Day Special

રશિયા યુક્રેન યુદ્ધની વિશ્વના તમામ દેશો પર પ્રતિકૂળ અસર જોવા મળશે

રશિયા યુક્રેન યુદ્ધની વિશ્વના તમામ દેશો પર પ્રતિકૂળ અસર જોવા મળશે content image d8a7939a 473f 4f84 b1a6 6075a1f0c3ab - Shakti Krupa | News About Indiaરશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હવે યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકા સહિત દુનિયાના તમામ દેશોની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધ પર ટકેલી છે. બંને દેશો વચ્ચે જે યુદ્ધ છેડાયું તે વેપારની દ્રષ્ટિએ પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ભારત અને યુક્રેન વચ્ચે મજબૂત વેપાર સંબંધો છે. પરંતુ આ યુદ્ધના કારણે બંને દેશોના વેપાર સંબંધો પર ખરાબ અસર થવાની સંભાવના છે.

ભારત યુક્રેન સહિત તમામ યુરોપીયન દેશોમાં મોટા પાયે દવા, બોઇલર મશીનરી, યાંત્રિક ઉપકરણો, તેલીબિયાં, ફળો, કોફી, ચા, મસાલા સહિતની ઘણી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની નિકાસ કરે છે. બીજી તરફ, ભારત યુક્રેનમાંથી સૂર્યમુખી તેલ, આયર્ન, સ્ટીલ, પ્લાસ્ટિક, રસાયણો, અકાર્બનિક રસાયણો વનસ્પતિ ચરબી અને તેલ જેવી વસ્તુઓની આયાત કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુક્રેનમાં ભારતના વેપારને અસર થશે એટલું જ નહીં, યુક્રેનથી આવતા માલસામાનના સપ્લાય પર અસર થવાની ખાતરી છે. તેથી, યુક્રેનથી આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓના સપ્લાયને અસર થઇ રહી હોવાને કારણે તેની કિંમતોમાં વધારો લગભગ નિશ્ચિત છે.

યુએન કોમટ્રેડ ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારત યુક્રેન માટે ૧૫મું સૌથી  મોટું નિકાસ બજાર હતું અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટેનું બીજું સૌથી મોટું આયાત બજાર હતું. બીજી તરફ, યુક્રેન ભારત માટે ૨૩મું સૌથી મોટું નિકાસ બજાર અને ૩૦મું સૌથી મોટું આયાત બજાર છે. એકંદરે, ભારત અને યુક્રેન વચ્ચે કરોડો ડોલરનો વેપાર છે, જે યુદ્ધને કારણે પ્રતિકૂળ અસર કરશે અને ઘણી વસ્તુઓના ભાવમાં પણ વધારો કરશે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર માત્ર રશિયા અને યુક્રેન પર જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના તમામ દેશો પર પડશે.

રશિયાએ યુક્રેન પર લશ્કરી હુમલો કર્યો છે તેના લીધે ફરીવાર વૈશ્વિક મોરચે દહેશતનો માહોલ સર્જાયો છે. આની અસરે ભારત અને યુક્રેન વચ્ચેનો ૨.૩૫ અબજ ડોલરનો દ્વીપક્ષીય વેપાર મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૯માં બંને દેશો વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર લગભગ ૨.૮ અબજ ડોલરનો હતો. રશિયા એ આક્રમણ કરતા યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનો પણ જીવ જોખમમાં મુકાયો છે. 

ભારતીય વેપાર અને વાણિજ્ય મંત્રાલયના મતાનુસાર ભારત અને યુક્રેનની વચ્ચે દ્વીપક્ષીય વેપાર છેલ્લા ૨૫ વર્ષમાં નોંધપાત્ર વધ્યો છે. યુક્રેન જે દેશોને સૌથી વધુ નિકાસ કરે છે તેમાં ભારત પાંચમાં ક્રમે છે. 

યુક્રેનથી દેશમાં આયાત થતી ચીજોમાં કૃષિ પેદાશો, મેટાલર્જિકલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક્સ અને પોલીમરનો સમાવેશ થાય છે. તો સામા પક્ષે ભારત યુક્રેનને દવા, મશીનરીઓ, કેમિકલ્સ, ખાદ્ય ચીજો વગેરેની નિકાસ કરે છે. ઉપરાત ભારતની ઘણી કંપનીઓ યુક્રેનમાં પણ ઓફિસ ધરાવે છે.

પાછલા કેટલાંક વર્ષોમાં ભારત અને યુક્રેન વચ્ચે દ્વીપક્ષીય વેપાર સતત વધ્યો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ભારતે યુક્રેનને ૨૫.૯૧ કરોડ ડોલરની નિકાસ કરી હતી જે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૪૬.૩૭ કરોડ ડોલરે પહોંચી ગઇ હતી. તેવી જ રીતે ભારતે વર્ષ ૨૦૧૯-૨૦માં યુક્રેનથી ૨૦૬.૦૭ કરોડ ડોલરના માલસામાનની આયાત કરી હતી. બંને દેશોએ અંતરિક્ષ, વિજ્ઞાાન અને ટેકનોલોજી, સંરક્ષણ સહિત ઘણા દેશોમાં દ્વીપક્ષીત કરાર કર્યા છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button