Day Special

પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારાના એંધાણ : મોંઘવારી વધશે

પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારાના એંધાણ : મોંઘવારી વધશે content image fd68332b 4fc8 4e14 963e 655426072a50 - Shakti Krupa | News About Indiaયુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વિતેલા સપ્તાહમાં નવ વર્ષમાં પ્રથમ વખત USD 120 પ્રતિ બેરલની ઉપર ગયા છે. હવે ચાલુ સપ્તાહમાં વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે તે પછી ઇંધણના ભાવમાં વધારો થશે. પ્રર્વતમાન સ્થિતિએના પ્રતિ લિટર રૂ. ૧૦થી ૧૨નો જંગી ભાવ વધારો થવાની શક્યતા છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલની માહિતી અનુસાર, ૩ માર્ચે ભારતે ક્રૂડ ઓઇલની બાસ્કેટ ખરીદી વધીને ૧૧૭.૩૯ ડોલર પ્રતિ બેરલ થઇ હતી, જે ૨૦૧૨ પછી સૌથી વધુ છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થયાના સમયે ક્રૂડ ઓઇલની ભારતીય બાસ્કેટની સરેરાશ ૮૧.૫ ડોલર પ્રતિ બેરલ હતી. હવે આગામી અઠવાડિયે રાજ્યની ચૂંટણીઓ પૂરી થવાની સાથે, ગેસોલિન અને ડીઝલ બંનેના દૈનિક ઇંધણના ભાવમાં વધારો ફરી શરૂ થવાની અપેક્ષા છે.

૩ માર્ચ, ૨૦૨૨ના રોજ ઓટો ફ્યુઅલ નેટ માર્કેટિંગ માર્જિન માઇનસ રૂ. ૪.૯૨ પ્રતિ લિટર હતા અને FY22 થી આજની તારીખના Q4  માં રૂ. ૧.૬૧ છે, જો કે ૧૬ માર્ચે નેટ માર્જિન ઘટીને માઇનસ રૂ. ૧૦.૧ પ્રતિ લીટર અને ૧ એપ્રિલના રોજ માઈનસ રૂ. ૧૨.૬ થઇ શકે છે. ચોખ્ખા ઓટો ફ્યુઅલ માર્કેટિંગ માર્જિનમાં ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં તીવ્ર ઘટાડા માટે ગ્રોસ રિફાઇનિંગ માર્જિનની મજબૂતાઈ પૂરતી ન હોવાથી ભાવમાં તીવ્ર વધારો જરૂરી છે. ગયા મહિને જ્યારથી રશિયાએ યુક્રેનની સરહદ પર પોતાની સેના મૂકી છે ત્યારથી ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રશિયા પાસેથી તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે તેવી આશંકાના પગલે ભાવ ઝડપથી વધ્યા છે. રશિયા યુરોપના કુદરતી ગેસનો ત્રીજો ભાગ અને વૈશ્વિક તેલ ઉત્પાદનમાં લગભગ ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. યુરોપમાં લગભગ ત્રીજા ભાગનો રશિયન ગેસનો પુરવઠો સામાન્ય રીતે યુક્રેનને પાર કરતી પાઈપલાઈન દ્વારા પસાર થાય છે.

ભારત માટે રશિયન પુરવઠો ખૂબ જ ઓછી ટકાવારી ધરાવે છે. જ્યારે ભારતે ૨૦૨૧માં રશિયા પાસેથી દરરોજ ૪૩,૪૦૦ બેરલ તેલની આયાત કરી હતી (તેની કુલ આયાતના લગભગ ૧ ટકા), ૨૦૨૧માં રશિયામાંથી કોલસાની આયાત ૧.૮ મિલિયન ટન હતી જે તમામ કોલસાની આયાતના ૧.૩ ટકા જેટલી હતી. ભારત રશિયાના ગેઝપ્રોમ પાસેથી વર્ષે ૨.૫ મિલિયન ટન એલએનજી પણ ખરીદે છે. સ્થાનિક ઇંધણના ભાવ જે આંતરરાષ્ટ્રીય તેલના ભાવો સાથે સીધા જોડાયેલા છે કારણ કે ભારત તેની તેલની જરૂરિયાતના ૮૫ ટકા આયાત કરે છે – સતત ૧૨૦ દિવસથી અપડેટ કરવામાં આવ્યા નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉછળવા પાછળનું મુખ્ય કારણ રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ૧૯૭૦ના દાયકામાં પુરવઠો ખોરવાઈ જવાની જોવા મળેલ માત્રા ફરી એકવાર જોવા મળે તેવી સંભાવનાઓ છે.

અમેરિકા  તથા સાથી  દેશો દ્વારા રશિયાની બેન્કિંગ વ્યવસ્થા પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે રશિયાના ઓઈલ સામે નકારાત્મકતા ઊભી થઈ છે. વિશ્વની અનેક બેન્કો, બંદરો તથા કારગો જહાજો હાલમાં રશિયાના ક્રુડ તેલથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે.

હાલની ક્રુડ  ઓઈલની કટોકટી ૧૯૭૦ના દાયકામાં આરબ ઓઈલ પર પ્રતિબંધ અને ઈરાનની ક્રાંતિ સમયની ક્રુડ તેલની કટોકટી જેવી જણાય રહી છે, એમ સુત્રોએ જણાવ્યું હતું. ૧૯૭૦ના દાયકામાં આ બન્ને ઘટનાઓએ ક્રુડ તેલના આંચકા આપ્યા હતા.

જો કે રશિયાના ઓઈલ પર અમેરિકા તથા સાથી દેશોએ હજુ પ્રતિબંધો મૂકયા નથી આમછતાં,  બજારમાંથી રશિયાનું નોંધપાત્ર  ક્રુડ તેલ ગાયબ થઈ ગયું છે. રશિયા દૈનિક ૭૫ લાખ બેરલ્સ ઓઈલ તથા પ્રોસેસ્ડ ગુડસની નિકાસ કરે છે. 

લોજિસ્ટિકસની દ્રષ્ટિએ આ એકદમ જ મોટી ખલેલ છે બની રહેશે અને લોકો ક્રુડ તેલ માટે ઝઝૂમશે  એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. પૂરવઠા કટોકટી ઉપરાંત આ એક લોજિસ્ટિકસ તથા પેમેન્ટ કટોકટી પણ છે અને તે ૧૯૭૦ના દાયકા જેવી હોઈ શકે છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button