Day Special

ટોમેટો પ્રોડકટ્સ વિશે વિસ્તૃત જાણકારી

ટોમેટો પ્રોડકટ્સ વિશે વિસ્તૃત જાણકારી content image de8bc769 d883 4186 9ab6 e7cf051d387f - Shakti Krupa | News About India

– ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

– ટોમેટો કેચપ, ટોમેટો સોસ, ટોમેટો રેલિસ :- આ દરેક પ્રકારના પ્રોડકટ્સ બનાવવા માટે સારા પ્રકારના ટોમેટોને ક્રશ કરી, પમ્પર વડે ટોમેટોના બીયા તેમજ છાલને દૂર કરી, ટોમેટોમાંથી નીકળેલા જ્યુસને ફીલ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ આ ફીલ્ટર થયેલ જ્યુસને પેસ્યુરાઇઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ રીતે ટ્રીટ થયેલ જ્યુસને ઇમલસીફાઇંગ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ બાકીના એડિટીવ ઇનગ્રેડીએન્ટ જેવાકે સુગર, સોલ્ટ, વિનેગાર એસિટીક એસિડ, ડીહાઈડ્રેડ ઓનિયન અને ગાર્લીક પાવડર, સ્પાઇસિસ, સાઇટ્રીક એસિડ, એર્સ્કોબીક એસિડ, ગમ ગુઆર અથવા સોડિયમ કાર્બોકસી મિથાઇલ સેલ્યુલોસ જે થીકેનિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. છેલ્લે પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ – ૧૦૦ કીલો વોલ્યુ ઉપર ૭૫૦ પી.પી.એમ પ્રમાણે એડિંગ કરી બોટલ અથવા કેન પેકીંગ કરી વેચાણ માટે મોકલી શકાય છે.

– ટોમેટો જ્યુસ :- ઉપર બતાવેલ ફોર્મ્યુલેશન પ્રમાણે જ્યુસને પેસ્યુરાઇઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપ્યા પછી બાકીના એડિટીવ ઇનગ્રેડીએન્ટ જેવા કે સોલ્ટ સુગર, ડેકસ્ટ્રોઝ, સાઇટ્રીક એસિડ, મેલિક એસિડ, એર્સ્કોબીક એસિડ, પરમિટેડ કલર, તેમજ પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ – ૧૦૦ લીટર વોલ્યુમ ઉપર ૨૫૦ પી.પી.એમ. પ્રમાણે એડિંગ કરી બોટલ પેકીંગ કરી વેચાણ માટે મોકલી શકાય છે.

– ટોમેટો પુરી :- ઉપર બતાવેલ ફોર્મ્યુલેશન પ્રમાણે જ્યુસને પેસ્યુરાઇઝડ હાઈજીનિક ટ્રીટમેન્ટ આપ્યા પછી બાકીના એડિટીવ ઇનગ્રેડીએન્ટ જેવા કે સોલ્ટ, સ્પાઇસિસ, સાઇટ્રીક એસિડ, મેલિક એસિડ, ટારટારિક એસિડ, લેકટિક એસિડ, એર્સ્કોબીક એસિડ, ઇમલસી ફાઇંગ એજન્ટ તેમજ પ્રિઝર્વવેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ ૧૦૦ કીલો વોલ્યુમ ઉપર ૩૦૦ પી.પી.એમ પ્રમાણે એડિંગ કરી ટીન પેકમાં વેચાણ માટે મોકલી શકાય છે.

ટોમેટો પેસ્ટ :- ટોમેટો પેસ્ટ બનાવવા માટે ટોમેટો જ્યૂસ, ઇમલસીફાર, થીકનીંગ એજન્ટ, સાઇટ્રીક એસિડ, મેલિક એસિડ, એર્સ્કોબીક એસિડ, લેકટિક એસિડ અને પ્રિઝર્વવેટિવ વડે ટોમેટો પેસ્ટ બનાવી શકાય છે. સ્પાઇસીસ યુઝર્સ પોતાની જરૂરત પ્રમાણે વાપરી શકે છે.

ડીહાઈડ્રેડ ટોમેટો પાવડર :- સૌ પ્રથમ ઉત્મ ગુણવત્તાવાળા ટોમેટોને કન્વેઅર બેલ્ટ પર પસાર કરવામાં આવે છે. જ્યાં ટોમેટોને વોશીંગ, રીનશીંગ પદ્ધતિથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ સાફ થયેલ ટોમેટોને ક્રશીંગ મશીન વડે ક્રશ કરવામાં આવે છે. જેથી ટોમેટો માસ બને છે.

આ રીતે તૈયાર થયેલ ટોમેટો માસને એગ્રોલેટ થ્રી સ્ટેઇજ-કન્વેઅર ડ્રાયર સ્ટીમ હીટ (વરાળની ગરમી) વડે ભેજ રહીત કરવામાં આવે છે. ટોમેટોને ભેજ રહીત કરવા માટે ડ્રાયરના પ્રથમ તબક્કે હોટ એર છોડવામાં આવે છે જેથી ટોમેટો માસમાં રહેલ મોઇચર અમૂક અંશે ઇવેપોરેટ થાય છે. આ પ્રોસેસમાં ક્વોલિટીને જરાપણ અસર ન થાય તે માટે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે છે.

બીજા પ્રોસેસમાં ટોમેટો માસ ને બદલવામાં આવે છે. આ તબક્કે ડ્રાયરનું તાપમાન નીચું લઇ જવા માટે આવે છે. આ તબક્કે ટોમેટો માસમાં લગભગ આઠેક ટકા જેટલું મોઇચર રહે છે.

ડ્રાયરના ત્રીજે તબક્કે અને છેલ્લી પ્રક્રિયામાં તાપમાનને ઘણું જ નીચે લઇ જવામાં આવે છે, જેથી ટોમેટો માસમાં બાકી રહેલ મોઇચર આસાનીથી દૂર થાય છે. છેલ્લે આ ટોમેટો માસમાં ૨.૫ ટકા જેટલું મોઇચર હમેશા રહે છે. આ રીતે તૈયાર થયેલ ટોમેટો માસને ગ્રાઇન્ડીંગ મશીન સુધી પહોચાડવામાં આવે છે. ત્યાં આ ટોમેટો માસ મેચ સાઇઝમાં પાવડર બને છે. છેલ્લે આ રીતે તૈયાર થયેલ ટોમેટો પાવડરમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ પ્રિઝર્વવેટીવ એડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ કમ્પલીટ થયેલ ટોમેટો પાવડરને પેકીંગ ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં આ ટોમેટો પાવડર વેચાણ માટે ઉપલબ્ધ બને છે.

ટોમેટો વેફર :- ટોમેટો પ્રોસેસમાં પણ ડીહાઈડ્રેશન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્ક માત્ર એટલો જ હોય છે કે ટોમેટો ક્રશીંગને બદલે ટોમેટો સ્લાઇઝ બનાવી ડ્રાયર પધ્ધતિથી ભેજ રહીત કરવામાં આવે છે. ત્યારબાદ ફ્રાયર મશીનમાં ફ્રાય કરવામાં આવે છે. ત્યારબાદ આ બનેલ ટોમેટો વેફરને સ્પાઇસીસ નાખી પેક કરવામાં આવે છે. જેથી વેચાણ માટે તૈયાર થાય છે.

લાઇસન્સ :- ધ લાઇસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ પ્રિવેનશન ઓથોરીટીઝ જરૂરી બને છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button