પેટ્રોલિયમ જેલી વિશે વિસ્તૃત માહિતી
– ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
પેટ્રોલિયમ : (ક્રુડ ઓઇલ) સૌથી વધારે પેરાફીનિક, સાઇકલો પેરાફીનિક (નેપ્થેનિક) અને એરોમેટિક હાઈડ્રોકાર્બનનું કોમ્પ્લેક્સ મિશ્રણ છે. તેમાં થોડા પરસનટેડ સલફર, નાઇટ્રોજન અને ઓક્સીજન કમ્પાઉન્ડ હોય છે. જે ૧૦ થી ૨૦ મિલિયન વર્ષો પહેલેથી સમુદ્રમાં સેન્દ્રીય અને જૈવિક પદાર્થો તેમજ વનસ્પતિ અને પ્રાણીજન્યના અવશેષો કાંપ દ્વારા ઘસડાઇને સમુદ્રના તળીયે જઇ બેઠેલા પદાર્થો હોવા જોઇએ. જે વર્ષોથી તેમા થતી પ્રક્રિયાને કારણે તેનું રૂપાન્તર ક્રુડ તેલ તરીકેનું હોઈ શકે છે. તેવું તજજ્ઞાોનું માનવું છે.
સૌથી મુખ્ય પેટ્રોલિયમનો અંશ હાઈડ્રોકાર્બન ગેસ (બુટાને, ઇથાને, પ્રોપાને) છે. જેમાં નેપ્થા આ ત્રણથી વધારેમાનું પ્રવાહી મળે છે. ત્યારબાદ ગેસોલિન, કેરોસીન, ફ્યુઅલ ઓઇલ, ગેસ, લુબ્રીકેટિંગ ઓઇલ, પેરાફીન વેક્સ, અને અસ્ફાલ્ટ જેવા દ્રાવણોનો સમાવેશ થાય છે. હાઈડ્રોકાર્બન ગેસમાંથી ઇથાઇલીન, બુટાઇલીન અને પ્રોપાઇલીન જેવા દ્રાવણો મળી આવે છે. જે ખાસ ઇન્ટરમિડીયેટ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી બને છે. બીજા દ્રાવણોમાં આલ્કોહોલ, મોનોમર, પ્લાસ્ટીક, ઇલાસ્ટોમર, બેન્ઝીન, ટોલ્યુન, ફીનોલ, ઝાઇલીન જેવા સોલવન્ટ પણ આ પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે.
પેટ્રોલિયમ પ્રવાહી : (વાઇટ મિનરલ ઓઇલ) જે હાઈડ્રોકાર્બનમિક્સ હોય છે, વાસ વગરનું સ્પે.ગ્રે. ૦.૮૨૮-૮૮૦ (૨૦ં ભ ) (લાઇટ), ૦.૮૬૦-૯૦૫ (૨૫ં બ) (હેવી) જે ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાઈસલફાઇડ, બેન્ઝીન અને ઓઇલમાં ઓગળે છે. તે નોન-ટોકસીક છે. આ પ્રકારના ઓઇલને ઉંચા તાપમાને જેવા કે ૩૩૦-૩૯૦ં બ સે.ગ્રેડે શુધ્ધીકરણ કરવામાં આવે છે જે શુદ્ધ બને છે. તેને વાઇટ મિનરલ ઓઇલ કહેવાય છે. પેટ્રોલિયમ પ્રોડક્ટસમાંથી નિકળતા ઘટકોમાં પેરાફીન વેક્સ, પેટ્રોલિયમ વેક્સ જેવા પદાર્થો હોય છે તેના ગુણધર્મો વિશે લખીશું.
પેરાફીન વેક્સ : આ વેક્સ સોલીડ હાઈડ્રોકાર્બન હોય છે. તેનો મેલ્ટીંગ પોઇન્ટ ૪૭ થી ૬૫ સે. ગ્રેડ તાપમાને ઓગળે છે. તેની સ્પે. ગ્રે. ૦.૮૮૦ થી ૦-૯૧૫ જેટલી હોય છે. તે નોન-ટોક્સીક છે જે બેન્ઝીન, ક્લોરોફોર્મ, કાર્બન ડાઈસલફાઇડમાં ઓગળે છે.
પેટ્રોલિયમ વેક્સ : માઇક્રોક્રિસ્ટ લાઈન વેક્સ જે હાઈડ્રોકાર્બન પદાર્થ છે સાથે તેને મિનરલ વેક્સ પણ કહેવાય છે આ વેક્સ નરમ હોય છે. જેથી પ્રોડક્ટસમાં સ્મૂથ અને ફીલ્મ સ્ટ્રકચર આપે છે. માઇક્રોક્રિસ્ટલાઈન વેક્સ નોન-ટોક્સીક છે.
પેટ્રોલિયમ જેલી : (મિનરલ જેલી) પેટ્રોલિયમ જેલી જે હેવી પેટ્રોલિયમ લુબ્રીકેટીંગ ઓઇલ સાથે ઓછા મેલ્ટીંગ પોઇન્ટ પેરાફીન વેક્સને બાથડબમાં ૭૦ સેં.ગ્રેડ તાપમાને ગરમ કરવાથી પેટ્રોલિયમ જેલી બને છે. જે સફેદ અને પાલે યેલો કલરમાં હોય છે.
પ્રોપર્ટી : સોલ્યુબલ ઇન ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાયસલફાઇડ, બેન્ઝીન અને ઓઇલ,પાણીમાં ઓગળતી નથી.
ઉપયોગ : કોસ્મેટિક, ઓઇન્ટમેન્ટ, મેટલ પોલીસ, રસ્ટપ્રિવેન્ટર, લુબ્રીકેટીંગ ગ્રીસ, ઇનસેક્ટ રિપેલન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે.
પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલેશન-૧ : પેરાફીન વેક્સ ૨૧૦ ગ્રામ, માઇક્રો ક્રિસ્ટલાઈન વેક્સ ૬૦ ગ્રામ લાઇટ લીકવીડ પેરાફીન ઓઇલ ૭૩૦ એમ.એલ. પ્રોપાઇલ પેરાબીન ૦.૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેલી બનાવી શકાય છે.
પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલા-૨ : પેરાફીન વેક્સ ૨૦૦ ગ્રામ, માઇક્રોક્રિસ્ટલાઇન વેક્સ ૭૦ ગ્રામ હેવી લીક્વીડ પેરાફીન ઓઇલ ૫૨૦ ગ્રામ, ઓલીવ ઓઇલ ૧૮૦ ગ્રામ, ટોકોફીરાઇલ એસિટેટ ૨૦ ગ્રામ, પ્રોપાઇલ પેરાબીન ૦.૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેલી બનાવી શકાય છે.
પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલા-૩ : પેટ્રોલિયમ જેલી ૫૦૦ ગ્રામ, સિટો સ્ટારાઇલ આલકોહોલ ૧૨૫ ગ્રામ એસ.એલ.એસ. પાવડર ૨૦ ગ્રામ, ડી.એમ.વોટર-૩૫૦ એમ.એલ., પ્રોપાઇલ પેરાબીન ૦-૦૧ ગ્રામ, આ પ્રોડક્ટસને બાથડબમાં ૭૦ સે.ગ્રેડ તાપમાને ગરમ કરીને બનાવી શકાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્સ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ ઇઝ એ મસ્ટ.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.