Day Special

ઈ-ઈન્વોઈસની જોગવાઈમાં કરાયેલા ફેરફાર

ઈ-ઈન્વોઈસની જોગવાઈમાં કરાયેલા ફેરફાર content image 63b8da53 f255 4349 8e78 90453c8580e5 - Shakti Krupa | News About India– વેચાણવેરો : સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ અવારનવાર સુધારા કરવામાં આવતા હોય છે. તાજેતરમાં એમ સુધારો કરવામાં આવેલ છે કે જે સપ્લાયરનું નાણાકિય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ થી નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ માં કોઈ પણ વર્ષ ટર્નઓવર રૂ. ૨૦ કરોડથી વધુ થઈ જાય તો તા. ૧.૪.૨૦૨૨ ઈ-ઈન્વોઈસ પદ્ધતિ લાગુ પડશે. નાના વેપારીઓ માટે ઈઝ ઓફ ડુઇંગ બીઝનેસ આમા કયા રહ્યો. ખેર કાયદો આવ્યો છે તે પાલન કરવાનું રહેશે. આજના લેખમાં ઈ-ઈન્વોઈસની જોગવાઈ બાબત ચર્ચા કરવામાં આવી છે.

ઈ-ઈન્વોઈસ ક્યારથી આવ્યું ?

સરકાર દ્વારા તારીખ ૧.૧૦.૨૦૨૦ થી જ સપ્લાયરનું એગ્રીગેટ ટર્નઓવર રૂ. ૫૦૦ કરોડથી વધી જતુ હતું તેવા તમામ સપ્લાયરને ઈ-ઈન્વોઈસની જોગવાઈ લાગુ પાડવામાં આવી છે. ત્યારબાદ જે સપ્લાયરનું એગ્રીગેટ ટર્નઓવર રૂ.૧૦૦ કરોડથી વધુ હોય તેવા સપ્લાયર માટે ૧.૧.૨૦૨૧ થી આ જોગવાઈ લાગુ પાડવામાં આવી છે. ત્યારબાદ તારીખ ૧.૪.૨૦૨૧ થી આ જોગવાઈ તેવા સપ્લાયરને લાગુ પાડવામાં આવી જેમનું એગ્રીગેટ ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી વધુ હોય. હવ તારીખ ૧.૪.૨૦૨૨ થી આ જોગવાઈ રૂ. ૨૦ કરોડથી વધુ એગ્રીગેટ ટર્નઓવર કરનાર સપ્લાયરને લાગુ પાડવામાં આવશે. જો કોઈ સપ્લાયરનું ટર્નઓવર દાખલા તરીકે નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૧ કરોડનું એગ્રીગેટ ટર્નઓવર હતું પણ આજ રોજ તે રૂ. ૨૦ કરોડથી ઓછુ છે તેમ છતાં આવા સપ્લાયરને તારીખ ૧.૪.૨૦૨૨ થી ઈ-ઈન્વોઈસની જોગવાઈ લાગુ પડશે. GST નો કાયદો તારીખ ૧.૭.૨૦૧૭ થી આવ્યો અને નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ માં તારીખ ૧.૭.૨૦૧૭ થી ૩૧.૩.૨૦૧૮ ના સમયગાળામાં એગ્રીગેટ ટર્નઓવર રૂ. ૨૦ કરોડથી વધુ હોય અને આજ રોજ તેથી ઓછુ હોય તો પણ આ જોગવાઈ લાગુ પડવાની.

કોણ બાકાત

SEZ એકમ, ઇન્સ્યોરન્સ કંપની, બેંક, ફાઇનાનશીયલ ઇન્સ્ટીટયૂશન, એન.બી.એફ.સી. GTA, મૂવી ટીકીટનું ને આ લાગુ પડશે નહિ.

કયા વ્યવહાર માટે કરવાનું થાય

તમામ b2b વ્યવહાર, નોંધાયેલ વ્યક્તિ સાથેના વ્યવહાર અન્વયે ડેબિટનોટ – ક્રેડિટનોટ, એક્ષપોર્ટ વ્યવહાર માટે ઈ-ઈન્વોઈસની પદ્ધતી લાગુ પડશે. ખાસ નોંધ લેવી કે નિયમ ૪૮(૪) પ્રમાણે એમ જોગવાઈ કરવામાં આવી છે કે જે વ્યકિતને ઈ-ઈન્વોઈસની જોગવાઈ લાગુ પાડતી હોય એને તે પ્રમાણે બીલ બનાવ્યા ના હોય તેવા કિસ્સામાં એમ માની લેવામાં આવશે કે બીલ વગર સપ્લાય આપવામાં આવ્યો છે.

વધુમાં નિયમ પ્રમાણે ટેક્ષ ઈન્વોઈસ ઉપર QR Code છાપવો અનિવાર્ય છે. સરકારના ઈ-ઈન્વોઈસ પોર્ટલ ઉપરથી બનાવવામાં આવેલ રેફરન્સ નંબર INV-0I ની પ્રિન્ટને ઈ-ઈન્વોઈસ ના ગણાય. 

આજ રોજ b2cs એટલે બીન નોંધાયેલ વ્યકિત સાથેના વ્યવહાર માટે જે સપ્લાયરનું એગ્રીગેટ ટર્નઓવર રૂ. ૫૦૦ કરોડથી વધુ છે તેવા કિસ્સામાં જ પેમેન્ટ અને બીલની વિગતનો QR Code છાપવાનો થાય.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button