Day Special

કઠોળનું ઉત્પાદન વધારવા વાવણીમાં વૃદ્ધિ કરવી આવશ્યક

કઠોળનું ઉત્પાદન વધારવા વાવણીમાં વૃદ્ધિ કરવી આવશ્યક content image 5759609f 8222 417d a261 a841999265bb - Shakti Krupa | News About India

– મગમાં મથકોએ  ભાવ નીચા ઉતરતાં  આયાત નીતિમાં  ઓચિંતો  ફેરફાર કરાયોઃ આના પગલે ઈમ્પોર્ટરોમાં  જાગેલી વ્યાપક ચકચાર

દેશમાં કઠોળ બજારમાં તાજેતરમાં  પ્રવાહો ઝડપથી  પલ્ટાતા જોવા મળ્યા  છે.  ઘરઆંગણે  અનાજનું ઉત્પાદન વધ્યા પછી હવે દેશમાં વિવિધ કઠોળનું  તથા વિવિધ તેલિબિંયાનું  ઉત્પાદન વધારવા  સરકાર સક્રિય બની છે.  દેશમાં હાલ  કઠોળનું  જેટલું ઉત્પાદન  થાય છે  તેની સામે  સ્થાનિકમાં  માગ વધુ  રહેતી હોવાથી દેશમાં  કઠોળની આયાત પર હજી આધાર  રાખવો પડે છે.  આવી આયાત પરનો આઘાર ઘટાડવા ઘરઆંગણે  વિવિધ  કઠોળનું  ઉત્પાદન  વધારવા તરફ  સરકાર ધ્યાન  કેન્દ્રિત  કરતી જોવા  મળી છે.  જો કે કઠોળ બજારના જાણકારોના જણાવ્યા  મુજબ દેશમાં  કઠોળની  હેકટરદીઠ  પેદાશ  (ઉપજ)  વિશ્વના  અન્ય કઠોળ ઉત્પાદક દેશોની  સરખામણીએ   નોંધપાત્ર  ઓછી રહી છે અને આવી  હેકટરદીઠ  પેદાશ જો  વધારવામાં  આવે તો ઘરઆંગણે  કઠોળના  ઉત્પાદનમાં  ખાસ્સી વૃદ્ધી  મેળવી શકાશે   અને  તેમ થશે તો  કઠોળની  આયાત પરનો  આધાર ઘટાડી  શકાશે  તથા વિદેશી  હુંડિયામણ પણ  બચાવી શકાશે એવું આ ક્ષેત્રના  તજજ્ઞાોએ  જણાવ્યું  હતું. દેશમાં  દાળ-કઠોળની  માગ   પણ તાજેતરમાં  વધી છે.  કોરોના કાળમાં  આરોગ્ય વિશે હવે  જનતા વધુ  સભાન  બની છે અને  તેના પગલે  પ્રોટીનયુક્ત દાળ તથા  કઠોળનો વપરાશ વધ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, તાજેતરમાં  મગની આયાત  વિષયક નીતિમાં  સરકાર દ્વારા  ફેરફારો  આવતાં  દાળ-કઠોળ બજારમાં ખાસ્સી  ચર્ચા જન્મી  છે. આના છાંટા    છેક મ્યાનમાર તથા પૂર્વ  આફ્રિકાના દેશો  સુધી ઉડયા છે.  કઠોળ બજારના  સૂત્રોના જણાવ્યા  મુજબ ત્યાંથી  ભારત તરફ  નિકાસ કરવા  (શિપમેન્ટ કરવા  આશરે ૪૦થી ૫૦  હજાર ટન મગનો  જથ્થો ત્યાંના  બંદરોએ  ઉભો રહ્યો છે અને  આવો જથ્થો  ભારત તરફ  નિકાસ કરવામાં  આવે ે એ પૂર્વે  જ ભારત સરકારે   આયાત નિતીમાં  ઓચિંતા  ફેરફારો  કરતા  દરિયાપારના  નિકાસકારો  તથા ભારતના  આયાતકારો  જાણે  ઉંઘતા  ઝડપાયા  હોય એવો  ઘાટ ઘડાયો છે.

સરકારના આવા  યુ ટર્નના  પગલે  વિવિધ વિવાદો  ઉભા થવાની  તથા આયાતકારોને  મોટો ફટકો પડવાની  સ્થિતિ સર્જાઈ છે. ડિફોલ્ટસ તથા લિટીગેશન્સ વિ. જેવા  મુદ્દાઓ આના  પગલે ઊભા થવાની  શક્યતા  જાણકારો બતાવી  રહ્યા હતા. કઠોળના  દરિયાપારના  સપ્લાયરો  પણ આના પગલે  ભારત પ્રત્યેનો કોન્ફીડન્સ ગુમાવે એવી   ભીતિ ઊભી   થઈ છે.  ભારતમાં આશરે  ૪૦થી ૫૦ હજાર ટન આયાતી  મગ  ટૂંકમાં  આવવાનો તખ્તો  ગોઠવાયો   હતો તેવા વખતે  સરકારના ફતવો આવી   પડયો છે   અને બજારના  ખેલાડીઓ  સ્તબ્ધ બની  ગયા હોવાનું  જાણકારોએ  જણાવ્યું હતું. સરકારી સૂત્રોના  જણાવ્યા   મુજબ ઘરઆંગણે  મગ  ઉગાડતા  ખેડૂતોના  હિતોની રક્ષા કરવા  સરકારે  આવું પગલું  ભર્યંો છે.  જો કે કઠોળના આયાતકારોના  જણાવ્યા મુજબ સરકાર ઘરઆંગણાના  ખેડૂતોની   રક્ષા  કરે એ વાત સારી  છે પરંતુ  સાથે સાથે  સરકારે વેપારીઓ તથા આયાતકારોનું પણ  ધ્યાન રાખવું  આવશ્યક છે. દરિયાપારના   નિકાસકારોએ ભારતના  આયાતકારો  પાસેથી  એડવાન્સ પેમેન્ટ  લીધું છે. વિદેશના  નિકાસકાર દેશોના વેપારીઓ તથા  નિકાસકારોએ  ત્યાંના ખેડૂતો  પાસેથી મગનો મોટો જથ્થો ભારત તરફ નિકાસ કરવા  ખરીદયો છે.  દરિયાપારના  બંદરોએ  આવો આશરે  ૧૩૦૦થી ૧૪૦૦ કન્ટેનરોનો  જથ્થો  ઊભો રહી ગયો  છે.     આવી આયાતને માર્ચના  અંત સુધી  ભારતમાં આવવાની  છૂટ  આપવાની માગણી  શરૂ થઈ છે.  કઠોળ બજારના  સૂત્રોના  જણાવ્યા મુજબ  ઘરઆંગણે  ઉત્પાદક મથકોએ  તાજેતરમાં   મગના બજાર ભાવ  ટેકાના ભાવથી  નીચા ઉતરતાં  સરકારે  આવું પગલું ભર્યું  હોવાનું જણાય છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button