માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રને વેગ આપવા હાલના નિયમોમાં ફેરફાર જરૂરી
– આ ક્ષેત્રના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં બચતની આદત વિકસી છે
માઇક્રોફાઇનાન્સ ઉદ્યોગ પર નજર રાખતી સંસ્થા માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટયૂશન્સ નેટવર્ક (MFIN) દાવો કરે છે કે માઇક્રો ફાઇનાન્સે છેલ્લા એક દાયકામાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ ઉદ્યોગો લોકોને તેમના ઘર સુધી લોન અને વીમાની સુવિધા પુરી પાડે છે અને માઇક્રો એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ દ્વારા લોકોને રોજગારી પણ આપી રહી છે.
માઇક્રો ફાઇનાન્સ ઉદ્યોગનું ગ્રોસ ક્રેડિટ એકાઉન્ટ માર્ચ ૨૦૧૨ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે રૂા. ૧૭,૨૬૪ કરોડથી વધીને રૂા. ૨.૫૧ લાખ કરોડ થયું છે. લોન લેનારાઓની સંખ્યા પણ ૨૦ કરોડથી વધીને ૫૭ કરોડ થઈ ગઈ છે. સ્ખૈંશ કહે છે કે છેલ્લા એક દાયકામાં આ ઉદ્યોગમાં કામ કરતા લોકોની સંખ્યા પણ ૬૯,૦૦૦ થી વધીને ૪૦૦,૦૦૦ થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ ૨૦૧૮- ૧૯ દરમિયાન માઇક્રો ફાઇનાન્સે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ ૧.૨૮ કરોડ નોકરીઓનું સર્જન કર્યું છે. લગભગ ૧૨ કરોડ લોકોને વીમા સુવિધા મળી છે. માઇક્રો ફાઇનાન્સ ઉદ્યોગમાંથી લોન લેનારા ગ્રાહકોમાં ૯૮ ટકા મહિલાઓ છે.
ફાળવવામાં આવેલી તમામ લોનમાંથી ૯૦ ટકા સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે અને લોનની ચુકવણી પણ ડિજીટલ માધ્યમથી વધુને વધુ કરવામાં આવી રહી છે. કેશલેસ લોન ફાળવણી દ્વારા લોકોમાં બચતની આદત પણ વિકસાવવામાં આવી રહી છે. અન્ય ઉદ્યોગ નિરીક્ષકના મત મુજબ માર્ચ ૨૦૧૦થી માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓની શાખાઓની સંખ્યા લગભગ બમણી થઈને ૧૧,૪૫૯થી વધીને ૨૦,૦૬૫ થઈ છે. જો કે, આ સંસ્થાઓની સંખ્યા ઘટીને ૨૬૪થી ઘટીને ૨૦૮ ઉપર આવી ગઈ છે.
આ આંકડાઓની પૃષ્ઠભૂમિમાં એક પ્રશ્ન એ ઉભો થાય છે કે શું લઘુ ધિરાણ સંસ્થાઓની વર્તમાન સ્થિતિને નકારાત્મક અથવા હકારાત્મક ખુણાથી જોવી જોઈએ ? ભારતીય રિઝર્વ બેંકે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓના સંદર્ભમાં તેની નીતિ ઘડી છે. જૂન ૨૦૨૧માં કેન્દ્રીય બેંકે માઇક્રો ફાઇનાન્સ રેગ્યુલેશન પર એક કન્સલ્ટેશન પેપર જારી કર્યું જેમાં મોટા ફેરફારોની રૂપરેખા આપવામાં આવી હતી. દસ્તાવેજ એ શરતને દૂર કરવાની યોજના ધરાવે છે કે બે કરતા વધુ એનબીએફસી/ માઇક્રો ફાઇનાન્સ સંસ્થા કોઈપણ એક ઉધાર ધિરાણ લેનારને આપી શકશે નહીં અને લોનની રકમ પરિવારના દેવા- આવકના ગુણોત્તર પર આધારિત હશે. આરબીઆઇ તમામ બાકી લોન પર વ્યાજ અને મુદ્દલની ચુકવણીને ઉધાર લેનારની કુટુંબની આવકના ૫૦ ટકા સુધી મર્યાદિત કરવા માંગે છે.
પરંતુ રિઝર્વ બેન્કે જણાવ્યું નથી કે માઇક્રો બોરોઅર કહેવાતા પરિવારની મહત્તમ આવક કેટલી હશે હાલમાં લોનની મર્યાદા રૂા. ૧.૨૫ લાખ છે તેમાં વધારો કરવાની જરૂર છે. ઘણા સૂક્ષ્મ ઋણધારકોને વધુ નાણાંની જરૂર છે અને જો આપણે તેમને શાહુકારની ચુંગાલમાં ફસાતા બચાવવા માંગતા હોય તો તેમને વધુ પૈસા આપવા જોઈએ.આવક સર્જન અને ઉપભોગ ધિરાણ વચ્ચેનો ભેદ નષ્ટ થઈ રહ્યો છે. ધિરાણકર્તાઓ લોનનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય ખર્ચ, પારિવારિક અસ્કયામતો, ઉપભોગ અને ઉચ્ચ વ્યાજદરે શાહુકાર પાસેથી લીધેલી લોન માટે ચુકવણી કરવા કરી શકે છે.
આ બધા આવકારદાયક પગલા છે કારણ કે તે માઇક્રોફાઇનાન્સ ઉદ્યોગમાં ડુપ્લીકેશન વધારશે અને ઉદ્યોગને નવા માળખામાં વિસ્તરણ કરવામાં મદદ કરશે. રિઝર્વબેંકે વર્તમાન નિયમોમાં પણ ફેરફાર કરવો જોઈએ કે એનબીએફસી/ માઇક્રો ફાઇનાન્સ સંસ્થા તેમની ૮૫ ટકા લોન કોઈપણ ગેરંટી વિના આપશે.
ચોક્કસ લોન સામે ઉધાર લેનારાઓ પાસેથી ગેરંટી શા માટે ન લેવી સમયગાળો બે વર્ષનો છે જો આપણે ગરીબીનો દર નીચે લાવવો હોય તો મોટી લોનના કિસ્સામાં પણ આ સમયગાળો લંબાવવો જોઈએ તેમ નિષ્ણાતોનું માનવુ છે.