Day Special

દેશમાં ઉદ્યોગો શરૂ કરવાની પ્રક્રિયામાં વિલંબ અતિ ખર્ચાળ

દેશમાં ઉદ્યોગો શરૂ કરવાની પ્રક્રિયામાં વિલંબ અતિ ખર્ચાળ content image d920b762 92b3 47e3 9788 cf28ad61c771 - Shakti Krupa | News About India

– અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

સરકારે અનેક પ્રોત્સાહક પગલા ભર્યા છે પણ ધાર્યા પરિણામ જોવા મળતા નથી

સીંગાપોર કે હોંગકોંગની જેમ ભારતમાં એક કે બે અઠવાડિયામાં જ નવો ઉદ્યોગ શરૂ થાય તેવું સ્વપ્નું આપણે જોઇએ છીએ. પરંતુ આ અંગે ભારતમાં વાસ્તવિકતા નિરાશાપ્રેરક છે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ

ભારતમાં ઉદ્યોગ-વ્યાપાર માટે નવું એકમ નાંખવાનું કામ ઉદ્યોગ સાહસિકને આંખમાં આંસુ લાવી દે છે. જો ઉદ્યોગો-વ્યાપાર શરૂ કરવાનું ખર્ચ તેમજ વિલંબ અસહ્ય હોય તો નવા ઉદ્યોગકારો શા માટે પોતાની સાહસવૃત્તિને બહાર લાવે ? તેથી ઘણા નવા સાહસિકો તેમની સાહસિકતાને દબાવીને નોકરી સ્વીકારી લે. આ બાબતમાં સૌથી મોટા વિઘ્નો સરકારના નિયંત્રણો ઊભા કરે છે. નવા ઉદ્યોગો પર તે ઘણો બોજો નાંખે છે. વિચાર તો કરો કે જેનું કારખાનું એક જ સ્થળે હોય અને જેમાં ૫૦૦ કરતા ઓછા કર્મચારીઓ કામ કરતા હોય તો તે ઉદ્યોગને શરૂ કરવા સરકાર પાસેથી ૨૩ જેટલા લાયસન્સીઝ કે પરવાનગી લેવી પડે છે. અને તેને ઉદ્યોગને લગતા ૬૦ જેટલા કાયદાઓ લાગુ પડે છે. જો કંપનીની જુદા જુદા રાજ્યોમાં ૬ ફેકટરીઝ હોય તો તેણે ૯૮ લાયસન્સીઝ અને પરવાનગીઓ લેવી પડે છે અને તેને ઉદ્યોગને લગતા ૧૩૫ કાયદાઓ લાગુ પડે છે. નવા ઉદ્યોગકારોને માટે જમીન વેચાતી લેવાનું કામ બહુ કઠિન છે – ખાસ કરીને તે જમીન ખેતીવાડીની હોય અને તેમાં કોઇ ખેતી થતી ના હોય તો પણ તેને બીનખેતીવાડીની જમીનમાં ફેરવવાની પ્રક્રિયા જટિલ, ખર્ચાળ અને લાંબી છે. વીજળી અને પાણીની લાઇનો જલદીથી મળી જાય તો પણ જે તે રાજ્યના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પરવાનગી લેવાનું કામ ઘણું કઠિન અને ખર્ચાળ છે. 

આ ખર્ચો કેમ ભારે પડે છે તેના કારણોમાં જવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર કરતા પણ જે તે રાજ્યોની સરકારોના કાયદાઓ અને શરતો બહુ આકરા હોય છે. આ બાબતમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ચેતવણી આપી શકે છે. પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોય તો આ કામ મુશ્કેલ બની જાય છે. ભારતના સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને આટલી લાંબી પ્રક્રિયાનો ખર્ચ કેવી રીતે પરવડે તે પણ રાજ્ય સરકારોએ વિચારવું પડે.

કાચા માલની ઊંચી કિંમત

ચીનમાં અત્યારે ડીઝલના ભાવો છે તેના કરતા ભારતમાં લગભગ ૨૧ ટકા વધારે છે. અમેરિકામાં ડીઝલના ભાવો કરતા ભારતમાં ડીઝલના ભાવો ૩૯.૩ ટકા વધારે છે અને આપણાથી રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ ગરીબ ગણાય તેવા બાંગ્લાદેશમાં તે ૭૨.૫ ટકા ઊંચા છે. ભારતમાં ડીઝલના ભાવો આકાશ જેટલા ઊંચા થઇ ગયા છે તેનું કારણ ડીઝલના ભાવોમાં થયેલો અદભુત વધારો નથી પરંતુ ભારત સરકારે ડીઝલ પર તેના મુળભાવ પર ૧૩૦ ટકા કરવેરા નાખ્યા છે. વીજળીના ભાવો પણ ભારતમાં અતિશય ઊંચા છે. દક્ષિણ કોરિયા અને વીએટનામ કરતા ભારતમાં વીજળીના ભાવો ૩૫થી ૫૦ ટકા ઊંચા છે અને તે અમેરિકા, બાંગ્લાદેશ અને ચીનના વીજળીના ભાવો છે તેનાથી પણ વધારે છે.

ખર્ચાળ અમલદારશાહી

અમલદારશાહી દ્વારા મૂકાયેલી નિયંત્રણોની જંજાળ અને વીજળી-ડીઝલ-પેટ્રોલના ઊંચા ભાવો ઉપરાંત ભારતમાં સારા અને ઝડપી ઈન્ફ્રાસ્ટ્રકચરનું (રેલવે, રસ્તાઓ, પાણી પૂરવઠો) સ્તર પણ અમેરિકા, ચીન કે દક્ષિણ કોરિયાની સરખામણીમાં નીચુ છે. ભારતે હવે દુનિયાના ઊભરતા દેશો સામે ઉત્પાદન અને નિકાસની બાબતોમાં હરિફાઇ કરવાની છે અને તે માટે આપણું કોસ્ટ-સ્ટ્રકચર હરીફો કરતા નીચુ હોવું જોઇએ. ભારતમાં ૨૦૧૬ પછી ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના સૂચકાંકમાં સુધારો થયો છે તે બાબત સારી છે પરંતુ ઊભરતા દેશોએ હવે આગળ આવવા પોતાની સપ્લાય ચેઇન મજબૂત અને સસ્તી બનાવવાની છે. બાંગ્લાદેશ, ચીન, દક્ષિણ કોરિયા, વીએટનામ વગેરે આ બાબતમાં ઘણા આગળ વધી ગયા છે. આપણી વીજળી અને બળતણના ભાવો અન્ય કરતા ઊંચા હોય તો વીજળી અને બળતણનો વપરાશ ઘણો ઊંચો છે તેવા સીમેન્ટ, સ્ટીલ, એલ્યુમીનીઅમમાં આપણે જગતના અન્ય દેશો સામે કેવી રીતે હરીફાઇ કરી શકવાના છીએ ?

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button