મહેનત સાથે ગુરૂના આશીર્વાદ મળે તો બિઝનેસ ફૂલે ફાલે
– IPO લાવવા, નવી કંપનીઓ શરૂ કરવી, વિદેશમાં બિઝનેસ કરવો વગેરે મુદ્ે ફાયનાન્સરોની સલાહનું જેટલું મહત્વ હોય છે તેનાથી વધુ મહત્વ ધાર્મિક ગુરૂઓ, ફેમિલી જ્યોતિષોે, વાસ્તુ શાસ્ત્રીઓ અને તાંત્રિકોને આપવામાં આવે છે
– એનએસઇના ભૂતપૂર્વ વડા ચિત્રા રામ કૃષ્ણને જ્યારે એમ કહ્યું કે તે પોતાના હિમાલય ખાતેના ગુરૂને પૂછીને આગળ વધે છે ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું કે આવી સર્વોચ્ચ પોસ્ટ પર બેસનારા હિમાલયના યોગીની સલાહ લઇને કામ કરે એ વાત ગળે ઉતરે એવી નથી
– બેંગલોર જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબની ઓફિસોમાં એન્ટ્રી પોઇન્ટ પર તિરૂપતિ બાલાજીની સ્થાપના કરી હોય છે અને કંપનીના બોસ સહિત દરેક સ્ટાફ ત્યાં શૂઝ કાઢીને પગે લાગીને પછી કામ શરૂ કરે છે
એ નએસઇના ભૂતપૂર્વ વડા ચિત્રા રામ કૃષ્ણને જ્યારે એમ કહ્યું કે તે પોતાના હિમાલય ખાતેના ગુરૂને પૂછીને આગળ વધે છે ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું કે આવી સર્વોચ્ચ પોસ્ટ પર બેસનારા હિમાલયના યોગીની સલાહ લઇને કામ કરે એ વાત ગળે ઉતરે એવી નથી. આ કેસમાં તપાસ આગળ વધી છે. હિમાલયના આ યોગી હકિકતે તો ચિત્રાના પડદા પાછળના સલાહકાર સુબ્રમણ્યમ હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. કહે છે કે આ યોગીના નામે કૌભાંડ ચાલતું હતું. આ કેસમાં તપાસ ચાલે છે પરંતુ એ પણ હકીકત છે કે ટોચની અનેક કોર્પોરેટ કંપનીઓ પોતાના ધાર્મિક ગુરૂઓના આશિર્વાદ લેતા હોય છે અને તેમની સલાહ સૂચન લેતા હોય છે.
માત્ર ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકની ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ પણ પોતાના ધર્મ ગુરૂઓના આશિર્વાદ લીધા વિના નવા રોકાણ માટેના સાહસો નથી કરતા. આઇપીઓ લાવવા, નવી કંપનીઓ શરૂ કરવી, વિદેશમાં બિઝનેસ કરવો વગેરે મુદ્ે ફાયનાન્સરોની સલાહનું જેટલું મહત્વ હોય છે તેનાથી વધુ મહત્વ ધાર્મિક ગુરૂઓ, ફેમિલી જ્યોતિષોે, વાસ્તુ શાસ્ત્રીઓ અને તાંત્રિકોને આપવામાં આવે છે.
કોર્પોેરેટ કંપનીના વહિવટકારો નસીબમાં માનતા હોય છે. દરેક પોતાના કામને મહત્વ આપે છે પરંતુ કોઇ અદ્રશ્ય શક્તિ તેમની મદદ કરે છે તે પણ જાહેરમાં સ્વિકારતા હોય છે. આ અદ્રશ્ય શક્તિ તેમના ધાર્મિક ગુરૂ મારફતે કે વાસ્તુ શાસ્ત્રીઓ મારફતે અપાતી ટીપ્સમાંથી મળતી હોવાનું માને છે.
ભારતમાં ટોચનું બિઝનેસ ગૃહ રીલાયન્સના મુકેશ અંબાણી અને તેમનું કુટુંબના ઉત્સવોમાં ધાર્મિક ગુરૂ તરીકે નામાંકીત કથાકાર રમેશ ઓઝા અને મોરારી બાપુને સાથે રાખે છે. તેમને જાહેરમાં પગે લાગતા જોવા મળે છે. ગુજરાતના અનેક બિઝનેસ મેન બેસતો મહિનો અને પૂનમને નવા કામ માટે શુભ ગણે છે. અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણીની લગોલગ ચાલતા ગૌતમ અદાણી બેસતા મહિનાને શુભ દિવસ ગણે છે. તે પણ તેમના થરાદ ખાતેના કુળદેવી કુવારકા માતાના (સરસ્વતી દેવીનો અવતાર) દર્શને નિયમિત જાય છે.
આ કંપનીઓનો બિઝનેસ અબજો રૂપિયાનો છે. તેના માલિકો મહેનતની સાથે સાથે આશિર્વાદ તેમજ કોઇ અલૌકીક શકિતમાં માનતા હોય છે. ગુજરાતના અનેક બિઝનેસ મેન પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાનું ચૂકતા નથી. આ કંપનીઓ ઓફિસમાં પોતાના ઇષ્ટદેવ અને આરાધ્યદેવને પગે લાગીને ઓફિસમાં પ્રવેશતા હોય છે.
બેંગલોર જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબની ઓફિસોમાં એન્ટ્રી પોઇન્ટ પર તિરૂપતિ બાલાજીની સ્થાપના કરી હોય છે અને કંપનીના બોસ સહિત દરેક સ્ટાફ ત્યાં શૂઝ કાઢીને પગે લાગીને પછી કામ શરૂ કરે છે. સ્ટાર્ટઅપ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ આધ્યાત્મિક ગુરૂઓના આશિર્વાદ લેવા લાઇનમાં ઉભા રહેતા હોય છે.
બેંગલુરૂ અને મુંબઇમાં ચાલતા કેટલા ગીતા ઉપદેશના પ્રોગ્રામોમાં બિઝનેસ કરનારા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવતા હોય છે.
બિઝનેસમાં પ્રવર્તતી અનિશ્ચિત સ્થિતિના કારણે લોકો પોતાના ગુરૂના આશિર્વાદ લેતા હોય છે અને તેમના પર ભરોસો મુકતા હોય છે. કર્ણાટક આઇટી હબ છે. મોટા ભાગના સ્ટાર્ટઅપ બેંગલોર સ્થિત છે. આઇટી ક્ષેત્રે લાઇફ એન્ડ કોચ સિસ્ટમ જોવા મળે છે. દરેક કંપની તેમની સલાહ લે છે. કંપનીઓ નવું ડોમેઇન નેમ ક્યારે લેવું જેવી નાની નાની સલાહ પણ લાઇફ કોચ પાસેથી લેતા હોય છે.
દિવંગત વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસન કાળમાં ચન્દ્રાસ્વામીના આશિર્વાદ લેવા ટોચના કોર્પોરેટ ગૃહ લાઇનમાં ઉભા રહેતા હતા. તેમના આશિર્વાદથી તેમનો બિઝનેસ વધતો હતો. કેટલાક સેલિબ્રિટી પણ માને છે કે અલૌકિક શક્તિ તેમને આગળ વધવામાં મદદ કરે છે. અમિતાભ બચ્ચન, એકતા કપુર વગેરે પદયાત્રા કરીને સિદ્ધિ વિનાયક મંદિરે દર સંકષ્ટ ચતુર્થીએ જાય છે. કેટલાક બિઝનેસ મેન દર પૂનમે શ્રીનાથજી અને ડાકોર જતા હોય છે.
એક અહેવાલ અનુસાર વિડીયોકોન ગૃપના બોસ વેનુગોપાલ ધૂતના ગુરૂ શ્રી શ્રી રવિશંકર છે. એમ યશ બિરલા ગૃપના ચેરમેન યશ બિરલા અને વિજય માલ્યાના ગુરૂ પણ શ્રી શ્રી રવિશંકર છે.
જેનું નામ ઘેર ઘેર જાણીતું છે એવા ફેસબુકના ફાઉન્ડર પણ ગુરૂના આશિર્વાદ લેવા ભારતના નૈનિતાલ ૧૯૭૦ના દાયકામાં આવ્યા હતા. (વાંચો બોક્સ). અહીં મહત્વનું એ છેે કે માત્ર ગુરૂના આશિર્વાદ કામ નથી કરતા પણ મહેનતજ રંગ લાવતી હોય છે. આગળ આવેલા બિઝનેસમેન દિવસ રાત જોયા વગર મહેનત કરતા હોય છે. ગુરૂના આશિર્વાદ અને મહેનત ભેગા થાય ત્યારે અંબાણી-અદાણીના લેવલની દિશા જોઇ શકાય છે.
દરેક બિઝનેસ મેન પોતાનો બિઝનેસ વિસ્તારવા પ્રયાસ કરે છે અને તેમ કરતાં અટવાય નહીં તે માટે પોતાના ગરૂના આશિર્વાદ લેતા હોય છે. મોટા વેપારીઓ નામાંકિત ગુરૂઓની સલાહ લે છે જયારે નાના વેપારીઓ તેમની દુકાન આગળ લીંબુ-મરચા બાંધે છે તો કેટલાક ઘોડાની નાળ લગાવે છે. કહે છે કે લીંબુ મરચા બાંધવાથી ધંઘા પર કોઇ
વિધ્ન નથી આવતું. તેની પાછળના કોઇ વૈજ્ઞાાનીક કારણો જાણવા નથી મળતા પણ આ સિસ્ટમ એક પરંપરા સમાન છે.
બિઝનેસમેન ગુરૂ પાસેથી આશિર્વાદ કરતાં ચમત્કારની આશા વધારે રાખે છે ત્યારે છેતરાય છે.
ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પણ ગુરૂના આશીર્વાદ લેવા ભારત આવ્યા હતાઃ એેપલ માટેનો સંકેત સ્ટિવજોબને ગુરૂના દર્શન પછી મળ્યો હતો…
ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે જાહેરમાં કહ્યું હતું કે તે ગુરૂની શોધમાં ભારત ખાતેના કાંચીધામ આશ્રમની મુલાકાતે આવ્યો હતા. ત્યારે ફેસબુકની શરૂઆતનો સમય હતો. માર્ક ઝુકરબર્ગે આ મુલાકાત એપલ ફેઇમ સ્ટિવ જોબની સલાહના પગલે કરી હતી. આ આશ્રમ ઉત્તરાખંડના નૈનિતાલમાં આવેલો છે. ઝુકરબર્ગ પંતનગર ઉતરીને ત્યાંથી ૬૫ કિલો મિટર દુર આવેલા નિમ કરોલી ખાતેના બાબાના આશ્રમ પર ગયા હતા. બાબાનું નિધન ૧૯૭૩માં થયું હતું પરંતુ કહે છે કે અમેરિકાના કેટલાક મોટા બિઝનેસ મેન બાબાના આશિર્વાદ લેવા આવતા હતા.
સ્ટિવ જોબે કહ્યું હતું કે કાંચીધામ આશ્રમની મુલાકાત લીઘા પછી મને એપલનો આઇડયા આવ્યો હતો. ઝુકરબર્ગે કહ્યું હતું કે મારે પણ મારા ફેસબુકના મિશનને પુરૂં કરવું હતું એટેલે સ્ટિવ જોબની સલાહ અનુસાર ભારત આવીને આશ્રમમાં ગયો હતો અને માથું ટેકવી આવ્યો હતો.