કોર્પોરેટ ક્ષેત્રે યુવતીઓ અબજોનો વહિવટ કરે છે
– આવતીકાલે મહિલા દિવસઃ બિઝનેસ ક્ષેત્રે અને કોર્પોરેટ જગતમાં મહિલાઓ ટોપ પર પહોંચી છે…
– અશકયને શક્ય બનાવવાની ક્ષમતા મહિલાઓમાં હોય છે. ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓએ નવા શિખરોે સર કર્યા છે. યુનિકોર્ન જેવા પડકાર ઉભો કરતા ક્ષેત્રોમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે..
– ભારતના કોર્પોરેટ ક્ષેત્રે પાંચ વુમન લીડર્સ પર નજર કરીયે તો તેમાં આરતી સુબ્રમણ્યમ, રોશની નાદર મલ્હોત્રા, રેનુકા રામનાથ, ઇન્દ્રપિત સાહની અને રીજુ વસિષ્ઠનો સમાવેશ થાય છે
ભારતની TOP 10 મહિલા ઉદ્યોગ સાહસિકો
રોજરોજના અહેવાલો અને મહિલા ઉદ્યોગ સાહસિકોની ધગશને નજરમાં રાખીને અહીં ટોપ-૧૦ની યાદી બનાવી છે
આવતી કાલે મહિલા દિવસ. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓ હવે મોટા પાયે જોવા મળે છે. એક સમય હતો કે મહિલાઓ પોતાના ફેમિલી બિઝનેસમાં જોવા મળતી હતી પરંતુ મહિલા ઉદ્યોગ સાહિસકોની યાદી જોઇએ તો ખ્યાલ આવે કે આ લોકોએ ઉદ્યોગોનો અનેક ક્ષેત્રે સફળતા મેળવી છે. દેશમાં નાણાપ્રધાન તરીકે નિર્મલા સીતારામન છે જે અવારનવાર મહિલા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપતા નજરે પડે છે.
અશકયને શક્ય બનાવવાની ક્ષમતા મહિલાઓમાં હોય છે. ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓએ નવા શિખરોે સર કર્યા છે. યુનિકોર્ન જેવા પડકાર ઉભો કરતા ક્ષેત્રોમાં પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે. તેમની આસપાસની મુશ્કેલીઓનો તે સામનો કરે છે અને તેમાંથી નવું શીખે છે.
મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપીને બિઝનેસની એબીસીડી શીખવાડતી સંસ્થાઓએ પણ ચમત્કાર કર્યો છે. ટોચની મેનેજમેન્ટ ઇન્સટીટયુટ મહિલાઓને બિઝનેસમાં ઝૂકાવવા તૈયાર કરે છે. આવા કોર્સીસ મહિલાઓમાં રહેલી લીડરશીપની કુદરતી ક્વોલિટીને બહાર લાવવા પ્રયાસ કરે છે.
વર્તમાન કોર્પેારેટ દુનિયાનો માહોલ જોતાં મહિલાઓ બિઝનેસ ક્ષેત્રે ઝડપભેર આગળ આવી રહી છે. મહિલા જૂથોની હરણ ફાળ પર નજર કરીયે તો માત્ર મહિલાઓ દ્વારા શરૂ કરેલ અને મહિલાઓના ઉત્કર્ષના હેતુ સાથે ચાલતા લિજ્જત પાપડ ઉદ્યોગની સિધ્ધિઓને નજરમાં રાખીને ઉધ્યોગ સાહસિક મહિલાઓએ આગળ વધવું જોઇએ.
આ મહિલાઓ પોતાના આપબળે આગળ વધી છે અને સ્પર્ધામાં સામેવાળા ને હંફાવી શકી છે. બિઝનેસમાં સફળ થવા માટે કોઇ જાદુઇ લાકડી નથી હોતી પણ માત્ર મહેનત અને આયોજન જ રંગ લાવી શકે છે.
બિઝનેસ ક્ષેત્ર એવા છે કે જ્યાં મહિલાઓની એન્ટ્રી ભાગ્યેજ નજરે પડતી હતી ત્યાં આજે મહિલાઓ સ્વતંત્ર રીતે બિઝનેસ કરે છે.
નવા યુનિકોર્ન ક્ષેત્રે મહિલાઓના આઇડયા જોવા મળે છે. જેમકે નાઇકા કોસ્મેટિકસના ફાલ્ગુની નાયરનો આઇપીઓ એવો છલકાયો કે તે રાતોરાત સૌથી વધુ પૈસાદાર મહિલાઓની યાદીમાં આવી ગયા હતા.
આવતીકાલે મહિલા દિનને અનુલક્ષીને અહીં આપવામાં આવેલો આ પીસ પાછળનું કારણ એ છે કે મહિલાઓ આ વાંચીને બિઝનેસ કરવા કે નેતૃત્વ કરવા માટે આગળ વધે.
ભારતના કોર્પોરેટ ક્ષેત્રે પાંચ વુમન લીડર્સ પર નજર કરીયે તો તેમાં આરતી સુબ્રમણ્યમ, રોશની નાદર મલ્હોત્રા, રેનુકા રામનાથ, ઇન્દ્રપિત સાહની અને રીજુ વસિષ્ઠનો સમાવેશ થાય છે. ટાટા સન્સના ચિફ ડિજીટલ ઓફિસર તરીકે આરતી સુબ્રમણ્યમ છે. તેમને ૨૮ વર્ષનો અનુભવ છે. દેશની નામાંકિત આઇટી કંપની એચસીએલના ચેર પર્સન તરીકે રોશની નાદર છે. તે એચસીએલના ફાઉન્ડર શિવનાદરની પુત્રી છે. ફોર્બ્સ મેગેઝીનની ૧૦૦ મોસ્ટ પાવરફુલ મહિલાઓની યાદીમાં તેમનો નંબર ૫૪મો આવે છે.
રેણુકા રામનાથ દેશમાં એક પ્રથમ એવા મહિલા છે કે જે સ્વતંત્ર રીતે પોતાનું બિઝનેસ પ્લેટફોર્મ ઉભું કરીને એક અબજ ડોલરની સંપત્તિ ઉભી કરી હતી. તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ, ઇન્ટરનેટ વેન્ચર્સ સહિતના વિવિધ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું.
ઇન્દ્રપિત સાહની ઇન્ફોસિસના ચીફ કોમ્લાયન્સ ઓફિસર છે. કંપનીની લીગલ બાબતો સાથેનું ડીલીંગ તે કરે છે. રીજ્જુ વસિષ્ઠ ગ્લોબલ ટ્રાન્સફોર્મેશન સર્વિસના વડા છે.
ભારતની ટોપ-૧૦ બિઝનેસ વુમનમાં ઝીયા મોદી મોખરે આવે છે. તે કોર્પોરેટ ક્ષેત્રની જાણીતા વકિલ છે. તાજેતરના કોર્ર્પોરેટ કંપનીઓની વિવાદોમાં તે સલાહકાર હતા અને એરટેલ તેમજ ટેલિનેાર વચ્ચેના વિવાદમાં પણ તે વકીલ તરીકે હતા. તેમની કંપની અનેક કોર્પોરેટ કંપનીના લીગલ એડવાઇઝર છે.
કિરણ મજમૂદાર શો સૌથી સફળ મહિલા ઉધ્યોગપતિની યાદીમાં આવે છે. ૧૯૭૮માં તેમણેે ઉભી કરેલી ફાર્માસ્યુટીકલ કંપની બાયોકોન આજે ટોપની કંપનીમાં આવે છે. તે ક્યારેય બિઝનેસ કરવા નહોતા માંગતા પરંતુ આજે સફળ લોકોની યાદીમાં આવે છે. દેશની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એપોલો હોસ્પિટલોનો વહિવટ કરતાં સુનિતા રેડ્ડીએ હજુ હાલમાંજ ફોર્ટીસ હેલ્થકેરને હસ્તગત કરી છે.
જનરલ ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મનેજીંગ ડીરેક્ટર ઓલાઇસ જી. વૈધ્યનના નેતૃત્વ હેઠળ કંપનીએ અનેક સિધ્ધિઓ મેળવી છે. ટ્રેક્ટર અને ફાર્મ ઇક્વિપમેન્ટ માં ડિલીંગ કરતી ટાફે નામનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મલ્લિકા શ્રીનિવાસન ટ્રેક્ટર ક્ષેત્રે સૌથી મોટી ત્રીજા નંબરની કંપની બની છે. સ્ટડાન્ડર્ટ ચાર્ટર્ડ બેંકના સીઇઓ બનતા પહેલાં બે દાયકા સુધી આઇસીઆઇસીઆઇ બેંકમાં ફરજ બજાવનાર ઝરીન દારૂવાલા બેસ્ટ બેંકર્સની યાદીમાં આવ્યા છે. બંેક ઓફ અમેરિકા અને મેરિ લીંચ જેવી બેંકો ભારતમાં મજબૂતાઇથી પ્રવેશી તેની પાછળનું બ્રેન કાકુ નાખ્તે છે.કેટલાક કંપનીઓના મર્જર પાછળ પણ તેમનો સફળ પ્લાનીંગ જોવા મળ્યું હતું. શોભના ભરતીયા હિન્દુસ્તાન ટાઇમ્સના એડીટોરીયલ મેનેજમેન્ટને સંભાળી રહ્યા છે. રેનુકા રામનાથ દેશના પ્રથમ એવા મહિલા છે કે જેણે સ્વતંત્ર ઇક્વિટી પ્લેટફોેર્મ ઉભું કર્યું હતું. એક્સિસ બેંકના શીખા શર્મા પણ બેંકિંગ ક્ષેત્રે સફળતા મેળવી શક્યા છે.
સૌથી નાની ઉંંમરની(માત્ર-૧૦ વર્ષ) ઉદ્યોગ સાહસિક
જ્યારે ઉધ્યોગ માટે પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે સૌથી નાની વયે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનાર શ્રીલક્ષ્મી સુરેશને યાદ રાખવી જોઇએ. વર્ષ ૨૦૨૦માં તે સૌથી નાની વયની સીઇઓ અને વેબ ડિઝાઇનર બની હતી. તે માત્ર ૮ વર્ષની હતી ત્યારે પોતાની સ્કુલની ઓફિશ્યલ વેબસાઇટ તૈયાર કરી આપી હતી. કોઝીકોડમાં મધ્યમ વર્ગને ત્યાં જન્મેલી શ્રીલક્ષ્મીના પિતા સુરોશ મેનન કેલીકટ બાર કાઉન્સીલમાં એડવોકેટ હતા.૧૦ વર્ષે તેણે ીઘીજૈયહ નામની વેબ ડિઝાઇનીંગ કંપની બનાવી હતી. કેરળના કોઝીકોડ ખાતે રહેતી શ્રીલક્ષ્મીને અનેક ઇન્ટરનેશલ અવોર્ડ મળ્યા છે. ભારતની નામાંકિત ૧૦૦ જેટલી સંસ્થાઓની વેબસાઇટ તેણે તૈયાર કરી છે. તે ત્રણ વર્ષની ઉંમરે કોમ્પ્યુટર ઓપરેટ કરતા શીખી ગઇ હતી. ચાર વર્ષની ઉંમરથી તે ઓનલાઇન ડિઝાઇન બનાવતી હતી. ૬ વર્ષની ઉંમરથી તે વેબસાઇટ બનાવતી હતી.
૧૦ વર્ષે કંપની શરૂ કરનાર શ્રીલક્ષ્મીએ હવે ટાઇની લોગો નામની બીજી કંપની શરૂ કરી છે. તેણે બિઝનેસ મેનેજમેન્ટ કર્યું છે.