Day Special

બજેટઃ માળખાકીય સુવિધા માટેના આયોજનથી 1.5કરોડનું જોબ જનરેશન

બજેટઃ માળખાકીય સુવિધા માટેના આયોજનથી 1.5કરોડનું જોબ જનરેશન content image 4ff050fe 6c0d 4ce7 810a d9b68c077946 - Shakti Krupa | News About India

– એન્ટેના : વિવેક મહેતા

– કોરોનાને કારણે રોજી ગુમાવનારાઓને પુનઃપ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલા નાણાં મંત્રી

નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં સ્ટાર્ટ અપ, એનર્જી, એજ્યુકેશન, ડિફેન્સ અને ડિજિટલાઈઝેશન પર ફોકસ કર્યું છે. એજ્યુકેશનથી સ્કીલ્ડ મેનપાવર જનરેશન કરવાનું ધ્યેય પણ રાખ્યું છે. બજેટમાં એજ્યુકેશન માટે રૂ. ૬૩,૪૯૯ કરોડ ફાળવ્યા છે. આમ તો રોજગારી નિર્માણ પર સતત નજર રાખનારાઓ કહે છે કે ૨૦૧૭થી ૨૦૨૦ના ગાળામાં બેરોજગારી ઘટી નથી. વધી છે, પહેલા નોટબંધીને કારણે અને ત્યારબાદ જીએસટી તથા છેલ્લે કોરોનાથી દેશનું અર્થતંત્ર ધીમું પડયું હોવાની વાતો થાય છે. અન્ડર એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે એટલે કે રોજગારી હોવા છતાંય અપેક્ષા પ્રમાણે સેલરીનો ગ્રોથ થતો નથી. નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસે આપેલા આંકડાઓ મુજબ ૪૫ વર્ષ પછી પહેલીવાર ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં બેરોજગારીનો દર ૮.૮ ટકા જેટલો ઊંચો હતો. કોરોનાના પહેલા અને બીજા વેવ્સમાં હજારો લોકોએ રોજગારી ગુમાવી છે.આ ગાળામાં રોજગારી ટકાવી શક્યા છે તેમના પગારો કપાઈ ગયા છે. પગારો કપાયા પછી નોર્મલ લેવલે હજીય પગારો પહોંચ્યા નથી. ઉપરાંત કોરોનાની માંદગીને કારણે આવી પડેલા અણધાર્યા ખર્ચાઓને પરિણામે લોકોની બચત ખતમ થઈ ગઈ છે. મોંઘવારી વધી છે. તેથી તેમની આથક સંગીનતા તળિયે આવી રહી છે. જોકે ત્રીજો વેવ એટલો ઘાતક અને ખર્ચાળ રહ્યો નથી. તેથી તેની વધુ ઘાતક અસર થઈ નથી.

પરિણામે રોજગારી નિર્માણ કરીને લોકોની આવકમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય બની ગઈ છે. તેથી જ મૂડી ખર્ચ-કેપિટલ એક્સપેન્ડિચર  વધારીને રૂ. ૭.૫ લાખ કરોડ કરવામાં આવ્યો છે. ગયા વરસે ૫.૩૯ લાખ કરોડની ફાળવણી સામે આ વરસે સરકારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારીને રેલવે, રસ્તા, જળમાર્ગ સહિત અન્ય સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરીને બ્લ્યુ કોલર (મજૂરોના) જોબની તક નિર્માણ કરવાનો તખતો ગોઠવ્યો છે. તેમની પાસે પૈસા પહોંચશે તો મેન્યુફેક્ચરર્સનીઆઈટેમ્સ વેચાશે. તેમના કામ થશે તો આગળની ચેઈન ચાલશે અને અર્થતંત્રનું ચક્ર ફરતું રહેશે. બીજીતરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓ વ્હાઈટ કોલર જોબ પણ આપશે. અલબત્ત બ્લ્યુ કૉલરની તુલનાએ વ્હાઈટ કૉલર જોબ ઓછા જનરેટ થશે. 

જોકે સ્ટાફિંગ ફેડરેશન, દિલ્હીના પ્રમુખ લોહિત ભાટિયા આશાવાદી છે. તેઓ કહે છે, બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓના માધ્યમથી નાના મોટા ઉદ્યોગો થકી અંદાજે ૧.૨ કરોડ રોજગારી નિર્માણ થવાનો અંદાજ છે. સરકારે પોતે જ પીએલઈ સ્કીમને એક્સટેન્ડ કરીને ૬૦ લાખ જોબ જનરેટ કરવાનો અંદાજ  સરકારે મૂક્યો છે. ૧૩  સેક્ટર માટે પીએલઆઈ જાહેર થયેલી છે. પીએલઆઈના માધ્યમથી ૨ લાખ કરોડના સબસિડી લાભ આપવામાં આવ્યા છે, જે લાભ લેવા માટે નવી મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરવી પડશે. બે લાખ કરોડની સબસિડી મેન્યુફેક્ચરિંગની નવી નિર્માણ થનારી ક્ષમતાના ૫ ટકા જ છે. આમ મેન્યુફેક્ચરિંગ કેપેસિટીમાં ૨૦ ગણો વધારો કરવો પડશે. તેથી ૪૦ લાખ કરોડનું પ્રોડક્શન આઉટપુટ વધારવું પડશે. સામાન્ય રીતે પ્રોડક્શન કેપેસિટી વધારવા માટે કરવામાં આવતા ખર્ચમાંથી ૮થી ૧૦ ટકા ખર્ચ વેતન ખર્ચ હોય છે. તેથી ૩.૨ થી ૪ લાખ કરોડનો ખર્ચ વેતન પાછળ કરવામાં આવશે. એવરેજ સેલેરી રૂા. ૧૫૦૦૦થી ૨૦,૦૦૦ની ગણવામાં આવે અને વાષક રૂ. ૨ લાખનું વેતન ગણવામાં આવે તો ૪ લાખ કરોડને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો અંદાજે ૧.૨૦ કરોડથી વધુ રોજગારી નિર્માણ થઈ શકે છે. આ રોજગારી નિર્માણ થતાં બેથી અઢી વર્ષ લાગી જશે. 

હવે સરકાર  આ  ઇન્વેસ્ટમેન્ટને ટાઈમબાઉન્ડ બનાવી દે તો તેનો વધુ સરળતાથી અંદાજ આવી શકશે.આજે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની જીડીપીમાં ૨૦થી ૨૫ ટકાનો ફાળો છે. તેમાં ૧૫ ટકા લોકોને જોબ મળે છે. તેનો અર્થ એ થયો કે રિટેઈલ, બેન્કિંગ, ટ્રાવેલ, ટુરિઝમમાં પણ જોબ જનરેટ થાય છે. ઉપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને તેને સંલગ્ન ક્ષેત્રમાં પણ જોબ જનરેશન થશે. બીજીતરફ દર વરસે ભારતમાં ૫૦ લાખ યુવાનો ભણીને તૈયાર થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લે છે. તેની સામે સરેરાશ માત્ર ૧૨ લાખ રોજગારીનું નિર્માણ થશે. બીજા સેક્ટરના જોબને જોઈએ તો પણ ૨૦થી ૨૫ લાખ યુવાનોને માટે જોબ એક સમસ્યા જ રહે તેવી સંભાવના છે. રોજગારી નિર્માણ કરવામાં પૂર્ણ સફળતા નથી મળતી તેથી જ સરકાર સ્વરોજગાર પર પણ ભાર મૂકતી થઈ છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button