Day Special

ઇકોનોમીના સપનોં કા સોદાગર 2024માં 5 ટ્રિલિયન 2030માં 10 ટ્રિલિયન…

ઇકોનોમીના સપનોં કા સોદાગર 2024માં 5 ટ્રિલિયન 2030માં 10 ટ્રિલિયન... content image 15171d68 f582 4e1a af1b 226093aff2f5 - Shakti Krupa | News About India

– કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર તરફ સરકી રહ્યું છે

– ગીગ ઇકોનોમી પર મદાર

પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું સિધ્ધ કરવાના ભારતના પ્રયાસોને હસી કાઢવા જેવા નથી. ભારતનું આર્થિક તંત્ર સુધરી રહ્યું છે અને તે સૌથી ઝડપે વિકસતા આર્થિક તંત્ર તરીકે વિશ્વમાં નામના મેળવી રહ્યું છે

પાં ચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમીનું સપનું સિધ્ધ કરવાના ભારતના પ્રયાસોને હસી કાઢવા જેવા નથી. ભારતનું આર્થિક તંત્ર સુધરી રહ્યું છે અને તે સૌથી ઝડપે વિકસતા આર્થિક તંત્ર તરીકે વિશ્વમાં નામના મેળવી રહ્યું છે. સપનાં જોવાનો દરેકને અધિકાર છે પરંતુ જ્યારે ભારતે પાંચ ટ્રિલીયન ડોલરની ઇકોનોમી ઉભી કરવાનું સપનું વહેતું કર્યું ત્યારે અનેક આર્થિક નિષ્ણાતોએ તેના પર શેખચલ્લીના વિચારનું લેબલ માર્યું હતું. કોરોના વાઇરસે ભારતના સપનાંને ચૂર-ચૂર કરતો ધક્કો માર્યો હતો. છતાં ભારતે પાંચ ટ્રિલીયન ડોલરના સપનાંને સિધ્ધ કરવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા.

અહીં કેટલાક આંકડા પર નજર..

૧…જ્યારે બ્રાઝિલ, સાઉથ આફ્રિકા,તૂર્કી અને પાકિસ્તાન જેવા દેશોનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ તળીયે બેઠું છે ત્યારે ભારતનું ફોરેક્સ ક્ષેત્ર નવા વિક્રમો સર કરી રહ્યું છે. એક વર્ષ સુધીની આયાત કવર કરી શકે એટલું ફોરેક્સ આજે ભારત પાસે છે. ભારતું વિદેશી દેવું ૬૦૦ અબજ ડોલર છે તો ફોરેક્સ ૬૩૪ અબજ ડોલર છે.

૨..ભારતનો આર્થિક વિકાસ દર આગામી દાયકામાં એટલેકે ૨૦૩૦ દરમ્યાન તબક્કા વાર વધીને ચીન અને અમેરિકા પછીની વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બની શકે છે.

૩…ખરીદ શક્તિ ક્ષેત્રે વિશ્વમાં ભારત ત્રીજા નંબરે આવે છે. પરંતુ માર્કેટ કેપની દ્રષ્ટીએ ભારત પાછળ છે. જાપાન (અંદાજે પાંચ ટ્રિલીયન ડોલર) અને જર્મની (અંદાજે ચાર ટ્રિલીયન ડોલર).

જો કે આ આંકડાથી ભારતની ઇકોનોમી પાંચ ટ્રિલીયન પર પહોંચવાની નથી પરંતુ તે ભારતની હાલની આર્થિક સમૃધ્ધિનો નિર્દેશ દર્ર્શાવે છે.

ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલીયન ઇકોનોમીના સપનાં સાથે આગળ વધી રહ્યું છે. કેટલાંક સપનાં સાકાર થાય એવા નથી હોતા છતાં જો આ સપનું સાકાર થાય તો ભારતનો વિશ્વના અર્થતંત્રમાં ડંકો વાગી શકે એમ છે. ભારતના આર્થિક સપનામાં કોરોના વાઇરસે પંચર પાડયું છે છતાં ભારત સરકાર બહુ આશાવાદી હોવાનું દેખાઇ આવે છે. 

કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ ગયા અઠવાડીયે કહ્યું હતું કે ૨૦૨૪-૨૫માં ભારતની ઇકોનોમી પાંચ ટ્રીલીયન પર પહોંચશે. તેમણે તો એવી આશા વ્યક્ત કરી હતી કે ૨૦૩૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૧૦ ટ્રીલીયન પર પહોંચશે. હરદીપ સિંહની આર્થિક તંત્ર સામેની આશાઓ બાબતે બહુ ઓેછા લોકો સંમત થાય એમ છે. કેમકે કોરોના અને તેના પગલે આવેલા લોક ડાઉનના  કારણે દેશની આર્થિક સ્થિતિ મંદ પડી છે. પરંતુ ફોરેક્સ રિઝર્વ વગેરે સરકારના સપનાંને ટેકો આપી રહ્યા છે.

હરદિપસિંહનો ઉત્સાહ પાંચ ટ્રીલીયન સુધીનો નથી પણ તે  ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રીલીયન સુધી પહોંચી ગયા છે. આખી વાત સપનોંકા સોદાગર જેવી છે. વિશ્વમાં સૌથી ઝડપે વિકસતું અર્થતંત્ર ભારતનું છે. ભારતનું હેલ્થ સેક્ટર અને એક્સપોર્ટ વગેરે હરણ ફાળ ભરી રહ્યા છે. ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ ઇન્ડેક્સમાં ભારત બીજા નંબરે આવ્યું છે. રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ સિધ્ધ કરવા તરફ ભારત આગળ વધી રહ્યું છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ટોચ પર છે તો ગતિ શક્તિના કોન્સેપ્ટે નવો પવન ફૂંક્યો છે. 

કેન્દ્રીય પ્રધાને પોતાની રજૂઆત પાછળના કારણો પણ  આપ્યા છે. આ કારણોમાંનું એક એર ઇન્ડિયાનું ખાનગી કરણ પણ છે. તેમણે કહ્યું હતું કે સરકારે કોવિડના સમયગાળામાં એર ઇન્ડિયાને દેવાના ડુંગરમાંથી છોડાવી હતી. સરકાર માટે ચિંતાનો વિષય વધી રહેલા ઓઇલના ભાવો છે. ભારત પેટ્રોલિયમના ખાનગીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ભારત પેટ્રોલિયમનું ખાનગી કરણ ક્યારે થશે તે બાબતે પ્રધાને કોઇ ફોડ પાડયો નથી .

હરદીપ સિંહ પુરીના મત સાથે આર્થિક નિષ્ણાતો સંમત થઇ રહ્યા છે. દરેક કહે છે કે સરકાર બેરોજગારી ઘટાડે તો પાંચ ટ્રિલીયન ડોલરનું સપનું સિધ્ધ કરવું શક્ય છે.

આર્થિક નિષ્ણાતો જે ગીગ વકર્સનો ઉલ્લેખ કરે છેે તે મહત્વના એટલા માટે બન્યા છે કે તે ફ્લેક્સીબલ  સ્ટાફની કેટેગરીમાં આવે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા જેવી કંપનીઓ મોટા પાયે રોજગારી ઉભી કરી રહી છે. 

કાયમી જોબ કરતા લોકો કરતાં આ ગીગ જોબ વાળા વધુકાર્યક્ષમતા આપે છે અને સતત નવી જોબની શોધમાં રહે છે. જેના કારણે તે પણ હોંશિયાર બને છે અને તે જે કંપનીમાં જાય તેને પણ ઉપયોગ બની રહે છે. તેમનું ગણિત વધુ પગાર મેળવવા તરફનું હોઇ તેમનું જીવન વધુ સમૃધ્ધ બન્યા કરે છે. આ લોકો વધુ કલાકો કામ કરીને વધુ નાણા ખરીદવા ઇચ્છે છે તેમજ કંઇક નવું શીખવા પણ ઇચ્છે છે. જો તેમને થોડા ટેકનીકલ કોર્સ શીખવાડાય તો તે નાના ઉદ્યોગો પણ શરૂ કરી શકે છે. 

આર્થિક ક્ષેત્રે ભારતના કેટલાક સફળ સ્ટાર્ટઅપ ગીગ વર્કર્સને આવકારી રહ્યા છે. ઉદાહરણ તરીકે ઝોમેટો પોતાના ડિલીવરીના રસાલામાં ૧૦ ટકા  મહિલાઓને રાખવા વિચારી રહ્યું છે. અર્બન કંપનીવાળા પણ તેના સર્વિસ સેક્ટરમાં મહિલાઓને રાખી રહ્યા છે.

સરકારે ૨૦૨૦માં પાસ કરેલું સોશ્યલ સિક્યુરીટી બીલનું અમલીકરણ કરશે ત્યારે આવા ફ્રીલાન્સ વર્કર્સને લાભ થશે. બિન સંગઠીત ક્ષેત્રોમાં છૂટક કામ કરનારાઓને હેલ્થ ઇન્સ્યોરન્સના બેનિફીટ મળતા થશે. આવા કાયદા જોકે ફરજીયાત બનાવવા પડશે.

કહે છે કે ટેકનોલોજીનો વ્યાપ વધવાના કારણે ક્લેરીકલ જોબ ધટશે પરંતુ સર્વિસ સેક્ટરમાં જોબ વધશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button