Day Special

છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં 21% સામે ફંડમાં 54 ટકા વળતર

છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં 21% સામે ફંડમાં 54 ટકા વળતર content image c9b62459 fb01 4b21 81e7 bb3e1d4c7921 - Shakti Krupa | News About India

શેરબજારની સરખામણીએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કેટલાક ફંડોએ વધુ સારી કામગીરી કરીને સેન્સેક્સ કરતાં બમણું રિટર્ન છેલ્લા એક વર્ષમાં આપ્યું હોવાનું જોવાયું છે. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સમાં ૨૧ ટકા વળતર સામે મહિન્દ્રા મૈનુલાઈફ મલ્ટીકકેપ ફંડમાં ૫૪.૧૧ ટકાનું મજબૂત રિટર્ન જોવાયું છે.ઇક્રા ઓનલાઈનના આંકડા અનુસાર આ ફંડમાં છેલ્લા બે વર્ષમાં ૩૩.૬ ટકા અને ત્રણ વર્ષમાં ૨૯.૧ ટકાનું રિટર્ન મળ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં ચંચળતા વધી છે. જ્યારે બીજી તરફ એવા કેટલાક ફંડો રહ્યા છે જેમાં સેન્સેક્સ કરતાં વધુ વળતર મળ્યું છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન બરોડા મલ્ટીકેપ ફંડ રિટર્ન આપવામાં બીજા સ્થાને જોવાયું હતું જેણે સેન્સેક્સ કરતાં ઊંચુ અને ૪૫.૯૩ ટકા રિટર્ન આપ્યું હતું. જ્યારે બે વર્ષમાં ૩૦.૦૮ ટકા, ત્રણ વર્ષમાં ૨૪.૪૪ ટકાનું વળતર જોવાયું હતું. ત્યારબાદ ઈન્વેસ્કો ઈન્ડિયા મલ્ટીકેપ ફંડમાં વિતેલા વર્ષમાં ૩૭.૮૬ ટકાનું વળતર મળ્યું હતું. મહિન્દ્રા મૈનુલાઈફ મ્યુચ્યુઅલ ફંડની કામગીરીને ધ્યાનમાં લેતા એ બાબત ધ્યાનમાં આવી છે કે ગ્રોથ, કેશ ફ્લો જનરેશન, મેનેજમેન્ટ અને વેલ્યુએશન (જીસીએમવી)ને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રોકાણ સ્ટ્રેટેજીનો લાભ મળ્યો છે.

મલ્ટીકેપ યોજનામાં રોકાણ કરીને વિવિધ માર્કેટ ધરાવતી કંપનીઓમાં એક સાથે રોકાણ કરવાની તક મળે છે. મલ્ટીકેપ ફંડમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરો સામેલ કરાય છે. આથી શેરબજારની ઊંચી ચંચળતામાં જોખમ વહેંચાઈ જાય છે. 

મલ્ટીકેપ ફંડ આ ત્રણે કેટેગરીમાં માર્કેટ સ્થિતિ પ્રમાણે રોકાણ કરવાનો કોલ લે છે. બજારની વધઘટ દરમિયાન આવા ફંડ બજારની ચંચળતા સામે રક્ષણ આપવાની સાથે વિવિધ એસેટમાં એક સાથે રોકાણનો મોકો આપે છે.  

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button