Day Special

કોલસાનું ઉત્પાદન વધતાં આયાતમાં ઘટાડોઃ હવે નિકાસ માટે ગોઠવાતો તખ્તો

કોલસાનું ઉત્પાદન વધતાં આયાતમાં ઘટાડોઃ હવે નિકાસ માટે ગોઠવાતો તખ્તો content image 1f9156ee 37fe 4332 9501 0b420021c28d - Shakti Krupa | News About India

– ઘરઆંગણે હજી સંતોષજનક સપ્લાયની સ્થિતિ આવતાં ૭થી ૮ મહિના નિકળી જશે એવી બતાવાતી શક્યતા

વિશ્વ બજારમાં  વિવિધ ઉર્જાસ્ત્રોત ધરાવતી કોમોડિટીઝના ભાવ  તાજેતરમાં  ઉંચા  જતા જોવા  મળ્યા છે.  ક્રૂડતેલના  ભાવ ઉછળી સાત વર્ષની  ટોચે પહોંચતાં કોલસા સહિતની  વિવિધ કોમોડિટીઝના ભાવ ઉંચકાયાના  નિર્દેશો મળ્યા  હતા. દરમિયાન ઘરઆંગણે  પણ તાજેતરમાં  કોલસા બજાર તથા ઉદ્યોગમાં  પરિવર્તનનો પવન ફૂંકાતો   જોવા મળ્યો છે.   ભારતથી કોલસાની ડાયરેકટ નિકાસ  પણ શરૂ થઈ રહ્યાના  નિર્દેશો મળ્યાછે.  દેશમાં કોલસાનું  ઉત્પાદન વધ્યું   છે. તાજેતરમાં  મળેલા આંકડા મુજબ  ઘરઆંગણે  કોલસાનું ઉત્પાદન  જાન્યુઆરી મહિનામાં  આશરે ૬થી ૭  ટકા વધ્યું છે તથા  આવું ઉત્પાદન  વધી ૬૪૪થી ૬૪૫  લાખ ટન થયાના વાવડ મલ્યા છે. 

પાછલા વર્ષે  ૨૦૨૧માં  જાન્યુઆરીમાં દેશમાં કોલસાનું ઉત્પાદન  ૬૦૩થી  ૬૦૪ લાખ ટન  આસપાસ  થયું હતું.   વર્તમાન  નાણાંવર્ષ ૨૦૨૧-૨૨માં  એપ્રિલથી  જાન્યુઆરીના  દસ મહિનાના ગાળામાં દેશમાં  કોલસાનું  ઉત્પાદન  વધી ૪૭૮૦થી  ૪૭૮૧ લાખ ટન આસપાસ થયું  છે જે  પાછલા નાણાં વર્ષે ૨૦૨૦-૨૧માં આ ગાળામાં  ૪૫૩૧થી ૪૫૩૨  લાખ ટન થયું હતું.  આ દસ મહિનાના ગાળામાં  દેશના  પાવર ઉત્પાદક  વિજ-પ્લાન્ટોને  કોલસાનો  પુરવઠો આશરે   ૪૪૧૩થી ૪૪૧૪ લાખ  ટન જેટલો  પૂરો પાડવામાં  આવ્યો  હોવાનું કોલસા ઉદ્યોગના  સૂત્રોએ  જણાવ્યું  હતું. વિજ ઉત્પાદકોને  પાછલા વર્ષના  આ ગાળામાં  આવો પુરવઠો  ૩૫૮૧થી  ૩૫૮૨ લાખ  ટન જેટલો પુરો પાડવામાં  આવ્યો હતો.   એકંદરે તાજેતરમાં  કોલસાની  સપ્લાય વધી  હોવાના  સંકેતો  મળ્યા છે.  ૨૦૨૧ના  પાછલા  વર્ષમાં  દેશમાં  ચોમાસું  એનિયમિત  તથા લાંબું  ચાલ્યું હતું અને  તેના પગલે  ઘરઆંગણે  કોલસાના  ઉત્પાદન સામે   વિધ્નો પણ ઊભા  થયા હતા  છતાં  દેશમાં  એકંદરે  કોલસાના  ઉત્પાદનમાં  વૃદ્ધી થતા વિજ ઉત્પાદક  પાવર  પ્લાન્ટોમાં   રાહતની લાગણી સર્જાઈ  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, ઘરઆંગણે  કોલસાનું  ઉત્પાદન વધ્યું  છે સામે  દેશમાં  કોકીંગ  કોલ (કોલસો)ની  આયાત એપ્રિલ ૨૦૨૧થી જાન્યુઆરી  ૨૦૨૨ના ગાળામાં આશરે  ૪૦૯થી ૪૧૦  લાખ ટન જેટલી  થઈ છે.  પાછલા વર્ષની  સરખામણીએ આવી આયાતમાં  ૫થી ૬ ટકાનો ઘટાડો થયો છે.જાન્યુઆરીમાં આવી આયાત ૩૭થી ૩૮ લાખ ટન થઈ હતી.  ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન  વધ્યું છે તથા  આયાતમાં   ઘટાડો  થયો છે  ત્યારે  દેશમાંથી  પાડોશી  રાષ્ટ્રો તરફ  કોલસાની ડાયરેકટ  નિકાસ કરવાનો તખ્તો પણ તાજેતરમાં  ગોઠવાયાના  વાવડ મળ્યા   છે. કોલ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા  મુજબ  ભારતથી  કોલસાની  ડાયરેકટ  નિકાસ પ્રથમ  તબક્કે બંગલાદેશ તરફ  થવાની  શક્યતા છે.  બંગલાદેશ ઉપરાંત નેપાળ,  ભુતાન વિ.  દેશો તરફ પણ કોલસાની  નિકાસ કરવામાં  આવનાર છે.  જોકે આવી નિકાસ તાત્કાલિક  થશે નહિં અને  આવી નિકાસ કદાચ ચાલુ  વર્ષના અંતભાગમાં  શરૂ થવાની  ગણતરી  કોલસા ઉદ્યોગના   સૂત્રો બતાવી રહ્યા છે. જોકે ઘરઆંગણાની માગનો પુરવઠો  જળવાઈ રહે એ બાબતનું  લક્ષ રાખીને  પછી જ  કોલસાની  નિકાસ તરફ  લક્ષ  આપવામાં આવશે  એવી ગણતરી  બજારમાં  બતાવાઈ રહી  છે. દેશમાં  કોલસાનું  જે કુલ ઉત્પાદન થાય  છે એ પૈકી  પ્રથમ  તબક્કે  આશરે ૩ ટકા  કોલસાની  નિકાસ  કરવાનો  ટાર્ગેટ  હાલ વિચારાધીન રહ્યો  છે. પાડોસી દેશો સાથે વ્યુહાત્મક  સંબંધો  વિકસાવવા પણ આ  દિશામાં  પહેલ કરાઈ રહી હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું  હતું.

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ  ઈન્ડોનેશિયાનો કોલસો  વિશ્વ બજારમાં  ઓછા ઓવતો થતા તથા  સામે કોલસાની માગ યુરોપના  દેશો તરફથી  વધતાં  તાજેતરમાં  વિશ્વબજારમાં  કોલસાના  ભાવ ઉંચા જતા જોવા મળ્યા  હતા.  રશિયા  તથા યુક્રેન  વચ્ચેના  વિવાદની  અસર પણ  વિશ્વ બજાર પર  જોવા મળી હતી. ભારતમાં  કોલસાની  સર્જાયેલી  તીવ્ર અછત જોકે તાજેતરમાં  હળવી  થઈ છે  પરંતુ પુરવઠાની  સંતોષજનક  સ્થિતિ  હજી ઓકટોબર મહિના  ૨૦૨૨ સુધી આવવાની શક્યતા   ઓછી બતાવાઈ  રહી છે.  આ જોતાં  દેશમાંથી  કોલસાની નિકાસ ઓકટોબર પછી કદાચ  શરૂ થઈ  શકશે એવું જાણકારો જણાવી રહ્યા છે. દેશમાં  કોલસાનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી આશરે   ૮૦ ટકા  ઉત્પાદન કોલ ઈન્ડિયા દ્વારા થાય  છે. તથા  ૨૦૨૪ સુધીમાં  કોલસાનું  ઉત્પાદન  વધારી  એક અબજ ટન  સુધી  લઈ જવાનો ટારગેટ બનાવવામાં  આવ્યો છે.  કોલસાના  ઉત્પાદન, વપરાશ તથા  આયાતમાં  વૈશ્વિક સ્તરે  ભારત બીજા ક્રમાંકે  આવે  છે. આ પૂર્વે ઈ-ઓકશનમાં  ખરીદવામાં આવેલો  કોલસો ઘરઆંગણાના બાયરોને નિકાસ કરવાની છૂટ આપવામાં આવી હતી.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button