Day Special

મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીને રૂ.1ના ટોકન ભાડાપટ્ટે આપવાની જોગવાઈઓ

મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીને રૂ.1ના ટોકન ભાડાપટ્ટે આપવાની જોગવાઈઓ content image 9eb9d38b 86d5 48fc b254 41176bb978c2 - Shakti Krupa | News About India– લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

– મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મકાનમાં મહિલા ઉત્કર્ષને સંલગ્ન પ્રવૃત્તિના ઉપયોગની મંજૂરી જરૂરી

ગુજરાતમાં જે શ્વેતક્રાંતિની શરૂઆત થઈ અને આગળ ધપાવવામાં મહિલાઓનો સિંહ ફાળો છે. જેની શરૂઆત સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભોવનભાઈ પટેલ દ્વારા સહકારી મંડળીઓના માધ્યમથી ‘અમુલ’ની સ્થાપના તે સહકારી ક્ષેત્રનું સૌથી સફળ મોડેલ પુરવાર થયેલ છે અને એવું કહી શકાય કે મલ્ટીનેશનલ કંપનીઓને માર્કેટમાં હંફાવવામાં અમુલનો મોટો ફાળો છે. સાથો સાથ શ્વેતક્રાંતિથી ગ્રામીણ ક્ષેત્રમાં ખેતી સાથે પશુપાલનનો પુરક વ્યવસાય તરીકે આર્થિક રીતે પગભર કરવામાં અગત્યનું પ્રદાન છે. આગામી ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થનાર છે અને સાબરકાંઠા જીલ્લાના મેઘરજ તાલુકાના એક ઉંડાણના ગામની બહેને ગુજરાત સમાચારના માધ્યમથી લોકાભિમુખ માર્ગદર્શનના લેખો પ્રસિધ્ધ થાય છે. તેમાં ગામની મહિલા દુધ ઉત્પાદક મંડળી ભાડાના મકાનમાં ચાલે છે તેના બદલે સરકારી જમીન ફાળવવા માટે શું નિતી નિયમો છે તે જાણવા માટે જણાવ્યું કે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે સૌ મહિલાઓને અને દુધ મંડળીના સંચાલકોને જાણકારી મળે તે માટે આ અંગેની જોગવાઈઓનું નિરૂપણ કરૂં છું. આમ તો સરકારી જમીન જુદા જુદા હેતુઓ માટે ગ્રાન્ટ કરવાની સુચનાઓ છે. પરંતુ મહેસૂલ વિભાગના તા.૧૬-૯-૨૦૧૪ના ઠરાવ ક્રમાંક ઃ જમન – ૩૯૧૪ – ૧૮૩૨ – અ  અન્વયે મહિલા દુધ સહકારી મંડળીઓને ૩૦૦ ચોરસવાર જમીન ૧૫ વર્ષના ભાડાપટ્ટે આપવાનો નિર્ણય કરેલ છે અને ફક્ત રૂ. ૧ ના ટોકન દરે આપવાનો ઠરાવ કરેલ છે. આ ઠરાવની જોગવાઈઓ મુજબ આ જમીન ભાડાપટ્ટે અપાતી હોય માલિકી હક્ક મળતો નથી તેમજ કોઈને તબદીલ કરી શકાય નહી તેમજ પેટા ભાડાપટ્ટે પણ આપી શકાય નહી. આ ઉપરાંત આ જમીન દુધ મંડળી માટે જ ઉપયોગ કરવાનો છે. તે સિવાયના હેતુ માટે ઉપયોગ થઈ શકશે નહીં. આવી દુધ મંડળીઓને મળવાપાત્ર જમીન છે કે નહી તે અંગેની પાત્રતા પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા જો એક જ જગ્યાએ એક કે વધુ સંખ્યામાં અરજીઓ આવે તો તે સ્થળે દુધ મંડળીઓ પાસે પોતાનું મકાન હોય તો તમામ પાસાંઓની ચકાસણી કરીને કલેક્ટર અગ્રિમતા કોને આપવી તેનો નિર્ણય લઈ શકે છે. આ દુધ મંડળીના મકાનમાં દુધને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે ખાણ દાણ તેમજ પશુપાલનને લગતી સંલગ્ન પ્રવૃત્તિઓ કરી શકાય છે. ફક્ત વાણિજ્ય વિષયક પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ છે. જે જમીન દુધ મંડળીને ફાળવી હોય તે રાજ્ય સરકારને જાહેર હેતુ માટે જરૂર જણાય તો પરત લઈ શકે છે. જ્યારે ૧૫ વર્ષની ભાડાપટ્ટાની મુદ્દત પૂરી થાય ત્યારે સમયસર ભાડાપટ્ટે લંબાવવાની દરખાસ્ત કરવાની થાય છે. આ મહિલા દુધ મંડળીઓને ફક્ત સરકારી અને ગામતળની જગ્યા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ગૌચરની જમીન ફાળવવાની થતી નથી અને હવે સરકારે તા.૧૬-૩-૨૦૧૫ ના પરિપત્ર ક્રમાંક ઃ જમન – ૩૯૧૪ – ૧૮૩૨ – અ અન્વયે ગામતળની જમીન ભાડાપટ્ટે આપવાના અધિકારો કલેક્ટરને બદલે જીલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવ્યા છે એટલે જ્યાં જ્યાં ગામતળની જમીન ઉપલબ્ધ હોય ત્યાં ૩૦૦ ચોરસવાર સુધીની જગ્યા જીલ્લા પંચાયતના ડી.ડી.ઓ.ને જરૂરિયાતના સંદર્ભમાં ભાડાપટ્ટે આપવાના અધિકારો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ જોગવાઈ મહિલા દુધ ઉત્પાદક મંડળીને રૂ. ૧ ટોકનથી આપવાની જોગવાઈ છે. પરંતુ કોઈપણ સહકારી દુધ મંડળીને મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ જંત્રીના ધોરણે બજાર કિંમત લઈ ગ્રાન્ટ કરવાની પણ જોગવાઈ છે અને તે અન્વયે કોઈપણ દુધ મંડળીને પોતાના મકાન માટે સરકારી / ગામતળમાં જમીન ઉપલબ્ધ હોય તો ગ્રાન્ટ કરવાની જોગવાઈઓ છે.

સરકારની ઉક્ત જોગવાઈઓનો લાભ વધુમાં વધુ મહિલા દુધ ઉત્પાદક મંડળીઓને મળે તે માટે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે વધુમાં વધુ જાણકારી મળે તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે અને કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીઓને પણ Proactive સ્વરૂપે આવી દરખાસ્તોને ઝડપી મંજૂરી આપે તો જે હેતુ માટે સરકારની જોગવાઈ કરી છે તેનો લાભ મળે. વધુમાં આવી દુધ મંડળીના મકાનમાં મહિલા સશક્તિકરણની ગ્રામ્યકક્ષાએ મહિલા સ્વ સહાય જુથો કાર્યરત છે. તે આવી મંડળીના મકાનમાં જુદી જુદી મહિલા ઉત્થાનને લગતી પ્રવૃત્તિ હાથ ધરે તેવી વધારાની જોગવાઈ કરવી જરૂરી છે કે જેથી ગામકક્ષાએ મહિલા દુધ મંડળીનું મકાન વિવિધ પ્રવૃત્તિનું કેન્દ્ર બની શકે. આશા રાખવામાં આવે છે કે, આગામી મહિલા વિશ્વ દિનની ઉજવણી નિમિત્તે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ઉક્ત માહિતી ઉપયોગી નિવડશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button