Day Special

ડીસ્કોમ્સની નાણાં સ્થિતિ મજબૂત બનાવ્યા વગર વીજ ક્ષેત્રે ક્રાંતિ એ પડકાર સમાન મુદ્દો

ડીસ્કોમ્સની નાણાં સ્થિતિ મજબૂત બનાવ્યા વગર વીજ ક્ષેત્રે ક્રાંતિ એ પડકાર સમાન મુદ્દો content image a4194fa4 c772 4371 b0d8 44cc781c5e7e - Shakti Krupa | News About India

રાજ્ય વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સ)ની નબળી નાણાં સ્થિતિ દેશના વીજ ક્ષેત્રની સંપૂર્ણ સાંકળ માટે લાંબા સમયથી ચિંતાનો વિષય બની રહી છે. દેશમાં રિન્યુએબલ ઊર્જાના ઉત્પાદન ટાર્ગેટને સિદ્ધ કરવો હશે તો ડીસ્કોમ્સની નાણાં સ્થિતિ મજબૂત બનાવવાની પ્રથમ આવશ્યકતા છે. ડીસ્કોમ્સની નાણાં સ્થિતિ ત્યારે જ સુધરીશકશે જ્યારે તેમની કામકાજની પદ્ધતિમાં સુધારો થશે વીજ ગળતર જેવી મોટી સમશ્યાને કારણે  થઈ રહેલી ખોટને પરિણામે  ડીસ્કોમ્સ દ્વારા બેન્કો તથા વીજ ઉત્પાદક કંપનીઓને ચૂકવવાના રહેતા નાણાંની બાકી ચૂકવણી વધતી જાય છે. ડીસ્કોમ્સને મજબૂત બનાવવાની કામગીરી મૂળ રીતે જે તે રાજ્યોની રહે છે, તેમ છતાં કેન્દ્ર દ્વારા બજેટરી ટેકો ડીસ્કોમ્સની સ્થિતિમાં  સુધાર કરવા ટેકારૂપ બની શકે છે. 

મત બેન્ક સાચવવા સત્તા  પર રહેતા રાજકારણીઓ  ખેડૂત ઉપરાંત કેટલાક નબળા વર્ગોને નિઃશુલ્ક અથવા સસ્તા દરે વીજ પૂરી પાડવાની  રાજકીય જાહેરાતો છાશવારે કરતા રહે છે પરંતુ તે પેટે ડીસ્કોમ્સને  આપવાના રહેતા  નાણાંની સમયસર ચૂકવણી થતી નથી.  જેની એકંદર અસર  વીજ ઉત્પાદક કંપનીઓને થાય છે. વીજ વિતરણ ક્ષેત્રમાં ભારત હજુપણ આવશ્યક સુધારા કરી શકયું નથી. ૨૨ ટકા જેટલી વીજ પરિવહન ખોટ વૈશ્વિક સરેરાશ કરતા ત્રણ ગણી છે.   આટલી જંગી ખોટને કારણે એકંદર વીજ ક્ષેત્ર પર તેની અસર પડી રહી છે.  દેશના મોટાભાગના રાજ્યોની ડીસ્કોમ્સની બેલેન્સ શીટસ લગભગ કથળેલી સ્થિતિમાં છે. 

ખર્ચની દ્રષ્ટિએ રિન્યુએબલ્સ ઊર્જાની સ્પર્ધાત્મકતા તથા કોલસા આધારિત વીજના  ઊંચા ભાવે રિન્યુએબલ્સ ઊર્જા માટેની માગમાં વધારો કરાવ્યો છે. આગળ જતાં પરિવહન, કુકીંગ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં  રિન્યુએબલ્સ ઊર્જાની માગ વધશે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે. વીજ વાહનો આમાંની એક પહેલ છે. સસ્તી અને સ્થિર વીજ આવકાર્ય છે પરંતુ આ માટે હજુ ઘણું કરવાનું બાકી છે.રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા અપાઈ રહેલા ખાસ ધ્યાનને નજરમાં રાખતા આ સેગમેન્ટમાં વ્યાપક ઈન્વેસ્ટમેન્ટની આવશ્યકતા રહેલી છે. ભારતની રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતા જે હાલમાં ૧૫૦ ગીગા વોટ પર પહોંચી ગઈ છે તે વધારી ૨૦૩૦ સુધીમાં  ૫૦૦ ગીગાવોટ કરવાનો વર્તમાન સરકારે ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ સિદ્ધ થશે તો  ૨૦૩૦ સુધીમાં દેશની કુલ ઊર્જા આવશ્યકતામાંથી પચાસ ટકા રિન્યુએબલ સ્રોતો મારફત પૂરી થવાનું શકય બનશે. ટાર્ગેટ સિદ્ધ કરવા આગામી આઠ વર્ષમાં રિન્યુએબલ ઊર્જાની ઉત્પાદન ક્ષમતામાં દર વર્ષ ૪૨ ગીગા વોટનો ઉમેરો કરવાનો રહે છે. રિન્યુએબલ ઊર્જાના ટાર્ગેટને પૂરો કરવા ૨૧  ટ્રિલિયનના ઈન્વેસ્ટમેન્ટની આવશ્યકતા રહે છે. આ ઉપરાંત ૧૪ ટ્રિલિયન જેટલી રકમ ટ્રાન્સમિશન માળખા તથા સ્ટોરેજ ક્ષમતા ઊભી કરવા પાછળ ખર્ચ કરવાના રહેશે. રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે આટલા જંગી રોકાણને આકર્ષવું હશે તો રોકાણકારોને તેના ઉપાડની ખાતરી કરાવવાની રહેશે.

જંગી નાણાંનું રોકાણ ત્યારે જ શકય બની શકે જ્યારે રોકાણકારોને નીચા વ્યાજદરે લાંબી મુદતના ફાઈનાન્સિંગ મળી રહેશે. ૨૦૩૦ સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધીને ૩૫૦ ગીગા વોટ પર પણ પહોંચે તો દેશની કુલ વીજ ક્ષમતામાં તેનો હિસ્સો ૩૩ ટકા જેટલો રહેશે. આવી સ્થિતિમાં વીજ ઉત્પાદન સ્થળેથી વપરાશના સ્થળે પહોંચાડવા માટે ટ્રાન્સમિશન નેટવર્કનું મજબૂતીકરણ તથા સ્ટોરેજ ક્ષમતા મહત્વના બની રહે છે જેથી ગ્રિડ સ્થિરતા તથા સમતુલાની આવશ્યકતાની ખાતરી રહી શકે. તાજેતરમાં આવેલા એક અહેવાલમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સના ઉપયોગ મારફત  વીજ વિતરણમાં થતી જંગી ખોટને અટકાવવા કેન્દ્ર સરકાર યોજના ધરાવે છે. આ માટે ટોચની આઈટી કંપનીઓને રોકવામાં આવશે. વીજ વિતરણમાં થતી ખોટ દેશના વીજ ક્ષેત્રની સૌથી મોટી સમશ્યા છે. ભારતનો  એગ્રીગેટ ટેકનિકલ અને કમર્સિઅલ લોસ (એટીએન્ડસી) વિશ્વમાંસૌથી વધુ છે. બંગલાદેશ કરતા પણ તે ઊંચી છે. વીજ વિતરણમાં જતી ખોટને કારણે સંપૂર્ણ વીજ ક્ષેત્ર માટે નાણાંકીય પડકારો ઊભા કરે છે. 

વીજ વિતરણ ક્ષેત્રમાં  ડેટાની એનાલિસિસ માટે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ, મસીન લર્નિંગ બ્લોકચેઈન તથા ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજીસનો ઉપયોગ કરાશે.

એક તરફ રિન્યુએબલ ઊર્જાના વિકાસની યોજના કરાઈ છે ત્યારે  ડીસ્કોમ્સેની નબળી નાણાં સ્થિતિને સુધારવા માટે  અત્યારસુધી  હાથ ધરાયેલા પગલાં  બેઅસર રહ્યા છે, એમ કહીશું તો  ખોટું  નહીં ગણાય. ડીસ્કોમ્સની નબળી નાણાં સ્થિતિને કારણે વીજ માટે માગ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી વીજ  ઉત્પાદકો ડીસ્કોમ્સ સાથે નવા વીજ ખરીદ કરાર કરતા ખચકાય છે. વીજની માગ છે પણ તે ખરીદવા ડીસ્કોમ્સ પાસે નાણાં નથી. વીજ દરે ડીસ્કોમ્સ માટે અવઢવની સ્થિતિ ઊભી કરી છે. ડીસ્કોમ્સ વીજનું જેટલું વધુ વેચાણ કરે છે તેની ખોટમાં તેટલો જ વધારો થાય છે. આ સ્થિતિ રિન્યુએબલ ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો કરવા સામે પડકારરૂપ બની શકે છે. 

 આ હકીકતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે વીજ વિતરણ ક્ષેત્રને  સ્પર્ધાત્મ બનાવવા અને ડીસ્કોમ્સની ઈજારાશાહી તોડવા વિતરણ ક્ષેત્રનું ડીલાયસન્સિંગ કરવાની પહેલ હાથ ધરી છે. ડીલાયસન્સિંગ દ્વારા વપરાશકારોને વિકલ્પ પૂરા પાડવાનો હેતુ રહેલો છે. સ્પર્ધાને કારણે વીજ વિતરણ ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓની હાજરી ઊભી થશે જે વપરાશકારો ખાસ કરીને ઔદ્યોગિક વીજ વપરાશકારો  તથા વીજ ઉત્પાદક કંપનીઓ માટે મોટી રાહત બની રહેશે અને વીજ ઉત્પાદન ક્ષેત્રે ખાસ કરીને રિન્યુએબલ ઊર્જા પ્રોજેકટસમાં નાણાં રોકવા ઉત્પાદકો ખચકાશે નહીં અને ૨૦૩૦ સુધીમાં હાંસલ કરવાના રહેલા ટાર્ગેટમાં સંપૂર્ણ નહીં તો નોંધપાત્ર સફળતા જરૂર મળી રહેશે. જરૂર છે લેવાયેલા ડીલાયસન્સિંગના  નિર્ણયમાં મક્કમપણે આગળ વધવાની.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button