Day Special

દેશના વિકાસનું એન્જિન ખાનગી કરતા જાહેર ક્ષેત્રને બનાવવાનો વર્તમાન સરકારનો વ્યૂહ

દેશના વિકાસનું એન્જિન ખાનગી કરતા જાહેર ક્ષેત્રને બનાવવાનો વર્તમાન સરકારનો વ્યૂહ content image b4b979ba aec1 4f86 b060 929d63dddfa3 - Shakti Krupa | News About India

– ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર થઇ રહ્યા છે તેના અનેક કારણો છે

એક સમય હતો જ્યારે હાલના શાસકને ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળના વિકાસમાં રુચી હતી. સરકાર પીછેહઠ કરશે અને જરૂર જણાશે ત્યાં નિયામકની ભૂમિકા ભજવશે તેવા દાવા કરાતા હતા. 

 ખાનગી ક્ષેત્ર પરનો વિશ્વાસ હવે ઘટી ગયો  છે અને સરકારની આગેવાની હેઠળના વિકાસ પર ભાર અપાઈ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં સરકારી મૂડી ખર્ચ પર જ ખાસ પ્રકાશ પડાયો છે. 

ગિઅર્સ બદલાયા

દેશના વિકાસનું એન્જિન ખાનગી કરતા જાહેર ક્ષેત્રને બનાવવાનો વર્તમાન સરકારનો વ્યૂહ content image dccc65c2 8f91 4350 8570 3b6150e21a63 - Shakti Krupa | News About Indiaદેશના નાણાં પ્રધાને દાવો કર્યો હતો કે, ૨૦૨૧-૨૨માં સરકારે  અંદાજ કરતા વધુ મૂડી ખર્ચ કર્યો છે . રૂપિયા ૫,૫૪,૨૩૬ કરોડના બજેટ અંદાજની સામે મૂડી ખર્ચનો સુધારિત આંક રૂપિયા ૬,૦૨,૭૧૧ કરોડ મુકાયો  છે. જો કે ફાઈન પ્રિન્ટ વાંચ્યા બાદ   કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. સુધારિત આંકમાં એર ઈન્ડિયામાં ઠલવાયેલા રૂપિયા ૫૧૯૭૧ કરોડનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયાના ખાનગીકરણ પહેલા તેની અગાઉની લોન્સ તથા લાયાબિલિટીસની ચૂકવણી કરવા આ નાણાં ઠલવાયા હતા. લોનને રિપે કરવી એ મૂડી ખર્ચ ગણઁવામાં આવે કે કેમ તેની મને જાણ નથી! આ રકમને બાદ કરવામાં આવે તો નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં મૂડી ખર્ચનો આંક રૂપિયા ૫,૫૦,૮૪૦ કરોડ થવા જાય છે. બજેટ અંદાજ કરતા પણ આ આંક નીચો છે. 

આમાં કોઈ આશ્ચર્ય નથી. કેપિટલ એકાઉન્ટ પર ખર્ચ કરવાની સરકારની ક્ષમતા પર અનેક કારણોસર તાણ આવે છે. અનેક સ્તરની નિર્ણય પ્રક્રિયા, જંગી પેપર-વર્ક, જવાબદારી વગેરે જેવા કારણોનો આમાં સમાવેશ થાય છે. આ તાણો ઓછી નહીં થાય કારણ કે હાલના શાસકે ગિઅર બદલ્યા છે. 

બજેટ આંકડાઓમાં બીજા વધુ નિરાશાજનક આશ્ચર્ય છે. રાજ્યોને મૂડી ખર્ચ કરવા વ્યાજ મુકત રીતે વધુ રૂપિયા એક લાખ કરોડ બોરો કરવા છૂટ અપાશે એમ નાણાં પ્રધાને જાહેર કર્યું છે. જો કે આ મુદ્દાની તુરંત સ્પષ્ટતા થઈ ગઈ હતી કે, રાજ્યો બજારમાંથી સીધું બોરોઈંગ કરી શકશે અને કેન્દ્ર ખાલી વ્યાજનો ભાર ઊંચકશે. ખરું આશ્ચર્ય તો એ છે કે નાણાં પ્રધાને આ રૂપિયા એક લાખ કરોડની રકમને નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના બજેટમાં  જાહેર કરાયેલા કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં આવરી લીધી  છે અને આગામી વર્ષ માટેના મૂડી ખર્ચનો આંક રૂપિયા ૭,૫૦,૨૪૬ કરોડ થવાનો અંદાજ મૂકયો છે. સરકારે મૂડી ખર્ચ માટે   ૩૫ ટકા વધુ ફાળવ્યાનું પણ તેમનું નિવેદન આવ્યું છે. રાજ્ય સરકારો દ્વારા તેમના મૂડી ખર્ચ માટે વધારાના બોરોઈંગ્સને કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ ગણી શકાશે ખરા? આ રકમને જો બાદ કરવામાં આવે તો આગામી નાણાં વર્ષમાં મૂડી ખર્ચ માટેની જોગવાઈનો આંક રૂપિયા ૬,૫૦,૨૪૬ કરોડ થવા જાય છે જે નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ માટેના સુધારિત અંદાજના માત્ર રૂપિયા એક લાખ કરોડ જેટલા જ વધુ છે. 

ખાનગી ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ

સરકારી મૂડી – ખર્ચ મારફત વિકાસ સાધવાનો સરકારનો આડંબર વધુ પડતો છે. આ ઉપરાંત વધુ મૂડી રોકાણ કરવા માટે ખાનગી ક્ષેત્રની રુચીમાં સરકારને વિશ્વાસ નથી.બે વર્ષ પહેલા સરકારે બીપીસીએલ, સીસીએલ તથા એસસીઆઈના ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે સરકારે બે બેન્કો અને જાહેર ક્ષેત્રની એક વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્તની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રૂપિયા ૬ લાખ કરોડની સરકારી એસેટસના મોનિટાઈઝેશનની પણ જાહેરાત કરવામાં આવી હતી. આમાંની એક પણ દરખાસ્તને  અંતિમ રૂપ મળ્યું નથી. ૧૦૯ રુટસ પર ૧૫૧ ઊતારૂ ટ્રેનોના ખાનગીકરણ માટે રેલવેએ બિડસ મંગાવી હતી પરંતુ કોઈ બિડસ મળી નથી. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં રૂપિયા ૧.૭૫ લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટના અંદાજમાં ધરખમ કાપ મૂકીને હવે રૂપિયા ૭૮૦૦૦ કરોડ મુકાયાછે. આમાંની મોટાભાગની રકમ એલઆઈસીના આઈપીઓ મારફત આવવાની ધારણાં છે.

ખાનગી ક્ષેત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવાથી શા માટે દૂર ભાગી રહ્યા છે તેના અનેક કારણો છે. મુખ્ય કારણ માગનો અભાવ રહેલું છે. અનેક ઉદ્યોગોમાં ક્ષમતા ઉપયોગીતા ૫૦ ટકા આસપાસ છે. ક્ષમતા નિષ્ક્રીય હોય ત્યાં રોકાણ કરવા શા માટે કોઈ આગળ આવે? આ ઉપરાંત વેપાર વાતાવરણ પણ વધુ મુશકેલભર્યુ બની રહ્યું છે. 

સલાહની અવગણના

દેશના અર્થતંત્રને હાલની મંદી તથા બેરોજગારીમાંથી બહાર કાઢવા અનેક અર્થશાસ્ત્રીઓએ નીચે પ્રમાણે સલાહ આપી હતી.

– ગરીબો તથા મધ્યમ વર્ગના લોકોના હાથમાં વધુ નાણાં પૂરા પાડી માગમાં વધારો કરો, કેશ  ટ્રાન્સફર કરો અને આડકતરા વેરા ઘટાડવાની સલાહ.

-બંધ પડી ગયેલા  અથવા કામકાજ ઘટાડી રહેલા એમએસએમઈને ટેકો પૂરો પાડો. આ ટેકાને કારણે લાખો  રોજગારો પ્રસ્થાપિત થશે.

-કલ્યાણકારી ખર્ચમાં વધારો કરો. આ માટે આવશ્યક નાણાં ધનવાનો પાસેથી વધુ વેરા વસૂલીને ઊભા કરી શકાય એમ છે. 

-સેબી, આરબીઆઈ તથા આવક વેરા વિભાગ દ્વારા વિવિધ ધોરણો મારફત લાગુ કરાયેલા નિયમનોની સમીક્ષા કરવાની સલાહ અપાઈ છે.

-વેપારઉદ્યોગ તથા બેન્કોને સંબંધ છે ત્યાંસુધી તેમની સામે સીબીઆઈ, ઈડી, આઈટી વગેરેની સખતાઈ હોવી ન જોઈએ તેવા પણ સૂચન કરાયા છે. 

અનેક અર્થશાસ્ત્રીઓને મુંઝવી રહેલા પ્રશ્નોનો શું નાણાં પ્રધાન ઉકેલ બતાવશે ખરા. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં નોમિનલ જીડીપી ૧૧.૧૦ ટકા (બજેટ પેપર્સમાં પ્રોજેકટ કરાયા મુજબ) અને રિઅલ જીડીપી ૮ ટકા (નવા સીઈઓ દ્વારા મુકાયેલા અંદાજ પ્રમાણે) જોવા મળશે ખરા? ૩ ટકાના ફુગાવા જેવું તો કોઈ જ સુખ નહીં હોય!

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button