ડિસઇન્વેસ્ટમેન્ટ મોરચે સરકારની કવાયત
– સરકારે જાહેરક્ષેત્રની કંપનીઓને તેમની જમીન અને મિલકતોની બજાર કિંમત જાહેર કરવા અપાયેલો આદેશ
જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)ના શેરમાં રોકાણકારોની રુચિ વધારવાના હેતુથી, સરકારે આ કંપનીઓને તેમની જમીન અને રિયલ એસ્ટેટ મિલકતોની બજાર કિંમત જાહેર કરવા જણાવ્યું છે. પીએસયુને જમીન અને રિયલ એસ્ટેટની વેસ્ટ વેલ્યુ જણાવવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આવી કંપનીઓની બેલેન્સ શીટ ઘણા વર્ષોથી બુક વેલ્યુના આધારે આ પ્રોપર્ટીના મૂલ્યને ઓછો અંદાજ આપી રહી છે. બજારમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ પ્રકારની કવાયત પ્રથમ વખત હાથ ધરવામાં આવી રહી છે કારણ કે પીએસયુના શેરની કિંમત સ્પર્ધાત્મક ખાનગી ક્ષેત્રની કંપનીઓ કરતા ઘણી ઓછી છે. આ કવાયતથી ડિસઇન્વેસ્ટમેન્ટ મોરચે પણ રાહત થશે.
હાલના હિસાબી ધારાધોરણો મુજબ પણ જાહેર ક્ષેત્રની કંપનીઓ એ તેમની સંપત્તિની માત્ર બુક વેલ્યુ જાહેર કરવાની જરૂર છે પરંતુ તેમણે આ કંપનીઓને તેમની સંપત્તિના મૂલ્ય વિશે ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવનાર જાહેર ઉપક્રમોના સર્વેમાં જણાવવું જરૂરી છે. પ્રોપર્ટીની બુક વેલ્યુ જાહેર કરીને ખાતામાં આવી પ્રોપર્ટીની કિંમત ઓછી આંકવામાં આવે છે. જ્યારે રોકાણકારો સરકારી કંપનીઓની અસ્કયામતોનું મૂલ્ય જાણશે, ત્યારે તે જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરમાં રોકાણકારોની રુચિ વધારશે અને બજારના સેન્ટિમેન્ટમાં પણ સુધારો થશે. આનાથી કંપનીઓનું વધુ સારું ચિત્ર મળશે અને સંસ્થાકીય અથવા રિટેલ રોકાણકારો પાસેથી કંપનીમાં રોકાણ પણ આવશે.
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ અસ્કયામતો ઘણા વર્ષોથી ઓછી રજૂ કરવામાં આવી છે. બજારને આ પીએસયુની સંપત્તિની વાસ્તવિક કિંમત ખબર પડશે કે આ કંપનીઓના શેર ખૂબ સસ્તા છે. ભેલના વાર્ષિક અહેવાલ મુજબ, તેની પાસે ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ રૂ. ૨૭૩૬૭ કરોડની બિન-મુખ્ય સંપત્તિ હતી, જેમાંથી મિલકત, પ્લાન્ટ અને સાધનોનું મૂલ્ય રૂ. ૨,૪૨૬ કરોડ હતું. કેટલાક સાહસોની અસ્કયામતોનું મૂલ્ય ઓછં આંકવામાં આવ્યું હોય તેવી પણ શક્યતા છે.
સરકારના પગલાનો ઉદ્દેશ પીએસયુની અસ્કયામતોની વાજબી કિંમત નક્કી કરવાનો છે અને બજારને સકારાત્મક સંકેત આપવાનો છે કે આ કંપનીઓનેી વાસ્તવિક અન્ડરલાઇંગ વેલ્યુ વર્તમાન વેસ્ટેડ વેલ્યુ કરતાં ઘણી વધારે છે. સરકાર તેમના ખાતામાં પ્લાન્ટ, મશીનરી, જમીન અને સ્થાવર મિલકતોની કિંમતનો વ્યાજબી ખ્યાલ આપવાથી કંપનીઓને તેમની માલિકીની અથવા લીઝ અથવા લીઝ પરની જમીનની કિંમત નક્કી કરવામાં પણ મદદ મળશે. સરકારમાં ૫૧ ટકાથી વધુનો સીધો હિસ્સો ધરાવતા ૬૫ લિસ્ટેડ પીએસયુનું માર્કેટ કેપિટલાઇઝેશન ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રૂ. ૧૩.૧૯ લાખ કરોડ હતું.
હવે સરકારની નજર ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઇસીના આઇપીઓ પર છે. એવો અનુમાન છે કે, સરકાર એલઆઇસીનો ૧૦ ટકા હિસ્સો આઇપીઓ મારફતે વેચી શકે છે અને તે દ્વારા રૂ. ૭૦ હજાર કરોડથી ૧ લાખ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એક્ત્ર કરવાની ઇચ્છા ધરાવે છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકાર સતત બે વર્ષથી ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. વિતેલ નાણાંકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ડિસઇન્વેસ્મટેન્ટ હેઠળ જાહેર સાહસોનો હિસ્સો વેચીને કે ખાનગીકરણ દ્વારા રૂ. ૨.૧૦ લાખ કરોડ મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. તેની અગાઉના વર્ષમાં વિનિવેશ ટાર્ગેટ રૂ. ૧.૦૫ લાખ કરોડ મૂક્યો હતો જો કે પાછળથી તે ઘટાડીને રૂ. ૬૫,૦૦૦ કરોડ કરાયો હતો તેમ છતાં આ લક્ષ્યાંક હાંસલ કરી શકાયો ન હતો કારણ કે તે વર્ષ સરકાર માત્ર રૂ. ૫૦૨૯૮ કરોડ ઉભા કરી શકી હતી.