પ્લાસ્ટિક માસ્ટર-બેચ કલર વિશે વિસ્તૃત માહિતી
– ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
માણસનો સહજ સ્વભાવ છે કે એને પ્રકૃતિથી છૂટા થવાનું ગમતું નથી. નિસર્ગના સૌંદર્યનો પૂજારી, કુદરતી રંગોથી ભરેલાં સૌંદર્યની પ્રશંસા કરતો આવ્યો છે. કુદરતે પૃથ્વી, જળ, આકાશ અને પ્રકૃતિને એટલા બધાં રંગોથી નવાજી છે કે, માણસ તેના ખોબલે ખોબલે પ્રશંસા કરતાં ધરાતો નથી. આદીકાળથી પ્રાચીન માનવી રંગોની સાથે સંબંધ ધરાવતો આવ્યો છે.
ભૂમિના રંગબેરંગી સ્વરૂપો રંગોની જ લીલા છે. મનુષ્યની ગોરી ચામડીની લાલી અને કાલી ચામડીની અળનુસી એ કુદરતની જ દેન છે. કુદરતે દરેક પશુપક્ષી, ફુલઝાડમાં રંગોલી પૂરી છે. ત્યારે મનુષ્યે પ્રત્યેક માનવસર્જિત પદાર્થમાં રંગોની પૂરવણી કરી છે.
રંગોની સાથે અનેક વ્યવસાયો સંકળાયેલા છે. જેવા કે એડવરટાઇઝ, પબ્લિસર, પ્રિન્ટર્સ, ડીઝાઈનર, ડાયર્સ, આર્કિટેક વગેરે. આ પ્રકારના વ્યવસાયોમાં મેઘનુષ્યના સાતેય રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં લાલ, પીળો, વાદળી, ગ્રીન, ઓરેન્જ, વાયોલેટ અને બ્લેક મુખ્ય હોય છે.
આ રીતે માનવીના જીવનમાં રંગોનું મહત્વ વધતા વિવિધ પ્રકારના રંગીન પદાર્થોમાંથી રંગો મેળવવાની પ્રવૃત્તિની શરૂઆત થઇ જેને આપણે અંગ્રેજીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાતા રંગોને ડાઈ કહીએ છીએ. આ પ્રમાણે કલર કેમિકલ અને ડાઇનો ઉપયોગ શરૂ થયો. જ્યારે આપણે કલરની વાત કરીએ છીએ ત્યારે કલર દરેક જગ્યાએ હોય છે. જેમ કે મેડીકલ પ્રોડક્ટ્સથી લઇને નાના બાળકોના ફુગ્ગા (બલૂન) સુધી કલર, કલર જ જોવા મળે છે.
કલર દરેક પ્રોડક્ટસનું આવરણ છે. જેમ કે ટેક્સટાઇલ, કોસ્મેટિક, મેડીસીન, પ્લાસ્ટીક અને ડોમેસ્ટીક પ્રોડક્ટસ સાથે સૃષ્ટિના દરેક રંગો-રંગથી ભરેલા જ છે. અહીં આપણએ પ્લાસ્ટીકમાં વપરાતા કલરો માટે લખીશું.
– એલ્યુમિનિયમ પીગમેન્ટ:- એલ્યુમિનિયમ પીગમેન્ટ ખૂબ જ એટરેક્ટીવ અને પર્લી ઇફેક્ટ આપે છે. પરંતુ તેને પ્રમાણસર વાપરવામાં આવે તો ! એલ્યુમિનિયમ પીગમેન્ટની લાઇફ ટૂંકી હોય છે. ખાસ કરીને આ કલરનું ડીસ્પર્સન એ મેઇન પ્રોબલેમ છે. જેથી પ્રોપર ડાસ્પર્સન માટે હાઈસ્પીડ મિક્સર અને તેને સૌ પ્રથમ બારિક ટૂકડા કરી ઇક્વિપમેન્ટમાં નાંખવામાં આવે છે. જો આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે તો તેની અસર અવળી પડે છે અને તેનો કલર બદલાઈ જાય છે. એલ્યુમિનિયમ પીગમેન્ટને સોલવન્ટ અથવા પ્લાસ્ટીસાઇઝરમાં પીગાળવામાં આવે છે. કારણ કે, એલ્યુમિનિયમ પીગમેન્ટની ડેન્સ ૨.૫ ટાઇમ સોલવન્ટ કરતા નીચી હોય છે જેથી તે વેસલ્સમાં બેસી જવાનો ભય રહે છે જેથી વાપરતી વખતે કેર લેવી જરૂરી બને છે.
– સ્પેક્ટ્રાક્રોમ માસ્ટર બેચ:- આ પ્રકારના માસ્ટર બેચ ખાસ કરીને કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડકટ્સના પેકેજીંગ માટે અતિ ઉત્તમ સાબિત થયેલ છે અને આ પ્રોડક્ટસને એફ.ડી.એ માન્યતા આપેલ છે. આ પ્રકારના માસ્ટર બેચ પીવીસી, સાન, પોલીઇથીલીન, પોલીપ્રોપલીન અને પોલીકાર્બોનેટ પોલીમરના બનેલા હોય છે. આ કલર રેડ, ગ્રીન, ઓરેન્જ, પરપલ, બલ્યુ અને યેલો પ્રકારના હોય છે. આ માસ્ટર બેચમાંથી ટોયઝ, લો-ગાર્ડન તેમજ બાથ સેનેટરીના પ્રોડક્ટસ બનાવી શકાય છે. આ પ્રકારના માસ્ટર બેચમાં એન્ટીમનીટ્રાયોક્સાઇડ વાપરવાની જરૂરત રહેતી નથી જેથી આ માસ્ટર બેચ કોસ્ટીંગમાં અનુકુળ રહે છે.
– ડાયકેટો-પાયરોલ-પાયરોલે:- પ્લાસ્ટીક માસ્ટર બેચમાં આ પીગમેન્ટ કલરનો મુખ્ય રોલ હોય છે. આ પીગમેન્ટ ટ્રાન્સપેરન્ટ પ્રડક્ટસ માટે વાપરવામાં આવે છે. આ કલર ૩૦૦ અંશ. સે. ઉષ્ણતામાને ટકી રહે છે. તેની કલર ફાસ્ટનેસ ઉંચી આવે છે.
– અર્થસલ્ફાઇડ કેડીયમ:- આ કલરમાં મેટાલીક એલીમેન્ટ તરીકે કેડીયમ સેક્યુસલફાઇડ જે રેડ અને ઓરેન્જ હોય છે. બીજો કલર પ્રેઝોડાઇમિનિયમ ગ્રીન હોય છે અને લીથિયમસલફાઇડ યેલો હોય છે. આ કલરોની ડીસ્પર્સ કેપેસિટી પોલીમર માટે ઘણી સારી હોય છે.
– પર્લસેન્ટ કલર:- પર્લ લસ્ટર પીગમેન્ટમાં લીડ કાર્બોનેટ પર્લ એસેન્સ અને ટીટાનિયમ ડાયોક્સાઇડ કોટેડ માઇકાનો સમાવેશ થાય છે. જે ઓટોમોટીવ, પેઇન્ટ, પર્લ પેકેજીંગ, ફુગ્ગા, રમકડાં પ્રીન્ટીંગ ઇન્ક અને હોમ એપ્લાયન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
– અલ્ટ્રામરિન બલ્યુ:- અલ્ટ્રામરિન બલ્યુ સખત હાઈડ્રોલીક મોઇશ્ચરને સરફેસ ઉપરથી ચૂસી લેવાનું કામ કરે છે. જે માસના બે ટકા જેટલો ઉપયોગમાં લેવાય છે જે હાઈ-ટેમ્પ્રેસરને રીમૂવ કરવાનું કામ કરે છે. જેના કારણે ૧૦૫ અંશ. સે. ઉષ્ણતામાને ૫ ટકા જેટલો લોસ્ટ થાય છે.
કલર:- કલર ટેસ્ટીંગ મશીન વડે કલર કોનસનટ્રેશન, નોન-ડસ્ટીંગ કલર લોટ – ટુ – લોટ કનસીસ્ટનસી, કલર કન્ટ્રોલ, કલર મેચીંગ, કલર મેજરમેન્ટ સિસ્ટમ, કલ એડિટીવ અને કમ્પોઝીશન માટે લેટેસ્ટ ડીજીટલ મશીન કરી આપશે.
લાઇસન્સ :- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અને ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.