ઈન્ડેક્સ 58085 અને નિફટી ફયુચર 17395 મહત્ત્વની પ્રતિકાર સપાટી
– ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૭૨૦૦.૨૩ તા.૨૮-૦૧-૨૨) ૬૧૪૭૫.૧૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૦૨૦.૮૭ અને ૪૮ દિવસની ૫૮૫૬૬.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૭૦૫.૨૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૮૦૮૫ ઉપર ૫૮૨૨૫,૫૮૭૪૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય નીચામાં ૫૭૧૧૯ નીચે ૫૬૪૦૯ અગત્યની સપાટી ગણાય. મંગળવારે બજેટ છે. કંઈ પણ થઈ શકે છે. સંભાળવું.
એપીએલ લી. (બંધ ભાવ રૂ.૭૪૬.૦૫ તા.૨૮-૦૧-૨૨) ૮૪૮.૫૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૬.૬૩ અને ૪૮ દિવસની ૭૮૯.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૮૨૮.૫૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૬૧ ઉપર ૭૭૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૧૪ નીચે ૬૯૦, ૬૪૭ સુધીની શક્યતા.
બેંક ઓફ બરોડા (બંધ ભાવ રૂ.૧૦૩.૩૦ તા.૨૮-૦૧-૨૨) નીચામાં ૯૦.૭૦ સુધી આવીને સુધાતા રફી છે. હાલ ૧૨ દિવસની એવરજે ૯૪.૭૫ અને ૪૮ દિવસની ૯૦.૩૭ તેમ જ ૨૦૦ દિવસની ૮૩.૯૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોર ણે ઓવરબોટ તેમજ ંમાસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮ કુદાવે તો ૧૧૭, ૧૨૪, ૧૩૦, ૧૩૭, ૧૪૪ સુધીની શક્યતા. નીચામાં ૯૫ સપોર્ટ ગણાય. ખમી શકાય એટલું જોખમ લેવું.
કેનેરા બેંક (બંધ ભાવ રૂ.૨૩૮.૯૦ તા.૨૮-૦૧-૨૨) નીચામાં ૨૦૪.૩૫ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૨.૪૫ અને ૪૮ દિવસની ૨૧૨.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૨.૧૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોેરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૮ કુદાવશે તો વધુ સુધારો જોવાશે. નીચામાં ૨૨૫ સપોર્ટ ગણાય.
હેવેલ્સ (બંધ ભાવ રૂ.૧૧૪૨.૨૫ તા.૨૮-૦૧-૨૨) ૧૪૧૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬૨.૫૧ અને ૪૮ દિવસની ૧૩૨૯.૬૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૩૨.૩૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરાં ૧૧૬૦ ઉપર ૧૧૯૫, ૧૨૨૮ પ્તિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૧૭ નીચે ૧૦૯૨, ૧૦૫૭ સુધીની શક્યતા.
પંજાબ નેશનલ બેંક (બંધ ભાવ રૂ.૪૦.૮૫ તા.૨૮-૦૧-૨૨) ૩૭.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૯.૫૨ અને ૪૮ દિવસની ૩૯.૩૨ તેમ જ ૨૦૦ દિવસની ૩૯.૨૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૨.૪૦ ઉપર ૪૪ કુદાવે તો ૪૮ની સપાટી રસાકસીની ગણાય. જેની ઉપર બંધ આવે તો ૫૨, ૫૪, ૫૭ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૩૮ સપોર્ટ ગણાય. આ શેર ઉપરમાં ૪૪થી ૪૮ અને નીચામાં ૩૭ની રેન્જમાં રમે છે.
પીઈએલ (બંધ ભાવ રૂ.૨૩૬૫.૦૦ તા.૨૮-૦૧-૨૨) ૨૭૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૯૪.૮૪ અને ૪૮ દિવસની ૨૫૭૪.૯૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૮૦.૭૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક , અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૮૦, ૨૪૪૦, ૨૪૭૫ પ્પરતિકાર પાટી ગણાય. નીચામાં ૨૨૯૯ નીચે ૨૨૪૮ તુટે તો ૨૨૧૦, ૨૧૩૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૭૮૦૦ .૦૦ તા.૨૮-૦૧-૨૨) ૩૯૨૫૫ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૭૭૨.૭૩ અને ૪૮ દિવસની ૩૭૩૪.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૩૫૯૧૨.૭૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૫૫૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૭૧૬ નીચે ૩૭૩૦૦, ૩૭૧૨૦, ૩૬૯૫૦, ૩૬૫૮૦, ૩૬૪૧૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૭૧૩૩.૪૦ તા.૨૮-૦૧-૨૨) ૧૮૩૬૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૬૨૫.૫૯ અને ૪૮ દિવસની ૧૭૬૦૨.૦૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૬૧૯.૯૬ છે. દૈનિકઅને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૨૭૮ ઉપર ૧૭૩૯૫ કુદાવે તો ૧૭૫૨૦, ૧૭૫૮૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૦૩૫ નીચે ૧૬૯૧૫, ૧૬૮૫૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
સાયોનારા
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી ફરી નથી. – જલન માતરી