Day Special

આર્થિક પ્રતિબંધોની વોર ભારતને પણ ગૂંગળાવશે

આર્થિક પ્રતિબંધોની વોર ભારતને પણ ગૂંગળાવશે content image c110ec01 a1b8 4add b539 9fac5d8aad04 - Shakti Krupa | News About India– રશિયા પરના આર્થિક પ્રતિબંધોના કારણે ઉભી થનારી સંભવિત સ્થિતિ સામેનું યુધ્ધ બે વર્ષ સુધી ચાલશે

– કોવિડના પગલે ઉભી થયેલી મંદીની પકડમાંથી માંડ વિશ્વ મુક્ત થઇ રહ્યું છે તે પહેલાં તેા આર્થિક પ્રતિબંધોની સંભવિત અસરોનો ડર સતાવવા લાગ્યો છે

– યુધ્ધમાં બોમ્બ ઝીંકાય છે ત્યારે માનવ ઓન ધ સ્પોટ મોતને ભેટે છે જ્યારે આર્થિક મંદી ધીમા ઝેર જેવી હોય છે. જે નબળા દેશના માણસને રિબાવીને મારે છે

રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ લાંબુ ચાલી શકે એમ નથી પરંતુ રશિયા પરના આર્થિક પ્રતિબંધોના કારણે ઉભી થનારી સંભવિત સ્થિતિ સામેનું યુધ્ધ બેવર્ષ સુધી ચાલશે.  પહેલાં કોવિડ અને હવે રશિયા પર લદાનારા આર્થિક પ્રતિબંધોના કારણે વિશ્વનું ખાસ કરીને ભારતના અર્થતંત્રને નબળું પાડી શકે છે. 

યુધ્ધમાં જેટલી માનવ જાતની ખુવારી થાય છે તેનાથી વધુ આર્થિક સ્તરે ખેલાનારા યુધ્ધના કારણે થાય છે. યુધ્ધમાં બોમ્બ ઝીંકાય છે ત્યારે માનવ ઓન ધ સ્પોટ મોતને ભેટે છે જ્યારે આર્થિક મંદી ઘીમા ઝેર જેવી હોય છે. જે નબળા દેશના માણસને રિબાવીને મારે છે. આર્થિક પ્રતિબંધો અનેક સમસ્યાઓ જેવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતા લોકોની સંખ્યા પર અસર કરશે, મોંઘવારી વધારશે અને અચોક્કસ સ્થિતિ પણ ઉભી કરી શકે છે.   

રશિયા અને યુક્રેન વચ્ચેની વોર શમી ગઇ છે હવે રશિયા સામે આર્થિક પ્રતિબંધોની વોર જોવા મળશે. અમેરિકાના પ્રમુખ બાઇડન વારંવાર કહી ચૂક્યા છે કે અમે રશિયા પર આર્થિક પ્રતિબંધોના કડક પગલાં લઇશું. જ્યારે કોઇ દેશ વોર કરવા નિકળે છે ત્યારે દરેક પાસાંનો વિચાર કરીને નીકળે છે. રશિયાએ યુક્રેનને મંત્રણાના ટેબલ પર ખેંચી લાવીને અમેરિકાની જોહુકમીનું નાક કાપી નાખ્યું છે.

જ્યારે બે મોટાં આખલા લડે ત્યારે નજીકના છોડવાનો વગર લેવેે દેવે ભોગ લેવાય છે. આર્થિક નિષ્ણાતો ભારતના અર્થ તંત્રને આવા છોડવા ગણી ભૂલ કરી રહ્યા છે. રશિયા પર લાગનાર આર્થિક પ્રતિબંધોની ભારત પર કેવી અસર થશે તે ચર્ચાએ જોર પકડયું છે. માત્ર ભારત નહીં પણ વિશ્વના અર્થ તંત્ર પર અસર પડી શકે છે. કોવિડના પગલે ઉભી થયેલી મંદીની પકડમાંથી માંડ વિશ્વ મુક્ત થઇ રહ્યું છે તે પહેલાં તેા આર્થિક પ્રતિબંધોની સંભવિત અસરોનો ડર સતાવવા લાગ્યો છે. અહીં મહત્વનું એ છે કે ભારત માત્ર આર્થિક પ્રતિબંધોની અસરથી ભારત ચિંતીત નથી પણ સરહદી સમસ્યાઓના કારણે પણ ચિંતીત છે.

ભારતે રશિયા-યુક્રેન વિવાદમાં તટસ્થ વલણ અપનાવીને લોકોની પ્રશંસા મેળવી લીધી છે પરંતુ ભારતને મંદીની ચિંતા સતાવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેની વોક વિશ્વ યુધ્ધ તરફ જતા અટકી ગઇ છે તે આવકાર્ય વાત છે પરંતુ અમેરિકા મારફતે ઉગામવામાં આવી રહેલું પ્રતિબંધ નામનું શસ્ત્ર ભારત ભલે ના વાગે પરંતુ ઘસરકો મારી શકે છે. 

ભારતનું આજનું આર્થિક તંત્ર ઘસરકો પણ સહન કરી શકે એમ નથી તે હકીકત ભૂલવી ના જોઇએ. માંડ પ્રગતિના ટ્રેક પર આવી રહેલું ભારતનું આર્થિક તંત્ર રશિયા પરના આર્થિક પ્રતિબંધોની આડ અસરમાં અટવાઇ શકે છે. ભારતની સદ્નસીબી એ છે કે તેને અમેરિકા અને ેરશિયા એમ બંને સાથે સંબંધો છે. આ બંને દેશ સાથે તે વેપારી સંબંધો રાખે છે પરંતુ આ બંને કોલ્ડ વોરના સ્ટેજ પર છે અને બંને ભારતનો ટેકો ઇચ્છે છે. 

જો અમેરિકા રશિયા પર પ્રતિબંધો મુકે તેા ભારતનું ટેન્શન વધી શકે છે. રશિયાની એસ -૪૦૦ મિસાઇલ સિસ્ટમનો ઓર્ડર તૈયાર થવા પર છે. અમેરિકામા પ્રતિબંધોના કારણે તે અટવાઇ શકે છે. કેમકે અમેરિકા તેના પ્રતિબંધોના આદેશમાં રશિયા પાસેથી કોઇ પણ ચીજની ખરીદી કરવી નહીં તેમ કહી શકે છે.

અત્યાર સુધી વિશ્વની નજર ચીનની વિસ્તારવાદી નિતી પર હતી પરંતુ હવે તે શિફ્ટ થઇને રશિયા પર આવી ગઇ છે. પરંતુ જેમ રશિયા પરના આર્થિક પ્રતિબંધોની અસર વર્તાશે એમ એમ રશિયા અને ચીન નજીક આવશે. જો એમ થાય તો પાકિસ્તાનની ભારત સરહદે  અવળચંડાઇ વધી શકે છે.

વાચકોને યાદ હશે કે તાજેતરમાં ચીનમાં રમાયેલી ઓલમ્પિક ગેમ્સનો ભારતે ડિપ્લોમેટીક અને રાજકીય સ્તરે બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના પ્રમુખ ઇમરાન ખાન ચીન સાથે મજબૂત સંબંધો બાંઘવા ગેમ્સમાં પહોંચી ગયા હતા.

ભારતની મૂળ સમસ્યા ઓઇલના ભાવોની છે. આજે ઓઇલનો ભાવ બેરલે ૧૦૪ની આસપાસ છે જેની સીધી અસર પેટ્રોલ -ડિઝલના ભાવો પર પડશે.૧૦ માર્ચે પાંચ રાજ્યોની વિઘાનસભા ચૂંટણીના પરિણામો   સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર રશિયા પરના પ્રતિબંધોની અસર પડી શકે છે. રશિયાએ યુક્રેનને ભલે પાઠ ભણાવ્યો હોય પરંતુ હવે અમેરિકા આર્થિક પ્રતિબંધો મુકીને રશિયાને ગૂંગળાવી મારવાનો પ્રયાસ કરાશે એમ પ્રમુખ બાઇડનની વાતો પરથી લાગી રહ્યું છે.

દરેક દેશનું આર્થિક કોવિડની અસરોના તંત્ર મંદીમાં સપડાયું હતું. હવે જ્યારે  અમેરિકા પ્રતિબંધો મુકશે ત્યારે મંદી વધુ ઘેરી બની શકે છે. ગયા શુક્રવારે અમેરિકાએ રશિયન બેંકોના ડોલર સાથેના ટ્રેડીંગની પાંખો કાપી નાખી હતી. રશિયાની સૌથી મોટી ધીરાણ કરતી બેંક બવર બેંક સહિતની પાચ બેંકો પર પેનલ્ટી લદાશે. બેંકો અને યુરોપના દેશો પરની અસરો આપણે નથી વિચારતા પણ ભારતની મોંઘવારી પરની અસરો વિચારવી જરૂરી છે.

કોમોડિટી માર્કેટ પ્રતિબંધોની સીધી અનેે આડકતરી અસરો હેઠળ આવી જવાનું છે. યુધ્ધ કઇ દિશામાં ખેંચાશે તે અનિશ્ચિત છે. પરંતુ તેની અસરો નિશ્ચિત છે.રશિયા બીજા દેશોનું આર્થિક તંત્ર તૂટી જશે એમ ભલે કહેતું હોય પણ રશિયાનું આર્થિક તંંત્ર ઘર આંગણાના નિર્ણયોથીજ તૂટી પડવાની સંભાવનાઓ છે.

પેટ્રેાલ ડિઝલના ભાવો પણ ૧૦૫ ડોલર પર પહોંચી  ગયા છે. જેની અસર રોજીંદી વપરાશની ચીજોના ભાવો પર પડવા લાગી છે.  હવે જો પ્રતિબંધની અસરો થશે તો ઓઇલનો ભાવ ૧૨૫ રૂપિયા પર પહોંચી શકે છે. એેટલે કે મોટા શહેરોમાં પેટ્રોલ ૧૨૫ રૂપિયે લિટર મળતું જોવા મળી શકે છે. આ જો અને તો વચ્ચેની વાત નથી પણ તે હકીકત જોવા મળશે તે નક્કી છે.

માઇક્રો ચિપ્સ અને સેમી કન્ડક્ટરની શોર્ટેજ વધુ ઘેરી બનશે…

રશિયામાં ઉત્પાદન કરાતી નિકલ,કોપર,અને આયર્ન જેવી મહત્વની મેટલની રશિયા અન્ય દેશોમાં નિકાસ કરે છે. નીયોન, પેલેડીયમ, પ્લેટીનમ વગેરે બનાવવાનું રોમટિરીયલ પણ રશિયાથી આવે છે. ઓટોમોબાઇલમાં વપરાતાીએક્ઝોસ્ટ સિસ્ટમ, મોબાઇલ ફોનથી માંડીને ડેન્ટલમાં ફિલીંગ તરીકે વપરાતા મટીરીયલના ભાવો પ્રતિબંધોથી વધશે.

રશિયાથી આવતા ટિટેનિયમનો ઉપયોગ  અમેરિકા,યુરોપ અને બ્રિટનનો વિમાન ઉદ્યોગ કરી રહ્યો છે. બોઇંગ અને એર બસેતો તેના વૈકલ્પિક સપ્લાયરો શોધવા શરૂ પણ કરી દીધા છે.કેટલાકે તો ટિટેનિયમના સપ્લાય માટે ૨૦૨૮ સુદીના કોન્ટ્રાક્ટ કરેલા છે તે બધાજ અટવાઇ જવાના છે.

૨૦૨૧માં માઇક્રોચિપ્સની શોેર્ટેજના કારણે ઓટો અને મોબાઇલ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ગંભીર સમસ્યાઓ ઉભી થઇ હતી. ૨૦૨૨માં આ સમસ્યા હળવી થશે એમ મનાતું હતું પરંતુ હવે જ્યારે અમેરિકી પ્રતિબંધ મુકી રહ્યું છે ત્યારે રશિયાથી આવતી માઇક્રો ચિપ્સ બંધ થશે અને ફરી તેની અછત વધુુ ઘેરી બનશે. ચિપ લિથોગ્રાફીમાં વપરાતું મટીરીયલ નિયોનનો ૯૦ટકા જથ્થો તો રશિયાથી આવતો હતો. સેમિ કન્ડક્ટની પણ સમસ્યા ઉભી થવાની છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button