Day Special

કોરોનાની પીછેહટ વચ્ચે સિમેન્ટ બજારમાં માગ વધીઃ ભાવ ધીમી ગતિએ ઉંચકાયા

કોરોનાની પીછેહટ વચ્ચે સિમેન્ટ બજારમાં માગ વધીઃ ભાવ ધીમી ગતિએ ઉંચકાયા content image a547a5fc d023 4756 bc30 57d51400e7e7 - Shakti Krupa | News About India

– ઉત્પાદન ક્ષમતાનો વપરાશ પણ વધ્યોઃ હવે ચોમાસા અગાઉના  મહિનાઓમાં બજારમાં  ચહલ પહલ વધવાની બતાવાતી શક્યતા

દેશમાં સિમેન્ટ બજારમાં માગ તથા  પૂછપરછો વધી  રહ્યાના વાવડ મળ્યા  છે. કોરોનાનો ઉપદ્રવ હળવો થતાં  તથા વિવિધ  શહેરો તથા રાજ્યોમાં  રિઓપનિંગની પ્રક્રિયા  શરૂ થતાં  બાંધકામ ક્ષેત્રે  તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફરી  ચહલપહલ  શરૂ થઈ છે  અને તેના પગલે  સિમેન્ટ  તથા આયર્ન-સ્ટીલ બજારમાં  ઉપાડ વધી  રહ્યાના  નિર્દેશો  મળ્યા છે.  ભાવ પણ ઉંચકાયા  છ.ે સિમેન્ટ  બજારના  જાણકારોના  જણાવ્યા મુજબ   જાન્યુઆરી મહિનામાં દેશમાં  સિમેન્ટના  ભાવમાં  સરેરાશ ૪થી ૫  ટકાની વૃદ્ધી  જોવા  મળી છે.  વિશેષરૂપે  દેશના  પૂર્વીય રાજ્યો તથા  દક્ષિણના  રાજ્યોમાં  આવી  ભાવ વૃદ્ધી વિશેષ જોવા મળી છે.  ૨૦૨૧ના  વિતેલા વર્ષમાં  નવેમ્બર મહિનો  સિમેન્ટ  બજારમાં ધીમી  માગનો મહિનો  રહ્યો  હતો પરંતુ  ત્યાર પછી  ડિસેમ્બર મહિનાથી  માગ તથા પૂછપરછો ફરી જોવા  મળી હતી.  જોકે ડિસેમ્બરમાં  પણ ફર્સ્ટ હાફમાં  માગ સૂસ્ત  રહી હતી  અને ત્યારબાદ તેમાં  ધીમો સુધારો જોવા મળ્યો હતો એવું  બજારના સૂત્રોએ જણાવ્યું   હતું.  દક્ષિણ  ભારતમાં  વરસાદ  લાંબો  સમય ચાલુ રહેતાં ત્યાંના બજારોમાં ઓકટોબર, નવેમ્બર તથા ડિસેમ્બરના મહિનાઓ દરમિયાન સિમેન્ટ  બજારમાં  ચહલપહલ  ધીમી રહી હતી.  પૂર્વીય  ભારતમાં ખાસ  કરીને બંગાળ  તથા બિહારમાં  સેન્ડ (રેતી)ના માઈનિંગ  પ્રશ્ને વિવાદ  સર્જાતાં  તેની અસર  આ  રાજ્યોમાં   આ ગાળામાં સિમેન્ટની માગ  પર પણ પડી હતી.  જોકે ડિસેમ્બરના સેકન્ડ હાફમાં  સિમેન્ટ  માટે  પૂછપરછો  ફરી શરૂ  થઈ હતી અને  જાન્યુઆરી મહિનામાં  માગમાં  વિશેષ  વૃદ્ધી દેખાઈ  હોવાનું  જાણકારોએ  જણાવ્યું હતું. જાન્યુઆરી પછી ફેબુ્રઆરીમાં  પણ માગ વૃદ્ધી ચાલુ રહી છે.  બજાર ભાવ  એકંદરે મક્કમ   રહ્યા છે.  બજારના આંતરપ્રવાહો  પ્રોત્સાહક બન્યા  છે તથા કોરોના કાળની  સૂસ્તી  ખંખેરાતી  જોવા મળી છે.  દેશના  દક્ષિણના  તથા પૂર્વના રાજ્યોમાં  સિમેન્ટના  ભાવમાં  ૫થી ૬ ટકાની વૃદ્ધી  દેખાઈ છે.  આની સામે  પશ્ચિમના રાજ્યો તથા ઉત્તરના રાજ્યોમાં સિમેન્ટના  ભાવમાં ૨થી ૩ ટકાની વૃદ્ધી નોંધાઈ  છે.  મધ્ય ભારતના  રાજ્યોમાં  જોકે  સિમેન્ટ ભાવ સાંકડી  વધઘટે  અથડાતા જોવા મળ્યા છે, એવું  સિમેન્ટ ઉદ્યોગના  સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, સિમેન્ટ  ઉદ્યોગમાં  ઉત્પાદન ક્ષમતાનો  વપરાશ પણ હવે વધતો જોવા  મળ્યો છે.    જાન્યુઆરીથી  માર્ચના  ત્રિમાસિક ગાળામાં દેશમાં   સિમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન  ક્ષમતાના  વપરાશની  ટકાવારી  વધી ૭૦થી ૭૫  ટકા સુધી  પહોંચવાની ગણતરી   જાણકારો બતાવી રહ્યા છે.  આ પૂર્વે  ક્ષમતાના   વપરાશની   આવી ટકાવારી   ઓછી રહી હતી કારણ કે  માગ ધીમી  હતી. હવે માગ ફરી  વધતાં ઉત્પાદન  ક્ષમતાનો   વપરાશ   પણ વધતો  જોવા મળ્યો છે. ભાવ પણ  ઉંચકાયા છે. દેશમાં  ઉત્તર  પ્રદેશ સહિતના   વિવિધ  રાજ્યોમાં હાલ  ચૂંટણીનો  માહોલ  રહ્યો છે અને આ  રાજ્યમાં ચૂંટણીઓ  પતી ગયા પછી  સિમેન્ટની માગ વધુ ઉંચી જવાની  શક્યતા જાણકારો  બતાવી રહ્યા છે.   પૂર્વ ભારતમાં  સિમેન્ટના  ભાવ જે ા પૂર્વે  જેટલા ઘટયા  હતા એ  ઘટાડા પૈકી  આશરે  ૫૦ ટકાનો  ભાવ ઘટાડો  બજારે રિકવર કરી  લીધો છે.  ભાવ હજી વધુ વધશે તો  આવો ઘટાડો  ટૂંકમાં  ૧૦૦ ટકા  રિકવર થઈ  જવાની  શક્યતા  બજારના જાણકારો બતાવી  રહ્યા છે.  જાન્યુઆરી મધ્યથી ગણતાં  પશ્ચિમ બંગાળમાં  સિમેન્ટના ભાવ ગુણીદીઠ  રૂ.૩૦થી ૪૦ વધ્યા છે. જ્યારે આ ગાળામાં  ઓરિસ્સા તરફ ભાવ ગુણીએ  રૂ.૧૫થી ૨૦  ઉંચકાયા  છે.  સાઉથમાં  આ ગાળામાં  સિમેન્ટના  ભાવ ગુણીદીઠ  રૂ.૧૫થી ૨૦  વધ્યા છે  જ્યારે  કેરળમાં  રૂ.૩૦થી  ૪૦નો ભાવ ઉછાળો  આ ગાળામાં દેખાયો  છે. સિમેન્ટ ઉત્પાદનમાં   કોલસાનો   વપરાશ વિશેષ  થાય છે  તથા કોલસાના ભાવ  ઉંચા જતાં  ઉત્પાદન  ખર્ચમાં  પણ વૃદ્ધી  થઈ  છે.   જાન્યુઆરીમાં  આયાતી  કોલસાના ભાવ   આશરે ૮થી ૯ ટકા વધ્યા  છે. તથા  ભાવ વધી ટનના  ૧૬૦થી ૧૬૧  ડોલરની સપાટીને આંબી ગયા  છે.  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ ઉછળી ૭ વર્ષની  ટોચે પહોંચતા  તથા  બેરલના ભાવ  વધી  ૯૬ ડોલર વટાવી  જતાં તેની  તેજીની   હૂંફ પણ કોલસા  બજારને મળતી  થઈ છે.  ઉત્પાદન  ખર્ચ વધતાં  સિમેન્ટ  ઉત્પાદકોનું માર્જિન  દબાણ હેઠળ આવ્યું છે.   હવે ભાવ  જો કે  વધવા માંડયા છે પરંતુ  વધ્યા ભાવોએ  માગ જળવાઈ  રહે છે કે નહિં તેના પર  બજારના ખેલાડીઓની  નજર  રહી છે.  દેશમાં  જૂન મહિનાથી   ફરી ચોમાસું  શરૂ થશ ે અને ચોમાસાની   આગાહી સારી  થઈ છે.  ચોમાસામાં  સિમેન્ટનો ઉપાડ ઘટી  જતો હોય છે એ  જોતાં હવે  ફેબુ્રઆરી  પછી માર્ચ, એપ્રિલ તથા મે મહિનામાં બજારમાં માગ વૃદ્ધી  જળવાઈ  રહેવાની આશા જાણકારો  બતાવી  રહ્યા  છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button