Day Special

ફંડ ઉદ્યોગ પર સ્વિંગ પ્રાઇસિંગ મિકેનિઝમ હવે મે મહિનાથી લાગુ થશેે

ફંડ ઉદ્યોગ પર સ્વિંગ પ્રાઇસિંગ મિકેનિઝમ હવે મે મહિનાથી લાગુ થશેે content image 01f0ec27 6654 4187 9dfb 0ce4091453ec - Shakti Krupa | News About India

શેરબજારમાં એકાએક મોટી વધ-ઘટ દરમિયાન રોકાણકારોને એક સાથે પૂર્ણ રોકાણ પાછું ખેંચતા રોકવા માટે સેબીએ સ્વિંગ પ્રાઇસિંગ મિકેનિઝમ તૈયારી કરી છે. આ યંત્રણા ૧ માર્ચના બદલે હવે ૧ મે, ૨૦૨૨થી લાગુ થશે.   

સેબીએ તાજેતરમાં જણાવ્યુ કે, એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (એમ્ફી)ની વિનંતીને ધ્યાનમાં રાખી સ્વિંગ પ્રાઇસિંગ મિકેનિઝમના અમલની તારીખ બે મહિના લંબાવી દીધી છે. સેબીએ ગત સપ્ટેમ્બરમાં ઓપન-એન્ડેડ ડેટ મ્યુ. ફંડ સ્કીમની માટે સ્વિંગ પ્રાઇઝિંગ મિકેનિઝનની રજૂઆત કરી હતી.

સેબીના પરિપત્ર મુજબ આ યંત્રણા લાગુ થયા બાદ ફંડમાં રોકાણ અને રિડમ્પ્શન દરમિયાન રોકાણકારોને તે નેટ એસેટ વેલ્યૂ (એનએવી) મળશે, જે સ્વિંગ ફેક્ટર હેઠળ એડજેસ્ટ કરાશે. જેથી બજારમાં પેનિક આવે તે દરમિયાન રોકાણ પરત ખેંચશો તો ઓછી એનએવી મળશે. 

સ્વિંગ પ્રાઇસિંગના આ નિયમો માત્ર મોટી અફરાતફરી જ નહીં પણ સામાન્ય દિવસોમાં પણ લાગુ રહેશે. જો કે બંને દિવસોમાં પરિસ્થિતિઓમાં સ્વિંગ ફેક્ટર અલગ રીતે નક્કી કરાશે. સ્વિંગ ફેક્ટર એકથી બે ટકા સુધી હશે. તે સામાન્ય દિવસોમાં આશિંક જ્યારે બજારમાં વધારે વધ-ઘટ રહેશે તો સંપૂર્ણ સ્વિંગ લાગુ થશે. અફરાતફરીભર્યા બજારમાં વધારે જોખમવાળા ઓપન એન્ડેડ ડેટ સ્કીમમાંથી મોટું રોકાણ પાછું ખેંચનાર રોકાણકારોને બે ટકા ઓછી એનએવી મળશે.    

સ્વિંગ પ્રાઇસિંગના નિયમો બનાવવાની અને રેન્જ નક્કી કરવાની જવાબદારી એમ્ફીને સોંપાઇ છે અને તે તમામ મ્યુ. ફંડ કંપનીઓ પર લાગુ થશે. અલબત્ત જો કે મ્યુ. ફંડ સ્કીમના પ્રકાર મુજબ કેટલાંક નિયમો નક્કી કરવાની છુટછાટ કંપનીઓને મળશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button