Day Special

જંગી ઉત્પાદન અને નીચી માંગના કારણે ભારતમાં US કરતાં ખાદ્ય ફુગાવો નીચે

જંગી ઉત્પાદન અને નીચી માંગના કારણે ભારતમાં US કરતાં ખાદ્ય ફુગાવો નીચે content image 54c6c7a1 43f8 4583 b184 0cecb23e01b9 - Shakti Krupa | News About India

ભારત જેવા ઉભરતા બજારોમાં ફુગાવો હંમેશા યુએસ અને પશ્ચિમ યુરોપ જેવા વિકસિત દેશો કરતાં વધુ હોય છે. પરંતુ છેલ્લા ૩૦ વર્ષમાં પહેલીવાર એવું બન્યુ છે કે યુ.એસ.માં ઉપભોક્તા કિંમતો પર આધારિત ફુગાવાનો દર સતત પાંચ મહિનાથી ભારત કરતાં ઊંચો રહ્યો છે. યુએસમાં CPI  દર જાન્યુઆરી ૨૦૨૨માં ૭.૫ ટકા હતો, જે ભારતમાં ૬.૦૧ ટકા હતો. વિશ્લેષકો  અપેક્ષા રાખે છે કે આ સેન્ટિમેન્ટ ઓછામાં ઓછા થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે. આ પહેલા, યુએસમાં મોંઘવારી દર નવેમ્બર ૧૯૯૯, ડિસેમ્બર ૧૯૯૯, મે ૨૦૦૪ અને જુન ૨૦૧૭માં માત્ર ૪ વખત ભારત કરતા વધારે હતો. છેલ્લા ૩૦ વર્ષોમાં ભારતમાં મોંઘવારી દર યુએસ કરતા ઊંચો રહ્યો છે, જે સરેરાશ ૪.૭૫ ટકા છે.

યુ.એસ.માં ઝડપથી વધી રહેલા ફુગાવાને કારણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વ્યાજદરમાં તીવ્ર વધારો થવાની આશંકા ઊભી થઈ છે, જે ભારત અને અન્ય ઊભરતાં બજારોમાં મૂડીના પ્રવાહને અસર કરી શકે છે. નીચા ફુગાવાને સામાન્ય રીતે અર્થતંત્ર માટે સકારાત્મક સૂચક માનવામાં આવે છે, જ્યારે ઘણા નિષ્ણાતો કહે છે કે ભારતમાં પ્રમાણમાં ઓછી સીપીઆઈ ફાયદાકારક નથી, પરંતુ તે અર્થતંત્રમાં માંગનો અભાવ સૂચવે છે. 

ભારતમાં ગ્રાહકની માંગનો અભાવ સૂચક છે. આના કારણે ઈનપુટ કોસ્ટ વધવા છતાં કંપનીઓ માટે કિંમતો વધારવી મુસ્કેલ બની રહી છે. બીજી તરફ, યુ.એસ.માં કોવિડ પછીના ઉપભોક્તા ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે કંપનીઓને કિંમતો વધારવાની તક મળી છે. ખાનગી અંતિમ વપરાશ ખર્ચ, જે બંને દેશોમાં જીડીપીનો સૌથી મોટો ઘટક છે, તે છેલ્લાં સળંગ પાંચ ત્રિમાસિક ગાળામાં ભારત કરતાં યુએસમાં વધુ ઝડપથી વધ્યો છે. પરિણામે, યુ.એસ.માં મહામારી આફ્ટરશોક્સમાંથી ગ્રાહકની માંગ અથવા વ્યક્તિગત વપરાશ પુનઃપ્રાપ્ત થયો છે અને સપ્ટેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં માર્ચ ૨૦૨૦ ક્વાર્ટરમાં કોવિડ પહેલાના સ્તરો કરતાં ૧૧ ટકા વધુ છે. તેનાથી વિપરીત, જો ડોલરના સંદર્ભમાં જોઈએ તો, ભારતમાં વર્તમાન કિંમતો પર ગ્રાહક માંગ મહામારી પહેલાના સ્તર કરતાં હજુ પણ ૧ ટકા ઓછી છે.

લોકડાઉનને કારણે ગ્રાહકોની મજબુત માંગ અને પુરવઠામાં વિક્ષેપને કારણે રિટેલ ફુગાવાને યુએસ અને અન્ય વિકસિત દેશોમાં ફુગાવાને વેગ મળ્યો છે. જંગી સરકારી ખર્ચને કારણે છેલ્લા બે વર્ષમાં યુ.એસ.માં ઉપભોક્તાઓની માંગમાં ઝડપથી વધારો થયો છે.

યુએસમાં ફુગાવાના ઊંચા દબાણનું મુખ્ય કારણ એ છે કે ત્યાંની નાણાકીય ઉત્તેજના ભારત કરતા ઘણી વધારે હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૦થી, યુએસ સરકારે મહામારીની રાહત માટે લગભગ ૫૩ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. જે તેની દેશની જીડીપીના ૨૫.૫ ટકા જેટલી છે. 

તે જ સમયે, ભારતમાં વધારાનો રાજકોષીય ખર્ચ ૧૦૯ બિલિયન ડોલર રહ્યો છે, જે જીડીપીના ૪ ટકા છે. ફુગાવાના દરમાં તફાવત પણ બંને દેશોમાં ભાવ સુચકાંકોના ઘટકોમાં તફાવતને કારણે છે તેમ આર્થિક નિષ્ણાંતોનું માનવું છે.

ભારતના CPI માં ફુડ સરચાર્જ સૌથી વધુ છે, લગભગ ૪૫ ટકા. તેનાથી વિપરીત, યુએસ પ્રાઈસ ઈન્ડેક્સમાં ઈંધણ, પરિવહન, ઉત્પાદિત માલસામાન અને સેવાઓનો હિસ્સો ઊંચો છે, જે મેટલના ભાવ અને ઇંધણના ભાવમાં વૈશ્વિક રેલી દ્વારા વ્યાપકપણે પ્રભાવિત છે. ભારતમાં રેકોર્ડ ઉત્પાદન તેમજ મહામારી દરમિયાન ઓછી માંગને કારણે ખાદ્ય ફુગાવો ઓછો રહ્યો છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button