Day Special

આયર્ન-સ્ટીલમાં ઉંચા મથાળે ભાવમાં બેતરફી વધઘટના સંકેતો

આયર્ન-સ્ટીલમાં ઉંચા મથાળે ભાવમાં બેતરફી વધઘટના સંકેતો content image 7d87ee9f 54f4 4b15 a449 39d178231576 - Shakti Krupa | News About India

– દિલીપ શાહ ઃ ઉભી બજારે

– સ્ક્રેપ વાહનોમાંથી સ્ટીલ બનાવવા ઉત્પાદકો સક્રિય બન્યાઃ નિકાસ વધારવા સઘન પ્રયાસો  જરૂરી હોવાનો અભિપ્રાય

દેશમાં આયર્ન  એન્ડ સ્ટીલ (લોખંડ અને પોલાદ)ની  બજાર તથા  ઉદ્યોગમાં  તાજેતરમાં  ખાસ્સું પરિવર્તન જોવા મળ્યું  છે.  કોરોનાનો ઉપ્દર્વ હળવો થતાં  અને હવે  રિઓપનિંગની પ્રક્રિયા વેગથી શરૂ થતાં  બાંધકામ  ક્ષેત્રે  તથા ઓટો ઉદ્યોગ ક્ષેત્રે  ચહલ પહલ  ફરી  વધી રહ્યાના સંકેતો  મળ્યા છે અને  તેના પગલે  સ્ટીલ બજારમાં  માગ તથા  પૂછપરછો  ફરી  ઉંચકાઈ  હોવાનું બજારના  સૂત્રોએ જણાવ્યું  હતું. સિમેન્ટ  બજારમાં પણ તાજેતરમાં  માગ વધી છે તથા સિમેન્ટના ભાવ પણ ઉંચા  ગયા છે.  દરનિયાન,  તાજેતરના  વર્ષોમાં  દેશમાં સ્ટીલ ઉદ્યોગક્ષેત્રે   નોંધપાત્ર  કન્સોલીડેશન થતું જોવા મળ્યું છે.  મોટા ઉત્પાદકો દ્વારા ઘણી  નાની અને  મધ્યમ કદની  સ્ટીલ કંપનીઓનું ટેક ઓવર થતું જોવા મળ્યું છે.    દેશમાં  સ્ટીલ ક્ષેત્રની  ઘણી  નાની અને મધ્યમ  કદની કંપનીઓ  પર દેવું  વધતાં  તથા જવાબદારીઓ વધતાં  આવી ઘણી કંપનીઓ  માંદી પડી  ગઈ હતી  અને  આ પૈકી  આવી વિવિધ  કંપનીઓને મોટા સ્ટીલ ઉત્પાદકો દ્વારા  હસ્તગત  કરાતી જોવા મળી  છે. આવા માહોલમાં  સ્ટીલ ઉદ્યોગમાં   ઉત્પાદન  ક્ષમતાનો વપરાશ  વધ્યો છે તથા આઈડલ ક્ષમતાઓ ફરી ઘમધમતી થતી પણ જોવા મળી છે.

દરમિયાન આઈબીસી ઈન્સોલ્વન્સી તતા બેન્ક રપ્સી કોડ  હેઠળની  ઘણી સ્ટીલ  ઉત્પાદન  ક્ષમતાઓ આવી પરિસ્થિતિમાં  ફરી મેઈનન્ડસ્ટ્રીણમાં  પાછી ફરી હોવાનું  બજારના  સૂત્રોએ જણાવ્યું  હતું.  આવા માહોલમાં  નવા  વેલ્યુ એડેડ  સ્ટીલ  ઉત્પાદનો પણ બજારમાં  આવતા થયા  છે.  ક્રૂડ સ્ટીલનું  ઉત્પાદન  વધ્યું છે ત્યારે  હાઈ એલોય સ્ટીલનું ઉત્પાદન  પણ વધ્યું છે. ચીનમાં પણ  આવું કન્સોલીડેશન શરૂ થયું  છે,તથા  ત્યાં કુલ  સ્ટીલ ઉત્પાદનમાં ૪૦ ટકા  ઉત્પાદન  મોટા પાંચ  ઉત્પાદકોના હાથમાં  રહે એવો ટારગેટ  ત્યાં ૨૦૨૫ના વર્ષ સુધીમાં   હાંસીલ કરવા  સરકારે કમર કસી ેછે. ભારતમાં   લોન્ગ સ્ટીલની માગ   વધી રહી છે. સ્ટીલ ઉદ્યોગમાં  નફાકારકતા વધતાં  આ ઉદ્યોગ દ્વારા  ઔદ્યોગિક ક્ષેત્રે  નવું રોકાણ-ઈન્વેસ્ટમેન્ટ પણ   વધ્યું છે.  આવું નવું  કરોડો રૂપિયાનું  ઈન્વેસ્ટમેન્ટ   દેશમાં થવાની  શક્યતા છે.  આયર્ન ઓર ઉત્પાદક દેશમાંથી  હવે ભારત સ્ટીલનું  મોટું નિકાસકાર  દેશ બનવા પ્રયાસો કરી રહ્યું છે. ચીનમાં  આયર્ન ઓરનું વિશેષ  ઉત્પાદન થયું નથી છતાં ચીન દ્વારા  સ્ટીલની નોંધપાત્ર  નિકાસ થાય છે. જ્યારે ભારતમાં  આયર્ન ઓરનું  ઉત્પાદન    થતું હોવા છતાં  ચીનની સરખામણીએ   ભારતમાંથી  થતી સ્ટીલની  નિકાસ ઓછી શા માટે  થાય છે? એવો પ્રશ્ન દેશના  સ્ટીલ બજારમાં  હાલ પૂછાતો થયો છે.  દેશમાં વધુમાં  વધુ આયર્ન ઓરનો જથ્થો  સ્ટીલ ઉત્પાદનમાં  વપરાતો  થવો જરૂરી છે.

દરમિયાન, સ્ટીલના બજાર ભાવ  ૨૦૨૧માં  ઉંચા ગયા પછી આ વર્ષે બજારમાં ઉંચા મથાળે  બેતરફી  વધઘટ જોવા મળશે એવી  શક્યતા સ્ટીલ  ઉદ્યોગના  સૂત્રો બતાવી  રહ્યા  છે. આયર્ન   ઓર તથા  કોલસાના  ભાવમાં  પણ વધ્યા મથાળે  વોલાટાલીટી  વધવાનું અનુમાન  સૂત્રો બતાવી  રહ્યા છે.   કાચા માલોના ભાવ તથા  ઉત્પાદન ખર્ચ   વધતાં જો કે હવે સ્ટીલ  ઉદ્યોગમાં  નફાનું  માર્જિન  દબાણ હેઠળ  આવ્યું છે   અને  આવું દબાણ  વધવાની  ભીતિ જાણકારો બતાવી  રહ્યા છે.  વાહન ઉદ્યોગમાં વાહનો  સ્ક્રેપ કરવાની તથા ભંગારમાં  કાઢી નાંખવાની  નવી નીતિ  શરૂ થઈ છે ત્યારે  આવા ભંગારમાંથી  રિસાઈકલીંગની પ્રક્રિયા  મારફત સ્ટીલ બનાવવા માટે ઘણા મોટા  સ્ટીલ ઉત્પાદકો નાના કદની  ફેકટરીઓ  ઊભી કરી  રહ્યાના  વાવડ પણ મળ્યા છે.  હરિયાણામાં   તાજેતરમાં  રોહતક ખાતે   આવી ફેકટરીઓ  ઊભી  કરાયાના નિર્દેશો મળ્યા  છે. સ્ક્રેપ સ્ટીલમાંથી રિઈન્ફોર્સ્ડ સ્ટીલ  બનાવવાનો નવો યુગ  દેશમાં  શરૂ થયો છે.  આવી  ઉત્પાદન  ક્ષમતાઓ  પ્રથમ  તબક્કે  ૭થી ૮  લાખ ટનની ઊભી કરવામાં આવી રહ્યાના નિર્દેશો વહેતા થયા છે.   સરકારે   આવી  વાહન  સ્ક્રેપ  કરવાની નિતીમાં  સ્ક્રેપ   યાર્ડો ઊભા કરવાના  સંકેતો આપ્યા  છે.  સ્ક્રેપ સ્ટીલમાંથી  સ્ટીલ  બનાવવા માટે  ૫૦થી ૧૦૦ એક્ટમાં  પ્લાન્ટો  ઊભા કરી  શકાશે જ્યારે  સ્ટીલ બનાવતા ઉત્પાદક પ્લાન્ટો  માટે ૨થી ૩  હજાર  એકર્સની   જગાની  જરૂર પડતી  હોય છે ેવું  સ્ટીલના  મોટા ઉત્પાદકોના સૂત્રોએ  જણાવ્યું હતું. વાહનોમાંથી  સીટસ, સ્ટીયરીંગ, કોપર  વાયર્સ વિ.  જેવા ઘટકો  દૂર કર્યા પછી  જે સ્ક્રેપ બચે તેમાંથી સ્ટીલનું  ઉત્પાદન કરવામાં  આવનાર છે.  જૂના વાહનો ઉપરાંત   કન્સ્ટ્રકશન, ડિમોલીશનમાંથી મળતો  સ્ક્રેપ  તથા ઔદ્યોગિક સ્ક્રેપ વિ. સ્ક્રેપ મારફત પણ  સ્ટીલનું  ઉત્પાદન  હાથ  ધરવામાં આવી  રહ્યું છે.  આવા સ્ટીલ બનાવવાની પ્રક્રિયામાં પ્રદૂષણ ઓછંુ થશે  તથા ઉર્જાનો વપરાશ પણ ઓછો  થશે એવી ગણતરી જાણકારો બતાવી  રહ્યા છે. ૧૦ લાખ ટન વાર્ષિક  રિસાઈકલ્ડ સ્ટીલનું ઉત્પાદન  કરવાની ક્ષમતા  ધરાવતું  એકમ ઊભું  કરવા આશરે  રૂ.૨૫૦૦થી ૩૦૦૦ કરોડનો   ખર્ચ થાય છે એવું સ્ટીલ ઉદ્યોગના  જાણકારોએ જણાવ્યું હતું.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button