Day Special

આર્થિક કૌભાંડી : ચંદા & ચિત્રા

આર્થિક કૌભાંડી : ચંદા & ચિત્રા content image bc4f9738 c52c 4072 ab90 8056ac1f6e1f - Shakti Krupa | News About India

– ચંદા કોચરે ICICI મ્ચહંની લોન પોતાના મળતીયાને આપીને જ કૌભાંડ આચર્યું તો ચિત્રા રામકૃષ્ણને NSEને ચુનો ચોપડયો હતો

– ચિત્રા રામકૃષ્ણન અને ચંદા કોચર વચ્ચે ઘણું સામ્ય છે. બંને આર્થિક ક્ષેત્રે ખૂબ પ્રશંસા મેળવી ચૂક્યા હતા, બંને ટોચ પરથી નીચે ગબડયા હતા, બંને પોતાની ભૂલ કબૂલવા તૈયાર નહોતા

– આ બંને માનુની પાવરફૂલ વુમન ઓફ ઇન્ડિયાની યાદીમાં આવતી હતી. તેમણે એવો પ્રભાવ ઉભો કર્યો હતો કે તેમની સામે કોઇ આંગળી ના ચીંધી શકેઃ તપાસ એજંસીઓએ તેમની પોલ ખોલી નાખી હતી

જ્યારે તપાસ અધિકારીઓએ આ બંને માનુનીઓના આર્થિક કરતૂતો બહાર પાડયા ત્યારે લોકો એમ કહેતા થઇ ગયા હતા કે ભ્રષ્ટાચારમાં પણ સ્ત્રીઓ પુરુષ સમોવડી બની રહી છે

એ નએસઇના ચિત્રા રામકૃષ્ણનને ત્યાં રેડ પડી અને તેમના નામની લુકઆઉટ નોટિસ બહાર પડાઇ તે જોઇને ૨૦૧૯માં આઇસીઆઇસીઆઇ (ICICI Bank) બેંકના ચંદા કોચરનો એપિસોડ યાદ આવે છે. ચિત્રા રામકૃષ્ણન અને ચંદા કોચર વચ્ચે ઘણું સામ્ય છે. બંને આર્થિક ક્ષેત્રે ખુબ પ્રશંસા મેળવી ચૂક્યા હતા, બંને ટોચ પરથી નીચે ગબડયા હતા, બંને પોતાની ભૂલ કબૂલવા તૈયાર નહોતા. ચંદા કોચરની પોલ એક એક્ટિવિસ્ટે ખોલી હતી તો ચિત્રાના કેસમાં પણ આવુંજ છે. 

ચંદા કોચર તેમના પતિની સલાહ પર ચાલતા હતા તો ચિત્રા કોઇ યોગીની સલાહ પર ચાલતા હતા.

આ બંનેના કેસમાં પ્રજા તેમનાથી અંજાયેલી હતી અને તેમને ફસાવાઇ રહ્યા છે એમ લોકો માનતા હતા. પરંતુ જ્યારે તપાસ અધિકારીઓએ આ બંને માનુનીઓના આર્થિક કરતૂતો બહાર પાડયા ત્યારે લોકો એમ કહેતા થઇ ગયા હતા કે ભ્રષ્ટાચારમાં પણ સ્ત્રીઓ પુરુષ સમોવડી બની રહી છે. આ બંનેની સામે તપાસની શરૂઆત પણ વ્હીસલ બ્લોરના કારણે થઇ હતી.

ચંદા અને ચિત્રા બંને ઉચ્ચ શિક્ષણ મેળવીને બેંકિંગ ક્ષેત્રથી આગળ વધ્યા હતા. ચંદા કોચર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા હતા તો ચિત્રા ઇન્સટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટના સભ્ય હતા. બંને પાવરફૂલ વુમન ઓફ ઇન્ડિયાની યાદીમાં આવી ગયા હતા.     

બંનેએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. બંનેનું પીઠબળ કોંગ્રેસના નેતા છે તે પણ બહાર આવ્યું છે. બંને ૬૦ વર્ષની આસપાસના છે અને બંને દેખાવમાં ચિત્તાકર્ષક છે. બંનેને સાડી પ્રિય છે.

જ્યારે ચંદા કોચરની પૂછપરછ કરાઇ અને બેંકમાંથી રાજીનામું લઇ લેવાયું ત્યારે છ મહિના સુધી તે હોટ ન્યૂઝ તરીકે ચમક્યા કર્યા હતા. આવું આજે ચિત્રાના કેસમાં થઇ રહ્યું છે. અહીં મહત્વનું એ છે કે સમયના વહેણમાં લોકો ચંદા કોચરના કૌભાંડને ભૂલી ગયા છે એમ ચિત્રાને પણ ભૂલી જશે. 

જ્યારે પણ આર્થિક ક્ષેત્રનું કોઇ કૌભાંડ થાય ત્યારે તે કોઇ પુરૂષ હશે એમ માની લેવાય છે કેમકે મહિલાઓ લગભગ કૌભાંડોથી દુર રહે છે.અહીં તો આ બને કૌભાંડની મુખ્ય સૂત્રધાર છે.

આ બંને કૌભાંડી મહિલાઓ ટોચ પરથી નીચે ગબડી છે. બંને માટે લુકઆઉટ નોટિસ જાહેર થઇ ચૂકી હતી. ચંદા કોર્ટ સમક્ષ રજૂ થઇ ગયા છે અને તપાસ હજુ ચાલે છે જ્યારે ચિત્રા સામે લુકઆઉટ પણ છે અને સીબીઆઇએ તેમની ત્રણ કલાક પૂછપરછ પણ કરી છે.

ચંદા ગયા ગુરૂવારે ચિત્રા અને ઓપરેટીંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના નિવાસ સ્થાને મુબઇમાં દરોડા પડયા હતા. હોદ્દાનો દુરૂપયોગ કરીને નેશનલ સ્ટેાક્ એક્સચેન્જના કરોડો ડૂબાડયા હતા.

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ચિત્રા પર ત્રણ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે ચિત્રાએ એનએસઇજીની કેટલીક ખાનગી વિગતો લીક કરી હતી તેની તપાસ થઇ શકી નહોતી.

ચિત્રાએ જે હિમાલયના યોગીની વાત કરી છે તે બકવાસ છે અને તપાસ એજંસીઓને ગુમરાહ કરવા માટેની છે. સેબી ઉંઘતી રહી અને એનએસઇના હોદેદ્દારો મનમાની કરતા રહ્યા હતા. 

ના દેખી શકાય એવા ગુરૂની ચિત્રાની વાત જોઇને તપાસ એજંસીઓ  ભડકી ગઇ છે. ચંદા કોચરના એપિસોડ પર નજર નાખીયે તો તે ભારતના બેંકિંગ ક્ષેત્રના નાક સમાન હતા. આઇસીઆઇસીઆઇ બેંકના તે સર્વેસર્વા હતા. જ્યારે તેમની સામે કૌભાંડની વાતો ઉડી ત્યારે આઇસીઆઇસીઆઇ બેંકના ડાયરેક્ટરો તે વાત માનવા તૈયારજ નહોતા. તપાસ આગળ વધ્યા પછી તેમની પોલ ખુલી ગઇ હતી. 

ભારતની બેંકોમાં તે પ્રથમ મહિલા એવા હતા કે જે ટોપ પર પહોંચ્યા હતા. વિડીયોકોન ગૃપ તેમના પતિનું ફ્રેન્ડ હતું. બેંકના સીઇઓના હાથમાં લોન ઇસ્યુ કરવાની અને રીન્યુ કરવાની ભરપૂર સત્તાઓનો તેમણેે ઉપયોગ કર્યો હતો. તેમનો પ્રભાવ એવો હતો કેે બેંક તેમની સામે આંગળી ચીંધી શકે એમ નહોતી પરંતુ અરવિંદગુપ્તા નામના શેરબજાર એક્ટિવિસ્ટે ૧ માર્ચ-૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો કે આઇસીઆઇસીઆઇ (ICICI Bank)ના સીઇઓ અને વિડીયો કોન ગૃપના વેનુગોપાલ ધૂત વચ્ચે વેપારી સંબંધો છે. આ પત્ર તેમણેે તેમના બ્લોગ પર પણ મુક્યો હતો.

જ્યારે ટોચના હોદ્દા પર કોઇ પ્રભાવશાળી અને વગદાર મહિલા હોય ત્યારે તેમની સામેની તપાસ શક્ય નથી બનતી. ચંદા કોચર વગદાર હોવાના કારણે બેંકના ડિરેક્ટરો પણ તેમની સામે પગલાં ભરવાનું વિચારી શકતા નહોતા. જેમનું નામ દેશની પાવરફૂલ મહિલાઓમાં થતું હોય તે પોતાની બેંકમાં કેવો પાવર બતાવતા હશે તે સમજી શકાય છે.

વડાપ્રધાન ઓફિસે રિઝર્વ બેંકને તપાસની સૂચના આપ્યા બાદ ચંદા કોચરના પતિ દિપક કોચરનું નામ પણ ઉછળ્યું હતું. ચંદા કોચરનો પ્રભાવ એવો હતો કે તેમની બેંક તેમને ક્લીનચીટ આપતી હતી અને સમગ્ર કૌભાંડને અફવા ગણાવતી હતી. પરંતુ તપાસમાં તે ગુનેગાર સાબિત થતા પોતે બેંકના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. પડે છે ત્યારે સઘળું પડે છે એવાત ચંદા કોચર અને ચિત્રાના કેસમાં સાચી પડી રહી છે.

NSELþk co-location facility કૌભાંડ

ચિત્રા રામકૃષ્ણને ત્યાં પડેલા દરોડામાં કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા હોવાનું કહેવાય છે. જેમાં કંપનીની વિગતો ડિવિડન્ડની સિસ્ટમ, ફાયનાન્સિયલ રિઝલ્ટ જેવા મુદ્દાઓની કોઇ અજાણ્યા સાથે આપલે કરાઇ હતી.  આ અજાણ્યાને ચિત્રા ગુરૂ તરીકે ચિતરે છે પરંતુ તે ઇમેલ આઇડી ચેક કરતાં તે આનંદ સુબ્રમણ્યમનો હોવાનું મનાય છે. ફોરેન્સીક રિપોર્ટ પણ આ ચિત્રાનો ગુરૂ એટલે સુબ્રમણ્યમ એમ કહે છે. 

અહિં ઉલ્લેખનીય છે કે શજીઈ ને બદનામ કરનાર કેા- લોકેશન (ર્બ-ર્નબર્ચૌહ કચબૈનૈાઅ) બાબતે પણ તપાસ થઇ શકે છે. આ સિસ્ટમ વધારાના સર્વર સાથે જોડાયેલી હોય છે. તેને હાઇ ફ્રીક્વન્સી ટ્રેડીંગ સાથે સરખાવી શકાય છે. જેમાં બ્રેાકરના સર્વર એનએસઇના ક્માન્ડમાં મુકાય છે અને તે મારફતે ટ્રેડીંગ જાણી શકાય છે.  ટૂંકમાં કહીયે તો પ્રાઇવેટ સર્વર મુકનારને એનએસઇના સોદાની થોડી સેકન્ડ પહેલાં ખબર પ્રાઇવેટ કંપનીને પડતા હતા. કો લોકેશનનું ડેટા સેન્ટર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વાળા હોવાનો દાવો કરાતો હતો. આ કો-લોકેશન ફેસિલીટી સામે વાંધા ઉઠાવાયા હતા. તેનો લાભ ચિત્રા અને આનંદ સુબ્રમણ્યમે ઉઠાવ્યો હતો.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button