવા મળ્યા છે તથા આના પગલે  ઉત્પાદકોનું  માર્જિન  પણ દબાણ  હેઠળ આવ્યાનું  બજારના જાણકારો જણાવી  રહ્યા છે.  નિકલના  ભાવમાં  રેકોર્ડ  તેજીના પગલે  સ્ટેનલેસ સ્ટીલના   ઉત્પાદન ખર્ચમાં  પણ મોટી વૃદ્ધી  થઈ છે. તથા તેના પગલે  સ્ટેનલેસ  સ્ટીલની  બજારમાં    પણ ખાસ્સી તેજી ટૂંકાગાળામાં  દેખાઈ છે.   આ તરફ  આયર્ન એન્ડ સ્ટીલ લોખંડ તથા  પોલાદના  ભાવ પણ  ઉછળતા જોવા મળ્યા છે.  કોલસાના  ભાવ ઉંચા  જતાં તેના પગલે  પણ ઉત્પાદન  ખર્ચમાં  વૃદ્ધી થઈ  હોવાનું  બજારના જાણકારોે  જણાવ્યું  હતું. રશિયા-યુક્રેનના વોર પૂર્વે  પણ  વૈશ્વિક કોલસા  બજારમાં તેજીનો માહોલ  પ્રવર્તતો હતો અને  ત્યારબાદ  વોર શરૂ થતાં  તેજીને આગળ વધવા બજારને નવું  કારણ મળ્યું છે. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ  કોલસા તથા  નિકલનું  ઉત્પાદન  રશિયામાં  વિશેષ થાય છે તથા વોરના પગલે વિશ્વ બજારમાં  રશિયાથી આવતો પુરવઠો  ખોરવાતાં ભાવ  ઉછળતા જોવા મળ્યા  છે. નિકલમાં તો રેકોર્ડ તેજીના  પગલે લંડન મેટલ  એક્સચેન્જમાં  લનિકલના  સોદા બંધ  કરી દેવા પડયાના  નિર્દેશો વિશ્વ બજારમાંથી  મળ્યા હતા.  વિશ્વમાં  કોલસાના વિવિધ  ઉત્પાદક દેશોમાં ઉત્પાદનના પ્રમાણના સંદર્ભમાં  રશિયા  પાંચમા ક્રમે આવે છે.  વિશ્વ બજારમાં  ક્રૂડના ભાવ  ઉછળી ૧૪ વર્ષની ટોચે  પહોંચી  જતાં તેની અસર પણ  કોલસાના ભાવ પર પોઝીટીવ  જોવા મળી છે.  થર્મલ કોલસામાં કુલ વૈશ્વિક  ટ્રેડ પૈકી રશિયાના આવા કોલસાનો ટ્રેડ  આશરે ૧૬થી ૧૭ ટકા  રહ્યો છે જ્યારે  મેટલર્જીકલ કોલસાના વૈશ્વિક ટ્રેડમાં  રશિયાનો  આવા કોલસાનો ટ્રેડ   આશરે દસ ટકા  જેટલો રહ્યો છે. આવા  માહોલમાં  રશિયા-યુક્રેનના વોર વચ્ચે  વિશ્વ બજારમાં  કોલસાના  ભાવમાં તેજી  આગળ વધતાં  સ્ટીલ ઉત્પાદકો  સામે નવો  પડકાર ઊભો થયો છે. સ્ટીલના  ઉત્પાદક ભાવ  તાજેતરમાં  આશરે  ૭થી ૮ ટકા  જેટલા ઉંચા ગયા  છે. ફેબુ્રઆરીની સરખામણીએ માર્ચમાં  સ્ટીલના ઉત્પાદક ભાવમાં ટનદીઠ  આશરે  રૂ.૪થી  ૫ હજારનીવૃદ્ધી   થયાનું બજારના જાણકારોએ જણાવ્યું  હતું.

સ્ટીલ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ  હોટરોલ્ડ કોઈલ્સ, ટીએમટી બાર્સ, સ્ટ્રકચરલ સ્ટીલ સહિતના બધા પ્રકારના લોન્ગ તથા ફલેટ પ્રકારના  સ્ટીલના  ભાવ ઉંચા ગયા છે. ઓસ્ટ્રેલિયાના કોલસાના ભાવ  વધ્યા છે.  જહાજી ભાડા પણ વધ્યા છે તથા આના  કારણે દરિયાપારથી  આવતો કોલસાનો જથ્થો  વધુ મોંઘો  થયો હોવાનું  સ્ટીલ ઉદ્યોગના  સૂત્રોએ જણાવ્યું  હતું. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના આરંભથી  ગણીએ તો  કોલસાના ભાવ  પ્રીમિયમ હાર્ડ  કોકીંગ  કોલના ત્રણ ગણા થઈ ગયા છે.   જ્યારે  હાઈગ્રેડ  થર્મલ કોલના ભાવ  ૧૨૦થી ૧૨૫ ટકા  ઉંચા ગયા  છે.   સ્ટીલનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે  તથા તેના પગલે ઉત્પાદકો  દ્વારા  તાજેતરમાં  છાશવારે  ભાવ  વધારાતા જોવા  મળ્યા છે.  નિકલના  વૈશ્વિક  વિવિધ ઉત્પાદક દેશોમાં રશિયાનો  ક્રમાંક  ઉત્પાદનના  સંદર્ભમાં  ત્રીજો આવે છે.  આ ઉપરાંત   રશિયા તથા  યુક્રેનમાંથી  વિશ્વ બજારમાં  આયર્ન ઓર પેલેટસની પણ નોંધપાત્ર  નિકાસ  થતી હોય  છે, વોરના  પગલે  નિકલ તથા  આયર્ન ઓર  પેલેટસનો  પુરવઠો  પણ વિશ્વ બજારમાં  ખોરવાયો છે.

દરમિયાન, આયર્ન એન્ડ સ્ટીલ તથા  સિમેન્ટના  ભાવ ઉંચા જતા બાંધકામ ક્ષેત્રે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર  ક્ષેત્રે બજેટ વધી ગય.ું  છે તથા તેના પગલે  આ ક્ષેત્રના   સાહસિકો સામે  પણ નવી  સમસ્યા ઊભી  થઈ છે.  અધુરામાં પુરું  એલ્યુમિનિયમના ભાવ પણ  તાજેતરમાં  વેગથી ઉછથળ્યા  છે અને તેની અસર પણ  બાંધકામ  ઉદ્યોગ પર  જોવા મળી છે.  બજારના  સૂત્રોના જણાવ્યા મુજબ  દોઢ વર્ષના ગાળામાં  સ્ટીલના  ભાવ આશરે  ૬૪થી ૬૫  ટકા વધ્યા  છે જ્યારે  એલ્યુમિનિયમ તથા કોપરના  ભાવ આ ગાળામાં  આશરે ૩૦ ટકા જેટલા  વધ્યા છે  આની અસર  બાંધકામ ક્ષેત્ર પર જોવા મળી છે.  કોપરના ભાવ  વિશ્વ બજારમાં   ઉછળી  તાજેતરમાં  ટનના દસ હજાર ડોલરની  ઉપર જતા  રહ્યા હતા.    

એલ્યુમિનિયમનું ઉત્પાદન  પણ રશિયામાં  વિશેષ  થાય છે.  બિલ્ડર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાના  સૂત્રોના જણાવ્યા મુજબ  કોસ્ટ ઓફ  કન્સ્ટ્રકશન  વધી છે.  થર્મો મેકેનીકલી ટ્રીટેડ (ટીએમટી બાર્સ) સ્ટીલનો  વપરાશ બાંધકામ ક્ષેત્રે  વિશેષ થાય છે તથા  આવા ટીએમટી સ્ટીલ બાર્સના  ભાવ ટનના જે  આશરે  રૂ.૨૦ હજાર વધી  તાજેતરમાં  રૂ.૮૦ હજાર સુધી પહોંચ્યા છે. કોરોનાના ફટકામાંથી  બાંધકામ ઉદ્યોગ તાજેતરમાં  માંડ બહાર આવી રહ્યું હતું ત્યાં  હવે નવો  પડકાર સામે આવ્યો  છે. સ્ટીલના  ઉત્પાદનમાં  વિશેષ વપરાતા આયર્ન ઓર તથા  ફેરો એલોયના  ભાવ પણ  નોંધપાત્ર ઉંચા ગયા છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button