Day Special

યુક્રેન કટોકટીની ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર થશે

યુક્રેન કટોકટીની ભારતીય અર્થતંત્ર પર ગંભીર અસર થશે content image 8b23349d 8120 4d7f 90db 02293a80730c - Shakti Krupa | News About India– અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

ફીસ્કલ ડેફીસીટ એટલે કે રાજકોષીય ખાધ અમુક હદને વટાવી દે તે પછી ઊચા ફુગાવા (ઇનફ્લેશન)મા પરિણમે છે. ૨૦૨૧-૨૦૨૨નું ફાયનાન્સીયલ વર્ષ જે માર્ચ ૩૧, ૨૦૨૨ના રોજ પુરું થશે તે દરમિયાન ભારતની રાજકોષીય ખાધ તેની રાષ્ટ્રીય આવકના લગભગ ૭ ટકા સુધી પહોંચવાનું અનુમાન છે. આમાં એક અન્ય ચિંતાજનક બાબત એ છે કે ભારત સરકારનું દેવુ પણ રાષ્ટ્રીય આવકના લગભગ ૯ ટકાની નજીક પહોંચી ગયુ છે. આટલા મોટા દેવા પર સરકારે ગંજાવર વ્યાજ આપવું પડે છે અને મૂળ રકમ પણ આપવી પડે છે. તેનો બોજો આપણા બજેટ પર પડે છે. દેવુ ચૂકવવા માટે આ વ્યાજની રકમ એટદ્રી ગંજાવર છે કે સરકાર શીક્ષણ, આરોગ્યઅને નરેગા હેઠળ પાછળ પૂરતા પૈસા ખર્ચી શક્તી નથી. યુક્રેનની કટોકટીએ ભારતની નાણાકીય પરિસ્થિતિને ગંભીર સ્થિતિમાં મુકી દીધી છે.

ક્રૂડ ઓઇલના ભાવ

હાલની કટોકટીને કારણે જગતભરમા (ભારત સહિત) ક્રૂડ ઓઇલના ભાવોમા મોટો વધારો થશે તે નક્કી છે તેની વિપરીત અસર ભારતમા પણ પડશે. પેટ્રોલનો લીટરદીઠ ભાવ ૧૦૭ થી ૧૦૮ રૂપિયા થઇ જાય તે શક્યતાને નકારી શકાય નહી. ડીઝલ અને પેટ્રોલના ભાવો વધે તેની અસર લગભગ તમામ ચીજોના ભાવો પર પડે તે સ્વાભાવિક છે કે કારણ કે ફેકટરીમાંથી પ્રોડક્સને બજારમા પહોંચાડવાનો અને કાચા માલને ફેકટરીમાં લઇ આવવાનો વાહન ખર્ચ તે કારણે વધી જાય છે. આ ખર્ચા તો આખરે ગ્રાહકોને માથે જ પડવાનો છે. અર્થકારણમા આ ભાવવધારાને કોસ્ટ-પુરા ઇનફ્લેશને કહે છે જ્યારે લોકોની માંગ વધુ અને તે કારણે ભાવ વધારો થાય. તેને ડીમાન્ડ પુલ ઇનફલેશન કહેવામાં આવે છે. દેશની રીઝર્વ બેંકે બેંક રેટમા હજી સુધી વધારો કર્યો નથી. કેન્દ્ર સરકારને ભીતી છે કે રીઝર્વ બેંક જો બેંક રેટ (રેપોરેટ)મા વધારો કરશે તો બજારમાંથી લીક્વીડીટી ઓછી થતા તેની પ્રતિકૂળ અસર ભારતના આર્થિક વૃદ્ધિ દર પર થશે. રીઝર્વ બેંકે ફુગાવાને ડામવા માટે વ્યાજનો ઊંચો દર જાહેર કરવાને બદલે આર્થિક વૃદ્ધિ દર ઊંચો જાય તેવું પસંદ કર્યું છે. પરંતુ વૈશ્વીક કટોકટીને પગલે રીઝર્વ બેંકે બેંક રેટમા વધારો કરવો પડશે.

ભારત સરકાર તેની રાજકોષીય ખાધને ૪.૫ ટકા સુધી સીમીત રાખવા માંગે છે તે કામ હવે ઘણુ મુશ્કેલ જણાય છે. હવે પછીના બે ત્રણ વર્ષ ભારતનું અર્થકારણ નવથી દસ ટકાનો વાસ્તવિક (રીયલ) વૃદ્ધિ દર દર્શાવી શકે તો સરકારની કરવેરાની આવક વધે અને સરકારની રાજકોષીય ખાધ પણ ઘટે. ઇસ. ૨૦૦૫થી ૨૦૧૦ના ગાળામા આમ બન્યું હતું. પરંતુ તે વખતે વૈશ્વીક અર્થકારણ ભારતને માટે અનુકૂળ હતું. અને દેશનું અર્થકારણ તે વર્ષોમાં નવથી દસ ટકાનો વાસ્તવિક (રીયલ) વૃદ્ધિ દરે વધતુ હતું તે હવે શક્ય નથી જણાતું કારણ કે વિશ્વના રાજકારણમાં ગંભીર કટોકટી ઉભી થઇ છે. તેથી ઊંચા આર્થિક વૃદ્ધિ દર દ્વારા સરકાર પરનુ દેવુ અને તેના પર વ્યાજના બોજાને હળવો કરવાનુ શક્ય નથી. ઉપર જણાવ્યુ તેમ આપણી કુલ રાષ્ટ્રીય આવકના લગભગ ૯૦ ટકા જેટલુ ગંજાવર સરકારી દેવુ ચૂકવવા સરકારે કલ્યાણલક્ષી રાજ્યની કલ્પનાને મર્યાદિત કરવી પડશે અને ઘણી યોજનાઓને પડતી મુકવી પડશે. ભારત સરકારે રાજકોષીય ખાધ ઘટાડવા મફત લ્હાણીઓ અને ખોટા ખર્ચા બંધ કરવા પડશે.

ચૂંટણીઓ જીતવા માટેની લોકરંજની શૈલીને તીલાંજલી આપવી પડશે. એમ નહી થાય તો ભાવવધારાની રેખા ઊંચે ને ઊંચે જતી રહેશે આને કારણે ભારતનો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ પણ મુશ્કેલીમા મુકાઈ જશે. ૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ ભારત સરકારે ડીઝલ પરની એકસાઇઝ ડયુટી ૧૦ રૂપિયા ઘટાડી નાખી અને પેટ્રોલ પરની એકસાઇઝ ડયુટી ૫ રૂપિયા ઘટાડી નાખી હતી. ૧લી ડીસેમ્બર ૨૦૨૧ના રોજ દિલ્હીમા વેલ્યુ એડેડ ટેક્ષ ૩૦ ટકાથી ઘટાડીને ૧૯.૪ ટકા કરવામા આવ્યો તેમ છતા અત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલના લીટરનો ભાવ ૧૦૦ રૂ.ની ઘણો નજીક છે.  સરકાર ડીઝલ પેટ્રોલ પરના કરવેરા હજી ઘટાડે તો સરકારની રાજકોષીય ખાધ વધી જાય અને સાપે છંછૂદર ગળ્યું તેવી સ્થિતિ ઉભી થાય.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button