ચોક્કસ માળખું ન ગોઠવાતા NMP યોજનાનું લક્ષ્યાંક પણ ચૂકી જવાશે
ડિસઇન્વેસ્ટમેન્ટ બાદ કેન્દ્ર સરકાર મહત્વાકાંક્ષી રૂ. ૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઈપલાઈન (શસ્ઁ) યોજના ચાલુ નાણાકીય વર્ષ અને આગામી નાણાકીય વર્ષમાં વાર્ષિક લક્ષ્યાંક ચૂકી શકે છે. આ અંશતઃ રેલવેના મોટા પાયાના માળખાને મુદ્રીકરણ કરવા માટે લાગેલા લાંબા સમયને કારણે છે.
રેલવે મુદ્રીકરણનો મોટો ભાગ ૨૦૨૪ના નાણાંવર્ષથી શરૂ થશે કારણ કે સ્ટેડિયમ અને સમર્પિત ફેટ કોરિડોર જેવા કેટલાક ઇન્ફ્રાસ્ટ્રકચરને લીઝ પર આપવાનું કામ ટૂંક સમયમાં પૂરણ થવાનું નથી. રેલ ઇન્ફ્રા એનએમપી યોજનામાં બીજા નંબરનું સૌથી મોટું યોગદાન આપનાર હોવાનું માનવામાં આવે છે, જેમાં આશરે રૂ. ૧.૫૨ લાખ કરોડની સંપત્તિનું મુદ્રીકરણ કરવામાં આવશે. રેલ મંત્રાલય સ્ટેશનોના પુનઃવિકાસ ઉપરાંત, તેમનું મોટાભાગનું મુદ્રીકરણ ૨૦૨૪ના નાણાં વર્ષથી શરૂ કરશે. તેથી નાણાકીય વર્ષ ૨૦૨૩નો લક્ષ્યાંક પણહાંસલ ન થાય તેવી શક્યતા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે એનએમપીનો લક્ષ્યાંક રૂ. ૮૮,૧૯૦ કરોડ છે. ઓગસ્ટમાં યોજના શરૂ થયા બાદ જાહેર ક્ષેત્રના સાહસોએ આશરે રૂ. ૨૬,૮૦૦ કરોડ મેળવ્યા છે અને માર્ગ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં અન્ય રૂ. ૧૫,૦૦૦-૧૬,૦૦૦ કરોડ હાંસલ કરવાના છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ૧.૬૨ લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
યોજના મુજબ, રેલવે લગભગ ૪૦૦ સ્ટેશનો પર મુદ્રીકરણ કરે તેવી અપેક્ષા છે. પરંતુ ડિસેમ્બર ૨૦૨૧ સુધી રેલવેએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એપ્રેઝલ કમિટીની મંજૂરી માટે કોઈ પ્રસ્તાવ મોકલ્યો ન હતો. લગભગ ૨૫૦ ગુડ્સ શેડનું મુદ્રીકરણ કરવાની પણ યોજના હતી. હેરિટેજ રૂટ, મિલકતો અને સ્ટેડિયમના મુદ્રીકરણમાં પણ ધારણા કરતાં થોડો વધુ સમય લાગી શકે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં, રેલવેએ મુદ્રીકરણ માટે લગભગ ૧૭,૮૧૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. તેમાં ૧૨ સ્ટેશનોનો સમાવેશ થાય છે પરંતુ આ બાબતે કોઈ ખાસ પ્રગતિ થઇ નથી. તે જુલાઈ ૨૦૨૦માં ટ્રેન સંચાલન માટે ખાનગી કંપનીઓને ૧૦૯ રૂટ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્યોગના ખેલાડીઓ દ્વારા રસ ન હોવાથી પ્રોજેક્ટ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. જો હેરિટેજ અસ્કયામતોનું મુદ્રીકરણ કરવામાં આવે તો રેલવે માટે તે એક મોટી વાત હશે કારણ કે તેણે આ અસ્કયામતોની જાળવણી પાછળ વાર્ષિક રૂ. ૨૫૦-૩૦૦ કરોડ ખર્ચવા પડે છે.
આ યોજનાનો ઉદ્દેશ ખાનગી ક્ષેત્રના ભાગીદારોને સામેલ કરીને જૂના પ્રોજેક્ટમાંથી ભંડોળ ઊભું કરવાનો છે. આ હેઠળ, આવકના અધિકારો ખાનગી ભાગીદારોને ટ્રાન્સફર કરવામાં આવશે જ્યારે તેમની માલિકી સરકાર પાસે રહેશે. આ સિસ્ટમ જાહેર ખાનગી ભાગીદારી જેવી બની જશે.