જમીન ભાડાપટ્ટા ઉપર ચૂકવેલ GSTની વેરાશાખ મળવા પાત્ર નથી
– વેચાણવેરો-સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ વેરા શાખની જોગવાઈ કલમ ૧૬માં કરેલી છે અને કલમ ૧૭ દ્રારા બ્લોકડ કેડીટ અને કયા સંજોગોમાં વેરાશાખા મળવાપાત્ર નથી તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે જ્યારે વેપારીને વેરાશાખ નજરે લેવાની થાય તે વખતે કલમ ૧૬ તથા ૧૭ની જોગવાઈ ધ્યાને રાખવાની થાય. ધંધો કરવા માટે જગ્યાની જરૂર પડે અને તે જગ્યા ભોગવવા માટે ખર્ચ કર્યા ઉપર GST ભરવાનો થાય તે મજરે મળે કે કેમ તે બાબતે મેં જી.એ.સી.એલ નાલ્કો આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ પ્રા.લી. દ્વારા ગુજરાત એડવાન્સ રૂલિંગ ઓથોરીટી સમક્ષ અરજી કરી પ્રશ્ન કરવામાં આવેલ જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. [Guj/GAAR/R/53/2021]
કેસની હકીકત
અરજદાર ધ્વારા GIDCમાં સ્થિત જમીનના ભાડાપટ્ટાના હક્ક મેળવ્યા હતા. GIDC દ્ધારા દહેજ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં એક પ્લોટ ગુજરાત આલ્કલોઝ એન્ડ કેમીકલ લી. ને ફાળવવામાં આવેલ હતો. આ જમીનનો ભાડાપટ્ટાનો અમુક ક્ષેત્રફળનો હક્ક અરજદારની તરફેણ તબદીલ કરવામાં આવેલ જે રકમ ઉપર ૧૮ % GST ભરવામાં આવેલ હતો. અરજદાર દ્ધારા ગુજરાત રાજ્યની એડવાન્સ રૂલિંગ ઓથોરીટીને પ્રશ્ન કરવામાં આવેલ કે આવા ભાડાપટ્ટાનો હકક જે તેની તરફેણમાં સરેંડર કરવામાં આવેલ તેનો ભરેલો GSTની વેરાશાખ મળવાપાત્ર છે કે કેમ.
અરજદારની દલીલ
અરજદાર દ્ધારા એમ દલીલ કરવામાં આવી કે આ વ્યહાર GST કાયદાની કલમ ૧૭ (૫) (ડી)ની જોગવાઈ લાગુ પડે નહીં. કલમ ૧૭(૫)(ડી)ની જોગવાઈ પ્રમાણે વેરાશાખ મળવાપાત્ર રહેશે નહી જે માલ અથવા સેવા અથવા બન્ને પ્રાપ્ત કરીને ટેક્ષેબલ વ્યક્તિ ધ્વારા સ્થાવર મિલકતનું બાંધકામ કરવામાં આવેલ હોય. તદ્ઉપરાંત આ કલમના ખુલાસા પ્રમાણે બાંધકામ એટલે રિનોેવેશન, રિ-કંસ્ટ્રક્શન, નવુ બાંધકામ અથવા સમારકામ જે ચોપડામાં સ્થાવર મિલકતમાં કેપીટલાઈઝ કરવામાં આવેલ હોય.
ઓથોરીટીનો નિર્ણય
ઓથોરીટી દ્ધારા એમ ઠરાવવામાં આવેલ છે કે પ્લાન્ટ એન્ડ મશીનરીની વ્યાખ્યામાં જમીનનો સમાવેશ થાય નહીં. GSTકાયદાની કલમ ૧૭ (૫) (ડી) માં ”For”’નો શબ્દ વાપરવામાં આવેલ છે. ‘used”નહી જેથી એમ હેતુ છે સરકારનો કે જમીનના ભાડાપટ્ટાનો હક્ક લીધા પછી તેની ઉપર સ્થાવર મિલકતનું બાંધકામ કરાશે જેથી વેરાશાખા મળવાપાત્ર થાય નહી. GST કાઉન્સીલની ૩૭મી સભામાં આ બાબતે ચર્ચા વિચારણા થયેલી છે કે ભાડાપટ્ટાની જમીન ઉપર ચુકવેલ GSTમજરે મળતો નથી તેનો અર્થ એમના થઈ શકે કાઉન્સીલનો નિર્ણયનું અર્થ ઘટન કરીને તેને કાયદો બનાવી દેવો. આમ, ભાડા પટ્ટા ઉપર ચૂકવેલ GSTની રકમ વેરાશાખ તરીકે મળવાપાત્ર રહેશે નહીં.