Day Special

બજેટની મોસમ… સંતાનોને સમજાવો કે પૈસા ઝાડ પર નથી ઉગતા

બજેટની મોસમ... સંતાનોને સમજાવો કે પૈસા ઝાડ પર નથી ઉગતા content image 1bf3ca81 24b2 419c 832f 3c4382fcfd50 - Shakti Krupa | News About India

– ઘરના સંતાનોને બજેટમાં રસ લેતા કરવા જોઇએ. ઘરના બજેટ થી સમજ આપી શકાય છે. ઘરના લોકોની આવક અને ખર્ચને આસાનીથી સમજાવી શકાય છે

– ઘરનું બજેટ એ બચત સાથે સંકળાયેલો મુદ્દો છે.   કિશોર વયના સંતાનો પણ ડિપોઝિટસ, વિથડ્રોઇંગ કે બચતનો અર્થ સમજતા નથી

– બજેટ એટલા અટપટા હોય છે કે લોકોને પૈસો ક્યાંથી આવશે અને ક્યાં જશે તે સમજવા માથું ખંજવાળવું પડે છે

આ જકાલ બજેટની મોસમ ચાલે છે. દેશનું બજેટ, રાજ્યનું બજેટ, શહેરનું બજેટ વગેરે ભારેખમ વિષય બનતા જાય છે. બજેટ એટલા અટપટા હોય છે કે લોકોને પૈસો ક્યાંથી આવશે અને ક્યાં જશે તે સમજવા માથું ખંજવાળવું પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ જે સમજવા ગોથાં ખાય છે તેને કોમનમેન કેવી રીતે સમજી શકે? દરેક પોતાના ક્ષેત્રનું બજેટ સમજવા પ્રયાસ કરે છે. કમનસીબી એ છે કે બજેટ પર રાજકીય રંગ ચઢાવી દેવામાં આવે છે. સત્તાધારી પક્ષ જેને વિકાસ લક્ષી કહે છે તેને વિરોધ પક્ષ નિરસ કહે છે. દરેક પોતાના રાજકીય પક્ષના ચશ્મા પહેરીને બજેટને મૂલવતા હોય છે. 

કેન્દ્ર સરકાર અને સુરત ,અમદાવાદ, વડોદરા, મુંબઇ વગેરેના બજેટ આવી ગયા છે. હજુ ગુજરાત સરકારનું બજેટ ૧લી માર્ચે આવશે. આમ બજેટની મોસમ હજુ ચાલુ છે. ઘરના સંતાનોને બજેટમાં રસ લેતા કરવા જોઇએ. ઘરના બજેટ થી સમજ આપી શકાય છે. ઘરના લોકોની આવક અને ખર્ચને આસાનીથી સમજાવી શકાય છે. આપણે ત્યાં બચત માટેના ગલ્લાં (હવે પીગી બેંક) વગેરેથી બચતના આઇડયા બતાવી શકાય છે. જે રીતે બજેટ ખાધ્ય છે તે જોતાં એમ કહી શકાય કે નાણાપ્રધાનના હાથ બંધાયેલા હોય છે. 

આવકના સોર્સ ઘટતા જાય છે. ટેક્ષ ભરવો કોઇને ગમતો નથી. જે લોકોને ટેક્ષ ભરવાનો આવે છે તે છૂટછાટો માંગે છે. ઉદાહરણ તરીકે ઇન્કમટેક્ષમાં છૂટછાટ માટે સૌ રાહ જોતા હોય છે. ઘરના બાળકોને બજેટ જેવી મહત્વની વાતને સમજાવવા જેવી છે. બજેટ, બચત અને આડેધડ ખર્ચાની સમજ આપવી જરૂરી છે. બજેટના વિષયને બહુ ભારેખમ બનાવી દેવાયો છે.

ઘરનો આર્થિક વહિવટ ઘરના વડાઓ કરતા હોય છે. સંતાનોને માટે મધ્યમવર્ગ નિશ્ચિત રકમ વાપરવા આપતી હોય છે. જે સંતાનોની ઉંમર પ્રમાણે વધ્યા કરતી હોય છે. પંરતુ ઘરમાં કમાનાર એક છે અને વાપરનારા અનેક છે તે વાતને ભાગ્યેજ સમજાવાય છે. ક્યારેક ઘરમાં પડતી નાણાની તાણની અસર સંતાનો સુધી પહોંચતી નથી. સંતાનો મોટા થાય તો પણ ઘરના વાલીઓ ઘરની આર્થિક સમસ્યાથી તેમને દુર રાખે છે. 

ઘરનું બજેટ એ બચત સાથે સંકળાયેલો મુદ્દો છે.   કિશોર વયના સંતાનો પણ ડિપોઝિટસ, વિથડ્રોઇંગ કે બચતનો અર્થ સમજતા નથી. બચત એટલે ગલ્લામાં કે બેંકમાં પૈસા ભેગા કરવા એટલુંજ સમજે છે. પરંતુ તેના લાભ અને તે સંકટ સમયની સાંકળ છે તે સમજાવવામાં નથી આવતું. 

સામાન્ય રીતે છોકરા એમ સમજતા હોય છે ેકે પૈસા એટીએમમાંથી આવે છે. સંતાનોને એ ખબર નથી હોતી કે  તેના વાલીઓ આખો મહિનો કામ કરે છે ત્યારે પૈસો મળે છે. પૈસાદારના છોકરા આડેધડ પૈસા વાપરે છે તે જોઇને  મધ્યમ વર્ગના છોકરા પૈસા વાપરે છે. તે ઉડાઉ ખર્ચા કરવા લાગે છે. 

વિદેશમાં છોકરાઓ ૧૬ વર્ષથીજ પોતાની આવક રળવા જોબ કરવા લાગે છે. ત્યારે તેને ખ્યાલ આવે છે કે પૈસો ક્યાંથી આવે છે અને ક્યાં જશે. અમેરિકામાં છોકરાઓને પૈસાનું મહત્વ સમજાવવા ત્રણ જારની સિસ્ટમ બતાવાય છે. જેમાં એક જાર બચતનો હોય છે , બીજો જાર ખર્ચ કરવા માટેનો અને ત્રીજો જાર સેવાના કામના પૈસા માટેનો હોય છે.  આમ છોકરાઓને સેવિંગની દિશામાં લઇ જવાય છે.     હકીકત તો એ છે કે જેમ ટીવી સિરીયલ જોવા આખું કુટુંબ સાથે બેસે છે એમ બજેટના દિવસે પણ આખા ઘરને સાથે બેસાડીને તેની કુટુંબના વડાએ તેની સમજ આપવી જોઇએ. જેમકે બચતના લાભ, સંકટ સમયે કામ લાગતો પૈસો સંગ્રહ કરેલો પૈસો કામ લાગે છે. ભવિષ્યનો પ્લાનીંગ કરવા સરકાર જેમ ખાસ બજેટની ફાળવણી કરે છે એમ દરેક કુટુંબ તેમના સંતાનોના ભણતર માટે કે લગ્ન માટે વિશેષ બચત કરે છે. 

સરકાર એક વર્ષમાં માટે ફાળવણી કરે છે જ્યારે મધ્યમ વર્ગ તે માટે દશ વર્ષ અગાઉથી આયોજન કરતો હોય છે. કોઇ સોનું ખરીદે છે તો કોઇ ફિક્સ ડિપોઝીટ કરાવતો હોય છે. 

જ્યારે ઘરના  કોઇ યુવાનને ડિસઇન્વેસ્ટમેન્ટની સમજ આપવી હોય તો કહી શકાય કે આપણું ગામનું ઘર પડું પડું થઇ ગયું છે. તેની સાફ સૂફીનો ખર્ચ માથે પડી રહ્યો છે. હાલમાં બજાર ભાવ વધારે છે. જો તે  વેચી દેવામાં આવે તો તે રકમ ભવિષ્યના પ્લાનીંગ માટે કામ લાગી શકે. અને બીનજરૂરી ખર્ચ બચી શકે.  માત્ર સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટની ચિંતા હોય એવું નથી અનેક કુટુંબો પોતાની ખોટ ખાતી મિલ્કતો વેચીને રોક્ડ ભેગી કરી દે છે.

આર્થિક નિષ્ણાતો કહે છે કે ઘરના છોકરાઓને નાની ઉંમરથીજ પૈસાનો વહિવટ સોંપવો જોઇએ જેથી તેને પૈસા કેવી રીતે બચાવવા તેની સમજ ઉભી થઇ શકે.

ઘરમાં કેટલા કમાનારા અને કેટલો ખર્ચો થાય છે તેની સમજ પણ ઘરના છોકરાઓને આપવી જરૂરી છે જેથી તે આડેધડ ખર્ચા કરતાં અટકી જશે. દેશમાં દશ ટકા પૈસાદારો છે. બાકીના ઘરોમાં પૈસા ઝાડ પર નથી ઉગતા તે વાતની સમજ આપવી જોઇએ.  મોંઘવારીના જમાનામાં મોટા ભાગના લોકોનો પગાર ૨૦ દિવસમાં વપરાઇ જાય છે. બાકીના ૧૦ દિવસ તે અહીં તહીંથી એડજેસ્ટ કરીને ચલાવે છે. આ બધું જ સંતાનોની નજરમાં હોય છે પરંતુ કોઇ તેમને ઇન્વોલ્વ નથી કરતું.

બજેટની મોસમ ઘરના ખર્ચાને કાબુમાં રાખતા શીખવે છે. બજેટની મોસમમાં ઘરના બજેટને કુટુંબના લોકો સાથે બેસીને સમજાવવાની જરૂર છે. 

ઘરમાં ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચા પણ ઘરના છોકરાઓના ધ્યાનમાં લાવવાની જરૂર છે

ઘરનું બજેટ બચત સાથે સંકળાયેલું છે. માટે દરેક બાળકને અને કિશોરોને બચતના આઇડયા આપવાની જરૂર છે. ઘરનો ખર્ચો અને આવક-જાવક વગેરે પહેલા ધોરણથી શીખવાડવાની જરૂર છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર જ્યારે પેરન્ટ્સ કોઇને પૈસા આપે છે ત્યારે સંતાનો તે જોતા હોય છે. જ્યારે ઘરમાં પૈસૌ બાબતે પતિ પત્ની વચ્ચે રકઝક થાય છે તે પણ તે નોંધતા હોય છે.  ઘરના વડિલોએ તેને એ રીતે સમજાવી શકે કે જો તું વિડીયો ગેમ ખરીદીશ તો તું નવા શૂઝ નહીં લઇ શકે. સ્માર્ટ મની-સ્માર્ટ કીડ્સ પર પુસ્તક લખાયું છે. છોકરાઓને બચત માટે મોટિવેટ કરવા જોઇએ એમ પણ કેમ્બ્રીજના અભ્યાસમાં જણાવાયું છે.  પોતાના પૈસામાંથી બાળકો કોઇને મદદ કરે તેવી ટેવ પણ પાડવી જોઇએ. આપણે ત્યાં વાલીઓ તેમના સંતાનોને બેંકની વિગત કે કેટલા પૈસા છે તેની વિગતો નથી આપતા કેમકે તેમને એવો ડર હોય છે કે સંતાનો પૈસા વેડફી નાખશે પરંતુ જો તેમને નાનપણથી પૈસાની આવન જાવન બતાવી હોય તો તે સંગ્રહ કરેલો પૈસો બેવડાવી પણ શકે છે.  ઘરમાં ક્રેડીટ કાર્ડથી થતા ખર્ચા પણ ઘરના છોકરાઓના ધ્યાનમાં લાવવાની જરૂર છે. બેંકમાં પૈસા રોકવાથી કેટલા વધારે મળે તેની ચર્ચા પણ તેની સાથે કરવી જોઇએ.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button