Day Special

યુદ્ધથી ઘઉંની નિકાસને ચાર ચાંદ લાગે તેવી સ્થિતિ

યુદ્ધથી ઘઉંની નિકાસને ચાર ચાંદ લાગે તેવી સ્થિતિ content image 2b0315b1 8caa 4703 a705 55db9c36d65e - Shakti Krupa | News About India– કોમોડિટી કરંટ : જયવદન ગાંધી

રશિયા અને યુક્રેનના સંકટના કારણે વર્ષ ૨૦૨૩માં દેશના અર્થતંત્રને કાચા તેલના ભારે ઝટકા લાગે તેમ છે. હાલમાં કાચા તેલની બજાર છેલ્લા નવ વર્ષના ઉપર સ્તરે છે. રશિયા કાચાતેલના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે. રશિયાની રિફાઇનરીઓ સામે અમેરિકાના પ્રતિબંધોની સાથે તેલના પરિવહનમાં પણ ઉભા થઇ રહેલા અવરોધો તેમજ અમેરિકામાં પણ કાચા તેલના ઉત્પાદનમાં થયેલા ઘટાડાની સામે દેશમાં વધતા વપરાશને કારણે કાચા તેલની બજારમાં તેજી પકડાઈ છે. ખાસ કરીને પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલ તેમજ ગેસના ભાવોમાં પણ વધારો થવાની શક્યતા તેજ છે.

કાચા તેલની મોંઘવારી ઉછળવાની સાથે સાથે ખાદ્યતેલોમાં પણ ભડકો થાય તેવી સ્થિતિ જોડાઈ રહી છે. સ્થાનિક ઉત્પાદિત ખાધ તેલોમાં ભેળસેળ માટે સૌથી વધારે વપરાશ ધરાવતુ પામતેલ તથા સૂરજમુખી તેલની આયાતની પ્રક્રિયા યુદ્ધના સંકટના કારણે ખોરવાઈ જવાની ગણત્રીથી સ્થાનિક ખાદ્ય તેલોની માંગ ઉછળવાની સંભાવનાને કારણે ખાદ્યતેલોમાં તેજી પકડાય તેમ છે. આ વર્ષે દેશમાં રાયડાનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થતાં વિદેશી તેલનો વિકલ્પ બની રહ્યો છે. યુક્રેન ઉપર હુમલો થયા બાદ ખાદ્યતેલના સપ્લાયના ગણિતમાં ગરબડ ઉભી થઇ છે. જેના લીધે રાયડાનું તેલ, સોયાબીન તેલ, સીંગતેલ સહિત તેલોમાં બજાર ગરમી પકડી રહ્યું છે જો કે વિદેશી તેલોની સરખામણીએ સ્થાનિક તેલોની બજાર પ્રમાણમાં નરમ છે.

કાચા તેલ તેમજ ખાદ્યતેલોમાં હજી આત્મનિર્ભર થવાનું જરૂરી છે પણ અનાજમાં છેલ્લા દશેક વર્ષથી ભારતમાં ઉત્પાદનની ગતિ તેજ પકડતાં હાલમાં આત્મનિર્ભર બન્યું છે. ઘઉંના ઉત્પાદનમાં ટોપ ફાઈવમાં ગણના થનાર રશિયા અને યુક્રેન રાજનૈતિક તણાવને કારણે ભારત માટે આ વર્ષે ઘઉંની નિકાસ વધારવાનો સોનેરી અવસર મળ્યો છે. ભારતે વર્ષ ૨૦૨૦માં લગભગ ૧૧ લાખ ટન, વર્ષ ૨૦૨૧માં ૬૧ લાખ ઘઉંની નિકાસ કરી હતી. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ માસિક ગાળા દરમ્યાન ઘઉંની નિકાસ ૪૦ લાખ ટનની સપાટી કુદાવે તેવી શક્યતાઓ છે. ઘઉંની નિકાસમાં રશિયા બાદ બીજા નંબરે રહેતા યુક્રેને તાજેતરમાં બંદરો ઉપરથી વ્યાપારી માલસામાનની રવાનગી બંધ કરતાં ઘઉંની સાથે સાથે તેલીબિયાંની નિકાસ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેના લીધે ભારતીય ઘઉંની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભારતીય ઘઉ નિકાસના ભાવોમાં પણ ઉછાળો થઇ લગભગ ૩૨૦ ડોલર પ્રતિ ટન ઉપર જાય તેવી ગણત્રી છે. રમજાન નજીક હોવાથી રશિયા તથા યુક્રેન ઉપર આધારિત લેબનાન, મિસ્ર જેવા મધ્ય-પૂર્વના દેશોની ઘરાકી ભારતને મળે તેમ છે. તાજેતરમાં ભારતે માનવતાના ધોરણે અફઘાનીસ્તાનને લગભગ બે હજાર મેટ્રિક ટન ઘઉંનો જથ્થો અટારી સીમાના રસ્તે જલાલાબાદ રવાના કર્યો છે. આ અગાઉ ફેબુ્રઆરીમાં પણ ૨૫૦૦ ટન મોકલ્યો હતો. દેશના અન્ય પાડોશી દેશો બાંગ્લાદેશ, શ્રીલંકાની સાથે સાથે ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, UAE  જેવા દેશો ઘઉંના કાયમી ગ્રાહકો છે.

ઘઉંની સમાંતર ચોખાની નિકાસમાં પણ દેશની નોંધપાત્ર પ્રગતિ રહી છે. ગત વર્ષે બે કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. આ ઉપરાંત મકાઇની નિકાસ પણ ગત વર્ષે ૨૦૨૧માં ૨૦ લાખ ટનથી વધીને ૩૬ લાખ ટન ઉપરાંત રહી છે. ભારતીય મકાઈની વૈશ્વિક બજાર ભાવ લગભગ૨૯૩ થી ૩૦૦ ડોલર પ્રતિ ટનની આસપાસ છે. આ વર્ષે જાપાન તથા તાઈવાન જેવા દેશોની લેવાલી આવે તેવી ધારણાઓ છે.

ભારતીય ઘઉંની વૈશ્વિક ડિમાન્ડ વધતાં હાલમાં દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી લગભગ ચારેક લાખ ઘઉંના ઓર્ડરો મળવા લાગ્યા છે. ભારતીય ઘઉંની ગુણવત્તા, સ્વાદ અને બનાવટની સરખામણી અન્ય દેશો કરતાં ઉત્તમ હોવાને કારણે આ વર્ષે ઘઉંના કારોબારમાં દેશને ભારે ફાયદો થાય તેમ છે. ઘઉંની ખેતીમાં ખેડૂતોને પણ આ વર્ષે સારા ભાવો મળી રહ્યા છે. સાથે સરકારે ઘઉંના ટેકાના ભાવોમાં ૪૦ રૂપિયાનો વધારો કરી પ્રતિ ક્વિન્ટલે ૨૦૧૫ રૂપિયા નક્કી કરતાં ખેડૂતોની વેચવાલી સરકારને વધુ મળશે તેવી અપેક્ષા છે. સરકાર મોટે ભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં સૌથી વધારે ખરીદી ઘઉંની કરે છે.દરમ્યાન રાજ્યની કૃષિ બજારોમાં મસાલા, તેલીબીયાં, પાકોની આવકોનું પ્રેસર સતત વધી રહેવા સામે ઘરાકી નબળી હોવાથી બજારોમાં નોંધપાત્ર ઉછાળા જણાતા નથી.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button