નિમ-બેઝ-હર્બલ પ્રોડક્ટસ અંગે વિસ્તૃત જાણકારી
– ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
નિમ : Azadirachta Indica લીમડો : નેચરલ સોર્ચ દ્વારા યુનિક બેઝ કમ્પાઉન્ડ જેવા કે મેડિસીન અને ઇનસેક્ટીડલ પ્રોડક્ટસ તરીકે નિમ-એકસ્ટ્રેક્ટનો બહોળો ઉપયોગ થઇ રહ્યો છે. નિમ-સિડઝ કેરેનલ અને નિમ-ઓઇલનો એગ્રીકલ્ચર તેમજ સ્ક્રીન-કેર તરીકે તેમજ નિમ-ઓઇલમાંથી બાયો-ફ્યૂલ બનાવવામાં આવી રહ્યા છે. નિમ-ફ્રૂટ, નિમ-સિડઝ અથવા નિમ-સિડઝ કેરનલમાંથી એકસ્ટ્રેક્ટ કરીને મેળવવામાં આવતું ઓઇલ સિન્થેટીક પેસ્ટીસાઇડ અને હાર્મફૂલ મેડિસીન સામે ઘણું જ સારુ રિજલ્ટ આપે છે.લીમડો અનેક રોગોનો રામબાણ ઇલાજ છે. લીમડાનું વૃક્ષ અનેક ગુણોથી ભરપૂર છે. જે દરેક જગ્યાએ જોવા મળતું ઝાડ છે. આયુર્વેદમાં લીમડાનો ભરપૂર ઉપયોગ થાય છે. લીમડો એક આકર્ષક ઝાડ છે. નિમના ઝાડ પોલ્યુસન કન્ટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. લીમડો ચૈત્ર માસમાં તેના મોર ખીલવે છે. ત્યારબાદ તેના ફ્રૂટ બને છે. જે લીંબોળી તરીકે ઓળખાય છે. લીમડાનો નેચર કડવાશ છે. છતાં લીંબોળી મીઠી સાકર જેવી હોય છે. તેના બીજાં ગુણધર્મમાં એવું કહેવાય છે કે ગમે તેવો ધોમ ધખતો તડકો હોય, પરંતુ લીમડા નીચે શિતલતા હોય છે. આ લીમડાને કુદરતી બક્ષીસ છે. લીમડાને દાદીમાનું વૈદું કહેવાય છે. જે શારિરીક થતી દરેક તકલીફમાં આ વૈદું કામ કરે છે.
એગ્રો-કેમિકલ : એગ્રો-કેમિકલ એટલે જંતુનાશક દવાઓ, જંતુનાશક દવા એટલે રોજ ધીમા મોતનો ડોઝ ! આધુનિક યુગમાં માનવજીવનની હસ્તી માટે જંતુનાશક રસાયણોની જરૂરત છે. પરંતુ જંતુનાશક દવા વપરાશના કોઈ ધારા-ધોરણ ક્યાં છે અને છે તો તેનું સમય-પત્રક ક્યાં છે ?
બાયોસાઇડ રસાયણ ફોર્મ્યુલેશન : નિમ ઓઇલ ૫૦૦ ગ્રામ, સિટ્રોનિલા ઓઇલ ૨૫૦-ગ્રામ, ઇમલસીફાયર ૯.૫ મો.વે.૨૫૦ ગ્રામ, અનેપાણી ૯ લીટર વાપરી આ રસાયણ બનાવી શકાય છે. તેનો ઉપયોગ છંટકાવ કરીને થઇ શકે છે.
નિમ-સોપ નાકી-ઇનગ્રેડીએન્ટ : નિમ-ઓઇલ ૬૦ ટકા, કોકોનટ ઓઇલ ૪૦ ટકા, કોસ્ટીક સોડા અંદાજે ૧૫ ટકા, પાણી ૪૦ લીટર, આ ચારેય રસાયણનું ૯૦ સે. ગ્રેડ તાપમાને સેપોનિફીકેશન કરવું, સેપોનિફીકેશન પૂરુ થયા બાદ આ પદાર્થને ૨.૫ ટકા, એસિટીક એસિડ સોલ્યુસન વડે ન્યુટ્રલ કરવું. છેલ્લે ગ્લીસરીન ૨ ટકા અને પરફ્યુમ્સ નાખી મિક્સ કરી ટ્રે-ડીસમાં જમાવી દેવું. ત્યારબાદ તેને કટીંગ કરવા જેથી નિમ-સોપ તૈયાર થયો સમજવું.
નિમ-સોપ ના કી ઇનગ્રેડીએન્ટ – ૨ : નિમ-એકસ્ટ્રેક્ટ, સોડિયમ પાલમેટ, સોડિયમ કોકોએટ, સોડિયમ પામ કેરનેટ, સોડિયમ ક્લોરાઇડ, ગ્લીસરીન, ટીટાનિયમ ડાયોકસાઇડ, ઇ.ડી.ટી.એ, કલર અને પરફ્યુમ્સનો મિકસીંગ, રોલીંગ અને પ્લોડરીંગ કરી નિમ-સોપ બનાવી શકાય છે.
નિમ-ઓઇન્ટમેન્ટ ના કી-ઇનગ્રેડીએન્ટ : નિમ-એકસ્ટ્રેક્ટ, પેરાફીન વેક્સ માઇક્રો ક્રિસ્ટલાઇન વેક્સ, લાઇટ લીક્વીડ પેરાફીન ઓઇલ, મિથાઇલ સેલિસાઇલેટ, મેન્થોલ, પી.ઇ.જી. ૨૦૦ વડે નિમ-ઓઇન્ટમેન બનાવી શકાય છે.
નિમ-હેર ઓઇલના કી-ઇનગ્રેડીએન્ટ : નિમ-એકસ્ટ્રેકટ, કોકોનટ ઓઇલ, કેસ્ટર ઓઇલ, ગ્રીન કલર, પરફ્યુમ્સ વગેરેને ૯૦ સે.ગ્રેડ. ઉષ્ણતામાને ઉકાળીને બનાવી શકાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ જરૂરી બને છે.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશન્સ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.