Day Special

ક્રિપ્ટોકરન્સી બાદ NFT દ્વારા મની લોન્ડરિંગ સરકાર માટે ચિંતાનો વિષય

ક્રિપ્ટોકરન્સી બાદ NFT દ્વારા મની લોન્ડરિંગ સરકાર માટે ચિંતાનો વિષય content image 9632b72d 54ee 478d b627 81885a371887 - Shakti Krupa | News About India

– ચોથા ક્વાર્ટરમાં લગભગ ૨,૮૪,૦૦૦ ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત એડ્રેસથી એનએફટી માર્કેટપ્લેસને મોકલવામાં આવી

– એનએફટી માર્કેટપ્લેસમાં ‘વોશ ટ્રેડિંગ’થી ડિજિટલ એસેટ્સનું મૂલ્ય કૃત્રિમ રીતે વધારવામાં આવતુ હોવાની ઘટનાઓ સામે આવી

ક્રિપ્ટોકરન્સીની સાથે સાથે નોન- ફંગિબલ ટોકન (એનએફટી) સરકારે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ કે મની લોન્ડરિંગ અને હવાલા-આધારિત વ્યવહારો માટે આતંદવાદી જૂથો અને અપરાધીઓ દ્વારા એનએફટીનો દૂરોપયોગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએફટીના ખરીદ-વેચાણથી મની લોન્ડરિંગ વધી રહ્યુ છે.

બ્લોકચેઇન ડેટા પ્લેટફોર્મ ચેઈનલિસિસના અહેવાલ મુજબ, તેમને એનએફટી માર્કેટપ્લેસ ખાતે કામકાજનો એક નાનો ભાગ ઝડપથી વધી રહ્યો છે જે મની લોન્ડરિંગને આભારી હોઈ શકે છે. અલબત્ત સ્થાવર કલાકૃતિઓમાં મની લોન્ડરિંગનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે.

એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧ના ત્રીજા ક્વાર્ટરમાં એનએફટી માર્કેટપ્લેસને અજાણ્યા કે ગેરકાયદેસરના એડ્રેસ દ્વારા મોકલવામાં આવેલું મૂલ્ય નોંધપાત્ર રીતે વધીને ૧૦ લાખ ડોલરની ક્રિપ્ટોકરન્સીને વટાવી ગયું. ચોથા ક્વાર્ટરમાં આ આંકડો ફરી વધીને ૧૪ લાખ ડોલરે પહોંચી ગયો. બંને ત્રિમાસિકમાં મોટાભાગની આ ગતિવિધિઓ કૌભાંડ-સંબંધિત એડ્રેસથી સંલગ્ન છે જેઓ ખરીદી કરવા માટે એનએફટી માર્કેટપ્લેસમાં ભંડોળ મોકલે છે,’ અહેવાલમાં જણાવાયું હતું. 

સંશોધકોએ જણાવ્યું કે, ‘સૌથી ચિંતાજનક વાત એ છે કે, ચોથા ક્વાર્ટરમાં અમે લગભગ ૨,૮૪,૦૦૦ ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત એડ્રેસથી એનએફટી માર્કેટપ્લેસને મોકલવામાં આવી હોવાનું નોંધ્યુ છે.’

વર્ષ ૨૦૨૧માં એનએફટીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. ચેઇનલિસિસે ઇઆરસી-૭૨૧ અને ઇઆરસી-૧૧૫૫ કોન્ટ્રાક્ટ્સને મોકલેલ ઓછામાં ઓછી ૪૪.૨ અબજ ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ટ્રેક કરી હતી. 

કેટલાંક એનએફટીમાં વોશ ટ્રેડિંગ થઇ રહ્યુ છે. ‘વોશ ટ્રેડિંગ’ એટલે એક ટ્રાન્ઝેક્શન ચલાવવું જેમાં  વિક્રેતા કોઇ સંપત્તિનું મૂલ્ય અને તરલતાનું કૃત્રિમ દ્રશ્ય સર્જવા માટે ટ્રેડિંગની બંને બાજુએ હોય છે. એનએફટી માટે વોશ ટ્રેડિંગ એ બીજો ચિંતાનો વિષય છે. 

બ્લોકચેઇન એનાલિસિસનો ઉપયોગ કરીને સંશોધકોએ ૨૬૨ યુઝર્સને ઓળખી કાઢયા જેમણે ૨૫થી વધુ વખત સેલ્ફ-ફાઇનાન્સ્ડ એડ્રેસ પર એનએફટી વેચ્યું છે. ૧૧૦ પ્રોફિટેબલ વોશ ટ્રેડર્સે આ પ્રવૃત્તિમાંથી સામૂહિક રીતે લગભગ ૮૯ લાખ ડોલરનો નફો મેળવ્યો છે, જે ૧૫૨ અનપ્રોફિટેબલ વોશ ટ્રેડર્સ દ્વારા કરાયેલા ૪,૧૬,૯૮૪ ડોલરના નુકસાન કરતા ઓછું છે. તેનાથી પણ ખરાબ બાબત એ છે કે, ૮૯ લાખ ડોલર મોટાભાગે એવા અસંદિગ્ધ/અનપેક્ષિત ખરીદદારોને મળ્યા છે જેઓ માને છે કે તેઓ જે એનએફટી વેચી રહ્યાં છે તે મૂલ્ય વધારી રહ્યુ છે અને તેની ખરીદી એક સંગ્રહકર્તાએ કરી છે. 

ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા છેલ્લા એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા રૂ. ૪,૦૦૦ કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદી કૃત્યો અને આતંકવાદી સંગઠનો દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે ડાર્ક વેબ પર ડિજિટલ કરન્સીના દુરુપયોગ તેમજ મની લોન્ડરિંગ અને હવાલા આધારિત વ્યવહારો – રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર હોવા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

નોન- ફંગિબલ ટોકન (NFT) શું છે?

NFT એટલે કે નોન-ફંગિબલ ટોકન એ બ્લોકચેઇન નેટવર્કમાં એક યુનિક ડિજિટલ લોકર કે એસેટ્સ છે. તેનું મૂલ્ય કોઇ વ્યક્તિ તેની ચૂકવણી માટે કેટલી ઓફર કરે છે અને તેની માંગ કેટલી છે તેના પર આધાર રાખે છે. તમે કોઈપણને એનએફટીમાં કન્વર્ટ કરીને ફોટાઓ, રમતો, વિડિયો, ટ્વીટ્સનું વેચાણ કરી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે આ ડિજિટલ એસેટ્સનું માત્ર ક્રિપ્ટોકરન્સીથી જ ખરીદ-વેચાણ થાય છે. એનએફટી એક યુનિક કે અદ્વીતીય આઇડી-કોડ છે, તેથી બે એનએફટી ક્યારેય એકબીજા સાથે મેળ ખાતાં નથી હોતા કે તેના ડુપ્લિકેટ બનાવી શકાતા નથી. જ્યારે તમે કોઇ એનએફટી નો અધિકાર ધરાવો છો ત્યારે તમે તે ડિજિટલ એસેટ્સના એક માત્ર માલિક હોવ છો.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button