Day Special

ઊંચા ફુગાવાના પગલે નાણાંકીય અસ્થિરતા પ્રબળ બનતી જાય છે

ઊંચા ફુગાવાના પગલે નાણાંકીય અસ્થિરતા પ્રબળ બનતી જાય છે content image e53356ea 4803 4496 b9fc 5f870c39f373 - Shakti Krupa | News About India

– અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

અમેરિકામાં ફૂગાવો ઐતિહાસિક સપાટીએ : અમેરિકનોએ ૧૯૮૨ના વર્ષ પછી ૭ ટકાનો ભાવ વધારો (કન્ઝયુમર ઇન્ડેક્ષ) અનુભવ્યો નથી. અમેરિકા ૭ ટકાના અસાધારણ ભાવવધારાથી ગભરાઈ ગયું છે અને આ ભાવવધારાને ઘટાડવાના જાતજાતના ઉપાયો શોધી રહ્યું છે. અમેરિકામાં સરાસરી છૂટક ભાવ વધારો (કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ) ૨૦૨૧ના વર્ષમાં ૭ ટકા હતો. આ ભાવવધારો ભારતીયજનને બહુ વધારે ના લાગે કારણ કે આપણે સાત, આઠ કે નવ ટકાના ફુગાવાના દરથી ટેવાઈ ગયા છે. જ્યારે અમેરિકનો ઊંચા ફુગાવા દરથી ટેવાયા નથી. ઈ.સ. ૨૦૧૭માં અમેરિકાના છૂટક બજારનો ફુગાવાનો દર માત્ર ૨.૧ ટકા, ૨૦૧૮માં માત્ર ૧.૯ ટકા, ૨૦૧૯માં ૨.૩ ટકા તો ૨૦૨૦માં તો માત્ર ૧.૪ ટકા જ હતો. ફુગાવાના આટલા નીચા દરને અર્થશાસ્ત્રીઓ આવકારે છે કારણ કે એકથી બે કે અઢી ટકાનો વાર્ષિક ભાવવધારો ઉદ્યોગકારોને ઉત્પાદન અને વેચાણ વધારાની પ્રેરણા આપે છે. પરંતુ અર્થકારણમાં સાત ટકા કે તેથી વધારે ફુગાવાનો દર નાણાંકીય અસ્થિરતા (ફાયનાન્સીયલ ઈનસ્ટેબીલીટી) ઊભી કરે છે. વળી ૨૦૨૨માં જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં ફુગાવાનો દર ૭ ટકાથી ઓછો થવાને બદલે ૩.૫ ટકા સુધી પહોંચી ગયો. અમેરિકામાં ભાવવધારાનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલ-ડીઝલ-ગેસના વધેલા ભાવો છે. કુલ ભાવવધારામાં ૨૯ ટકા ભાવ વધારા ગેસના ભાવ વધારાને કારણે છે અમેરિકામાં ગેસ (અમેરિકાના પેટ્રોલને ગેસ કે ગેસોલીન કહેવામાં આવે છે)ના ભાવોમાં થોડાંક જ ગાળામાં ૪૦ ટકા વધારો થયો છે. અમેરિકામાં ભાવ વધારાને કાબુમાં રાખવાની મુખ્ય જવાબદારી તેની સેન્ટ્રલ બેંકની છે. અમેરિકામાં સેન્ટ્રલ બેંકને ફેડરલ રીઝર્વ સીસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં ફુગાવાના બે મુખ્ય કારણોમાં પ્રથમ કારણ એ આપવામાં આવે છે કે કોવિડની મહામારીએ સપ્લાય-ચેઈનને તોડી નાખી છે અને બીજાું કારણ એ આપવામાં આવે છે કે કોવિડની મહામારીના કાળમાં અમેરિકન નાગરીકોની માંગ સંતોષાઈ શકી ન હતી આથી હવે આ અસંતોષાયેલી માંગ સ્પ્રીંગની જેમ ઊછળી છે. કોવિડ-૧૯ની મહામારીમાંથી નીકળ્યા પછી એવી ધારણા જ હતી કે માગમાં વધારો થશે પરંતુ આટલો પ્રચંડ વધારો થશે તેની સરકારને કે અર્થશાસ્ત્રીઓને ખબર પડી નહીં. અર્થશાસ્ત્ર, નોબેલ પારીતોષિક વિજેતા જોસેફ સ્ટીગલીન્ઝના મતે ગેસમાં (પેટ્રોલમાં) ભાવ વધારો પેટ્રોલનું ઉત્પાદન કરતી રાક્ષસી કંપનીઓની એર્નજીના બજાર નગ્ન સત્તા છે. તેઓ વહેલા વહેલા જંગી નફો અંકે કરી લેવામાં તલ્લીન છે કારણ કે ભવિષ્યમાં દુનિયા ‘એનર્જી’ માટે સૌર ઊર્જા, જળઊર્જા કે ન્યુક્લીયર ઊર્જા પર આધાર રાખશે અને કુવાઓ બંધ થઈ જશે અત્યારે અમેરિકામાં ભાવવધારો ગેસ-ગેસોલીન જનિત છે. પરંતુ એકવાર પરિસ્થિતિ સામાન્ય થઈ જશે પછી ગેસના ભાવો નીચા જશે અથવા તો લોકો ગેસના ઊંચાભાવોથી ટેવાઈ જશે. 

અમેરિકનો સૌથી વધારે એક જ ચીજના પ્રેમમાં છે અને તે છે મોટરકારના અને અમેરિકામાં સેકન્ડ હેન્ડ કારના ભાવો ઘણા ઊંચે ગયા છે કારણ કે અમેરિકાની અને જગતની કાર ઈન્ડસ્ટ્રીઝ સેમીકન્ડક્ટર ચીપ્સની કમી છે. તેમાં વળી ઓઈલ ઉત્પાદન કરતી ગ્લોબલ કાર્ટેલે ભાવ વધારો કરીને જગતભરમાં હાહાકાર સર્જ્યો છે.

અમેરિકામાં ફુગાવો યુરોપ કરતા ઠીકઠીક વધારે છે પરંતુ અમેરિકાની દલીલ એ છે કે યુરોપના રાષ્ટ્રો કરતા અમારો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર (ગ્રોથ રેટ) વધારે છે. અમેરિકામાં ભાવવધારા છતાં અમેરિકાની ઉત્પાદક્તા ઘટી નથી એમ ત્યાનાં અર્થશાસ્ત્રીઓ ગૌરવપૂર્વક જણાવે છે. ભારત હજી ખેતીપ્રધાન દેશ છે અને ભારતના ૬૮ ટકા લોકો ગામડાંઓમાં રહે છે તે ભારતનો માળખાગત પ્રશ્ન છે અને ૭૫ વર્ષની આઝાદી બાદ પણ ભારત ઉદ્યાગો કે સેવાપ્રધાન દેશ બનીને તેના ખેતીપ્રધાન માળખાને બદલી શક્યો નથી.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button