Day Special

ખેતી બેન્કના બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના મૂકાઈ

ખેતી બેન્કના બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના મૂકાઈ content image 807c71e3 4091 4670 97e6 e00e6a8cb598 - Shakti Krupa | News About India– એન્ટેના : વિવેક મહેતા

સમાધાનની રકમના ૨૫ ટકા પહેલા ભર્યા પછી છ-છ માસના હપ્તામાં બાકીની રકમ ચૂકવવાની છૂટ અપાઈઃ બૅન્કની એન.પી.એ. રૂ. ૫૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજઃ ડિફોલ્ટર્સને રૂ. ૧૫૦ કરોડની રાહત મળવાની સંભાવના

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક એટલે કે ખેતી બૅન્કના અંદાજે ૫૦,૦૦૦ જેટલા બાકીદારોને વ્યાજ અને પેનલ્ટીના મોટા બોજ વિના તેમના બાકી નાણાં પરત ચૂકવવા માટેની વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમની ગુજરાત સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગે મંજૂરી આપી છે. આ યોજના જાહેર કરીને ખેતી બૅન્કે તેની રૂ. ૫૦૦ કરોડથી વધુ બાકી રકમમાંથી મહત્તમ રકમની રિકવરી મેળવવાનું આયોજન કર્યું છે. વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને કારણે ખેડૂતોને અંદાજે રૂ. ૧૫૦ કરોડની રાહત મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. બીજી ફેબ્રુઆરી ૨૦૨૨થી વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો અમલ ચાલુ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ નાણાં પરત ચૂકવવા માટેની અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૩૧મી માર્ચ ૨૦૨૩ની રાખવામાં આવી છે. કેન્દ્રમાં સહકાર ખાતું અમિત શાહને સોંપવામાં આવ્યું ત્યારથી ખેડૂતોની વિશેષ સંભાળ લઈને તેના માધ્યમથી ભાજપના સમર્થકોની સંખ્યા વધારવાની કવાયત કરવામાં આવી રહી છે. આ કવાયત પણ તેનો જ એક હિસ્સો છે.

૩૦મી જૂન ૨૦૧૫ની સ્થિતિએ થયેલા ડિફોલ્ટર્સ ખાતાઓના ખાતેદારો માટે વન ટાઈમ સેટલમેન્ટની આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂ. ૫ લાખ સુધીના બાકીદારોએ સેટલમેન્ટ કરતી વખતે બાકી રકમના ૨૫ ટકા નાણાં જમા કરાવવા પડશે. ત્યારબાદ બચતી રકમ છ-છ મહિનાના બે હપ્તામાં ચૂકવી દેવાની રહેશે. રૂપિયા ૫ લાખથી વધુ અને ૧૦ લાખથી ઓછી રકમના બાકીદારોએ પણ સમાધાનની રકમના ૨૫ ટકા રકમ પહેલા જમા કરાવવાની રહેશે. બાકીની રકમ છ છ માસના ચાર હપ્તામાં જમા કરાવવાની રહેશે. આ જ રીતે ૧૦ લાખથી વધુ રકમના બાકીદારોને પણ સમાધાનની જે રકમ નક્કી થાય તેના ૨૫ ટકા રકમ પહેલા જ ભરવાની આવશે. ત્યારબાદની બાકી રકમ છ છ માસના છ હપ્તામાં એટલે કે ૩૬ મહિનામાં ચૂકવી આપવાની રહેશે. આ સમાધાનની રકમ અને ચૂકવણીના ગાળામાં વ્યાજ ચૂકવવાનું થશે કે કેમ તેની સ્પષ્ટતા હાલ તુરંત તો થયેલી જણાતી નથી. છતાં બાકીદારનું લેબલ લાગ્યું હોય તેવા ખેડૂતોને માથે ચોંટેલી કાળી ટીલી ભૂંસવાનો ભાજપ સરકારે એક વધુ અવસર આપ્યો છે અને સહકાર ક્ષેત્રમાં ધિરાણ મેળવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

ખેતી બેન્કમાં ભૂતકાળમાં ૧૫થી ૧૮ ટકા વ્યાજથી ધિરાણ કરવામાં આવેલા હતા. આ ગાળામાં વ્યાજના દર ખાસ્સા ઊંચા રહેતા હતા. તેથી તે વ્યાજ સાથે ચૂકવવાનું ભારણ પણ મોટું રહેતું હતું. પાક નિષ્ફળ જાય તો સાધન માટેની લોનના નાણાં  ચૂકવવા કઠીન બની જતા હતા. આમ  ધીરાણના નાણાં કુદરતી આપત્તિ કે અન્ય કારણોસર ખેડૂતો ભરપાઈ કરી શક્યા નહોતા. તેમની આ બાકી રકમમાં ચડત વ્યાજ અને દંડનીય વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો સાદા વ્યાજ સાથે આ નાણાં ચૂકવવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી ફેબુ્રઆરી ૨૦૨૨થી આ નવી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકાશે.

કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના કરી રહેલા પ્રયાસના ભાગરૂપે જ રાજ્યના ૫૦,૦૦૦ જેટલા ખેડૂતોની હાલાકી ઓછી કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું ભાજપ સરકારે જાહેર કર્યું હતું. ખેડૂતોની આવક વધી જ છે. જોકે આ યોજનાની મંજૂરી મેળવવા માટે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રયાસો ચાલતા હતા. બીજી ફેબ્રુઆરીએ તેને મંજૂરી મળી છે. ખેતી બૅન્કના નવા ચૅરમૅન ડૉલર કોટેચાએ સહકાર સેલના વડા બિપીન પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના સહયોગથી વન ટાઈમ સેટલમેન્ટ યોજનાને મંજૂર કરાવવામાં સફળતા મેળવી હતી. 

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button