Day Special

યુદ્ધના માહોલમાં સોના-ચાંદીમાં અફડાતફડી : ખેલાડીઓ મુંઝવણમાં

યુદ્ધના માહોલમાં સોના-ચાંદીમાં અફડાતફડી : ખેલાડીઓ મુંઝવણમાં content image 071b4545 16ae 4126 9e1a 33897db42c53 - Shakti Krupa | News About India

– બુલિયન બિટ્સ-દિનેશ પારેખ

– સોનાના વૈશ્વિક ભાવ ઉંચામાં ઔંશના 2070 થી 2075 ડોલર  થયા પછી  ઉંચા મથાળેથી 100થી વધુ ડોલર ગબડયા!

વિશ્વ બજારમાં  યુક્રેન અને રશિયાનું યુદ્ધનો ભય  કોઠે પડતા  રોકાણકારો  જોખમ સામે  સલામતી  મેળવતી કિંમતી ધાતુની માંગ ઘટાડે  છે  પરિણામે  સોનાના રેકોર્ડ તોડ  ઉંચા ભાવ  ૨૦૭૫ ડોલર પ્રતિ ઔંસથી ઘટીને  ૧૯૬૫ ડોલર  પ્રતિ ઔંસનો  ભાવ ક્વોટ કરીને  માત્ર એક જ  દિવસમાં  ૬૦-૬૦  ડોલર પ્રકતિ ઔંસનો  કડાકો બોલાવીને ભાવમાં ઘટાડો  નોંધાવે છે.

હાલના તબક્કે  ફેડના   જેરામ પોવેલનો વ્યાજ વધારાનો સંકેત  તથા બોન્ડની ખરીદીમાં  નાણા કાપ  મૂકવાના ઈશારાને   અવગણીને  માત્ર વિશ્વના  રોકાણકારો,  દેશો,  ફંડો,  વિગેરે  સોના ચાંદી,  નિકલ,  પેલેડીયમ તથા પેટ્રોલના ભાવ પર ધ્યાન  કેન્દ્રીત  કરીને  ઉપરોક્ત ધાતુ તથા તેલની ખરીદી કરી રહ્યા છે.

રશિયન  મહાન નેતા લેનીને કહેલું કે  વિશ્વમાં  દાયકાઓ  સુધી કશી નવી બીના કે ઘટના  ન ઘટે  પરંતુ  એક દાયકો  એવો  આવે કે  તેમાં માત્ર  થોડાક  અઠવાડિયામાં   કશું અજુગતું  બને કે સ્થગિત થવાય અને  આજે એ ઘડી  અને  પળ આવી  દરેકે વિશ્વના  લોકોને અનિશ્ચિત  નાણાકીય  અવસ્થાનો સામનો  કરવા મજબૂર બનાવે છે. સોનું  ૨૦૫૧ ડોલર  પ્રતિ ઔંસ , પેલેડીયમ ૩૧૫૦  ડોલર  પ્રતિ ઔંસનો ભાવ  નીકલના ઉંચા  ભાવ  વધારાથી  લંડન મેટલે  સૌદાઓ  સ્થગિત કરવા  પડયા  ઉપરાંત તેલના  ભાવો ઉછળીને ૧૩૯  ડોલર પ્રતિ બેરલના  ભાવોને  આંબ્યા બાદ  સૌ કોઈએ  આ લડાઈનો  સામનો કરવા    સજ્જ થઈને  નોર્મલ વાતાવરણ ઊભું  કરીને યુદ્ધને ઉકેલ લાવીને જ ઝંપશે  તેવું લાગે  છે જે દરેક દેશો  વચ્ચેની તિરાડ  ઓછી કરવા  મદદરૂપ  બનશે  ન્યુયોર્કના  કોમેક્સ  એક્સચેન્જમાં  સોના-ચાંદીના  સૌદાઓનું વોલ્યુમ  વધ્યું,  અને વેર હાઉસમાંથી હાજર સોનાની  ડીલીવરી વધુ પ્રમાણમાં થવા  લાગી છે   ત્યારે સટ્ટાકીય   માનસ  ધરાવતા  લોકોએ  ટુંકાગાળાના સૌદાઓનો  વધઘટમાં  કામકાજ કરીને  અઢળક નફો તારવ્યો છે   પરંતુ તેમાં   નાના નાના રોકાણકારો  એવા ફસાયા છે કે ઉંચા ભાવના  સૌદાઓ  ગળે બંધાયા  અને તેમાંથી  બહાર નીકળવાના રસ્તો શોધી નુકશાન  ઓછું થાય તેવા પ્રયત્નો   કરે છે. અણયુદ્ધના સંકેતે સોનું  ઉછળેલ પણ એ  ભણકારા  શમતા સોનાના ભાવે પીછેહટ  કરી છે.  એકંદરે સોનું  ૧૯૫૦ પ્રતિ ઔંસની  નીચે નહીં ઉતરે  અને  લડાઈ  લાંબી ચાલે તો ભાવો ફરી  ૨૦૦૦ ડોલરની સપાટી તોડે. ૧૯૭૦, બાદ ૨૦૦૯ અને  આજે ૨૦૨૨માં  સોનાના ભાવમાં મોટો  ઉછાળ જોવા મળ્યો છે.

વિશ્વ બજારમાં  ચાંદીએ  પણ સોના પાછળ તેજીની હેલીને  ટેકો આપ્યો છે. 

ચાંદી ઉંચામાં  ૨૬૪૩ સેન્ટનો  પ્રતિ ઔંસનો   ભાવ દાખવીને, લડાઈનું  વાતાવરણ  થોડુંક  નબળું  પડતા શુક્રવારે   ચાંદી ૨૫૫૦ સેન્ટ પ્રતિ ઔંસનો   ભાવ  કવોટ કરતી હતી.

ચાંદીના ભાવમાં અફડાતફડી  ફેલાતા   નવા રોકાણકારો   ઉંચા ભાવે  ચાંદી ખરીદીને   ફસાયાનો  અનુભવ કરે છે,  છતાં  લાંબાગાળે  ચાંદીમાં  તેજી જ રહેશે તેવી ગણતરીએ   તેઓ ચાંદી પકડી રાખે  છે.

ચાંદીના  ઉત્પાદન કે પુરવઠાની ગણતરી ન કરતા લોકોની માંગે  ચાંદીના ભાવને  ઉછાળ્યો છે.  લડાઈના  વાતાવરણે  રોકાણકારોને  કિંમતી ધાતુ ખરીદવા  પ્રેર્યા છે અને પોતાની મિલ્કત  સલામત રાકવા ચાંદીનું હેજીંગ  કરે છે.

લડાઈના  વાતાવરણ વચ્ચે ચાંદીની તેજી-મંદીની  બેતરફી  ચાલ જોવા મળશે. સટ્ટાકીય   ભાવની  અફડાતફડી  રહેશે પણ  નિશ્ચિત  વધારો  લાંબા  ગાળે રહેશે  તેથી મંદીના  આંચકા ભલે આવે  પરંતુ આ  અસ્થિર  વાતાવરણ  વચ્ચે રોકાણકારો ચાંદી પકડી   રાખશે તો  નફો તારવી શકશે. 

સ્થાનિક સોનાના ભાવમાં  વાયદા બજારમાં  મોટી  અફડાતફડી  જોવા મળી છે.  ઉંચામાં  રૂ.૫૫૦૦૦ પ્રતિ દસ ગ્રામ  ક્વોટ થયો હતો. ત્યારે હાજર  સોનું વગર બીલમાં  રૂ.૫૨૮૦૦  પ્રતિ ૧૦ ગ્રામે મળતું હતું ત્યારે  વેપારીઓએ  વાયદો  રૂ.૫૫૦૦૦માં વેંચીને  હાજર સોનું  રૂ.૫૨૮૦૦માં ખરીદીને  રૂ.૨૨૦૦૦૦ પ્રતિ કિલોએ નફો   કરીને બજારમાં  ડીલીવરી  આપશે તેવાં કોલને  વજુદ આપેલ છે.

સોનાના ભાવમાં  આવી રૂ.૫૫૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી   જ્યારે મોદી સરકારે  નોટબંધી  કરેલી ત્યારે જોવા મળી હતી.  ત્યારે આજે  વેપારીઓ  તથા સટ્ટાકીય  માનસ ધરાવતા  દુકાનદારો   વાયદો  વેંચી હાજર સોનું  (સ્ટોકમાંથી લઈને) અથવા બજારમાંથી  ખરીદીને  નફો  બુક કર્યો છે.

ઘરાકી સાવ મંદી છે. હાજર સોનુૅ  બીલમાં  ઉંચું  મળતું હોવાથી  દુકાનદારો  જરૂર પૂરતું  બીલમાં  સોનું ખરીદે છે. બજારમાં  હાજર સોનાના વેપારનું વોલ્યુમ  માત્ર ૧૦ ટકા  જેવું જ રહ્યું  છે. લડાઈના વાતાવરણ વચ્ચે  સોનું વૈશ્વિક  ભાવ  તથા ડોલર સામે  રૂપિયાની  વધઘટ પર સ્થાનિક ભાવો નક્કી થશે.   લડાઈના વાતાવરણમાં  સોનાની  આયાત પણ  નહિંવત  થઈ છે કારણ કે   વેચાણ નથી, ભાવો ઉંચા  છે તથા  માંગ સાવ ઓછી છે.

સોનું રૂ.૫૨૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી નહીં તોડે તેવું લાગે છે.

સ્થાનિક ચાંદીના  ભાવોમાં  પણ વૈશ્વિક ચાંદીની વધઘટની અફડાતફડીએ બજારના વેપારીઓને દીગમૂઢ કર્યા છે.

હાજર ચાંદી વધીને રૂ.૬૯૫૦૦ પ્રતિ કિલો થઈને ગુરૂવારે બપોર પછી રૂ.૬૮૨૦૦ પ્રતિ કિલોનો ભાવ  ક્વોટ કરતી હતી.  ત્યારે વાયદો  વધીને  રૂ.૭૨૨૦૦ થઈને ગુરૂવારે  બપોરે રૂ.૭૦૪૫૦ પ્રતિ કિલો ક્વોટ  થતો હતો  ત્યારે હાજર ચાંદી અને વાયદા વચ્ચે  રૂ.૨૨૦૦ પ્રતિ કિલોનો ભાવ ફેર નોંધાયો હતો.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button