Day Special

ભારતીય ઘઉંની વિશ્વમાં માંગ – નિકાસકારોને ગોલ્ડન ચાન્સ

ભારતીય ઘઉંની વિશ્વમાં માંગ - નિકાસકારોને ગોલ્ડન ચાન્સ content image 73416973 227f 403e 8643 08c9344ceeb8 - Shakti Krupa | News About India

– કોમોડિટી કરંટ-જયવદન ગાંધી

– આવકોના પ્રેશરથી મસાલા ચીજોમાં કરેક્શનની સંભાવના

આજકાલ રશિયા- યુક્રેન યુદ્ધના પડઘાથી તેમજ હોળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય બજારોમાં મોંઘવારી એકદમ ચરમસીમાએ છે પેટ્રોલ- ડિઝલની સાથે સાથે સોના-ચાંદી અને મસાલા, તેલીબીયા, દાળો સહિતની મોટાભાગની કોમોડિટી તેજી તરફ જઈ રહી છે. ખાસ કરીને ખાદ્ય તેલો તથા મસાલા ચીજોમાં માહોલ ભારે ગરમી પકડી રહ્યો છે. છેલ્લા પખવાડિયામાં ખાદ્યતેલોમાં પ્રતિ લીટરે ૧૦થી ૧૨ રૂપિયા અને મસાલામાં ૨૦થી ૨૫ રૂપિયા પ્રતિ કિલોએ ભાવ વધારો થયો છે. દાળોમાં પણ આ જ સ્થિતિ છે. ફેબુ્રઆરીના છેલ્લા અઠવાડિયાથી જીરામાં ૩૫થી ૪૦ રૂા. હળદર- ધાણામાં ૨૦ રૂપિયા અનેે મરચામાં ૧૫ રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો થયો છે.

રાયડાના તેલના ભાવો ૧૮૫થી ૧૯૦ તેમજ રિફાઇન્ડ તેલના ભાવો ૧૩૦થી ૧૭૫ રૂપિયાની આસપાસ ઉચ્ચ સ્તરે છે. ખાદ્ય તેલોમાં હજી આત્મનિર્ભર થવાનું બાકી છે. હાલમાં ૭૦થી ૭૫ ખાદ્ય તેલનો જથ્થો આયાત ઉપર નિર્ભર છે. પામતેલને બાદ કરતાં અન્ય રિફાઇન્ડ તેલો મોટા ભાગે આર્જેન્ટીના, બ્રાઝીલ તથા યુક્રેનથી આયાત થાય છે જ્યારે પામતેલ મલેશિયા તથા ઇન્ડોનેશિયાથી આયાત થાય છે. સનફ્લાવર રિફાઇન્ડ તેલનો ૯૦ ટકા જથ્થો રશિયા તથા યુક્રેનથી આવે છે. હાલમાં યુદ્ધને કારણે બંને દેશોમાંથી આયાત ઉપર બ્રેક વાગેલ છે.

દેશમાં કાચુ તેલ તથા ખાદ્યતેલને બાદ કરતા અન્ય કૃષિ ઉત્પાદનોમાં ભારે પ્રગતિ હાંસલ કરી આત્મનિર્ભરતા લગભગ મેળવી છે. હાલમાં યુક્રેન ઉપર રશિયાના હુમલા તથા રશિયા ઉપર અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી લાદેલા પ્રતિબંધોના કારણે તેલ અને પ્રાકૃતિક ગેસની બજારો ભારે ગરમી પકડી છે. સાથે સાથે વૈકલ્પિક ખાધ સુરક્ષા ઉપર પણ ખતરો ઉભો થયો છે.

ખાસ કરીને મધ્ય પૂર્વી અને ઉત્તરી આફ્રિકાના દેશોમાં ઘઉંનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉપરોક્ત દેશોમાં ઘઉં સપ્લાય કરતું યુક્રેન રશિયાનો વેપારી કારોબાર બંધ જેવી સ્થિતિમાં હોવાથી આ સંજોગોમાં ભારતીય ઘઉંના નિકાસકારોને ઉપરોક્ત દેશોમાં ઘઉંની નિકાસ માટે ગોલ્ડન તકો ઉભી થઈ હોવાનું વડાપ્રધાન મોદીએ પણ ઇશારો કરીને નિકાસકારોને ખાસ અપીલ કરી છે.

જો કે, વર્ષ ૨૦૨૧- ૨૨ જાન્યુઆરી સુધીમાં ઘઉંની નિકાસમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. વિદેશી બજારમાં ભારતીય ઘઉં તથા ચોખાની ડિમાન્ડમાં જબરદસ્ત ઉછાળો થયો છે. છઁઈઘછના અહેવાલો પ્રમાણે વર્ષ ૨૦૨૦-૨૧ની સરખામણીએ છેલ્લા દશેક મહિનામાં ભારતીય ઘઉંની વિશ્વ બજારમાં ૩૮૦ ટકા ઉપરાંતની માંગમાં વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં ઘઉંની નિકાસમાં ૧૭૪૨ મિલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે.

ઘઉંની સમાંતર ચોખાની નિકાસમાં પણ ૧૩ ટકાનો ઉછાળો નોંધાયો છે. એકંદરે સરેરાશ જોઈએ તો ભારતીય કૃષિ નિકાસ છેલ્લા દસેક મહિનામાં વધીને ૧૯૭૦૦ મિલિયન અમેરિકી ડોલરની આસપાસ થઈ છે. જે આગામી વર્ષે વધીને ૨૩૦૦૦ મિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચે તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. ભારતીય અનાજની સમાંતર માંસ, પોલ્ટ્રી તેમજ ડેરી ઉત્પાદકોની તથા ફળો- શાકભાજીની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.

કાચાતેલમાં ઐતિહાસિક તેજી છતાં ભારતીય બજારનું પ્રદર્શન એકદરે ઘણું સારૂ રહ્યું છે. છેલ્લા છ મહિનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી પ્રેસર વધુ હોવા છતાં સ્થાનિક ડોમેસ્ટિક રોકાણકારોના નોંધનીય સહકારથી વર્ષ ૨૦૨૨ દરમ્યાન હજી ૧૫થી ૧૬ ટકા શેરબજારમાં ઉછાળો થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. શેરબજારની સમાંતર કોમોટિડી બજારને પણ ભારે સપોર્ટ મળી રહ્યો છે.

યુદ્ધના કારણે મેટલ કોમોડિટીઝમાં પણ તેજીનો જુવાર છવાયો છે. ખાસ કરીને એલ્યુમિનિયમની ખાણો બંધ હોવાથી એલ્યુમિનિયમ સ્ક્રેપના ભાવોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ઉંચા ભાવથી ઘરાકી ઉપર પણ અસર વર્તાઈ છે. બીજી તરફ હવે ગરમી સતત વધવાની સાથે સાથે કૃષિ બજારોમાં પણ પાકોની આવક ગતિ પકડી રહી છે.

મસાલામાં વર્ષ ૨૦૨૨માં જીરૂ- ધાણા બંને ચીજો એવરગ્રીન રહે તેમ છે. બંને ચીજોમાં પાક ૫૦ ટકાથી ઓછા હોવાના તેમજ કેરીઓવર સ્ટોક પણ ઓછા હોવાના અનુમાનને લીધે ફંડામેન્ટલ હાજર બજારો વધુ મજબૂત બનતા વાયદાને ભારે સપોર્ટ મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં દેખાયેલા નવા કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થાય તો હાલના ગણિતમાં ફેરફાર થઈ શકે છે.

જો કે આવકોના પ્રેશરથી જીરામાં કરેક્શન આવે તો નીચે ૧૯૦૦૦ સુધી બજાર આવે તેવી સંભાવનાઓ છે. પરંતુ સરેરાશ જીરા- ધાણામાં ટોન મજબૂત રહે તેમ છે. જીરાની સાથે સાથે ઇસબગોલમાં પણ આ વર્ષે ઉત્પાદનમાં ૨૫થી ૩૦ ટકાના ઘટાડાની વકીને કારણે અત્યારથી તેજી પકડાતા ભાવો ૨૯૦૦થી ૩૭૦૦ની અલગ અલગ રેન્જમાં ઉંચા સ્તરે છે. વરીયાળીના આબુરોડ ક્વોલીટીના રૂા. ૩૦૦૦થી ૩૮૦૦ સુધીના ઉંચા ભાવો છે. જો કે, આવકોના પ્રેશર રહે તો ભાવોમાં સુધારો થાય તેવા અનુમાન પણ વેપારી વર્તુળો છે. જો કે સરેરાશ મોટા ભાગની કૃષિ જણસીઓમાં આ વર્ષે ખેડૂતોને ઉત્તમ ભાવો મળે તેવા સંજોગો છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button