લીનિયર આલ્કાઇલ બેન્ઝીન (લેબ) વિશે માહિતી
– ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
સિન્થેટીક ડીટરજન્ટ (સાઈન ડેટ) બનાવવા માટેનું બેઝીક રો-મટિરીયલ લીનિયર આલ્કાઇલ બેન્ઝીન છે, લીનિયર આલ્કાઇલ બેન્ઝીન સલફોનિક એસિડ (એલએબીએસએ), કે જેને એસિડ સ્લરી કહેવામાં આવે છે. એસિડ સ્લરી ન્યુટ્રલાઇઝ બાય સોડા એસ અને એડિશન ઓફ ફીલર જેવા કે સોડિયમ સલ્ફેટ, સોલ્ટ અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરી ડીટરજન્ટ કે વોશીંગ પાવડર બનાવવામાં આવે છે.
ભારતમાં ૨૦૦૭નું સાઇનડેટ ડીટરજન્ટ પ્રોડકશન ૩.૩ મિલીયન ટન જેટલું આકવામાં આવેલ હતું. જેમાં એડિશન ૦.૨૫ એમટી લોન્ડ્રીસોપ કે જે વેજીટેબલ ઓઇલ સેપોનિફીકેશન કરી બનાવવામાં આવેલ હતું.
૩.૩ મિલીયન ટન ડીટરજન્ટ બનાવવા માટે લગભગ ૦.૩૫ એમટી લીનિયર આલ્કાઇલ બેન્ઝીનની જરૂર રહે છે. સાથે બીજા પ્રકારના સર્ફેકટન્ટ તરીકે આલ્ફા ઓલીફીન સલફોનેટ (ર્છંજી) નો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારબાદ બીજા પ્રકારના એન-આયોનિક સર્ફેકટન્ટ જેવા કે ફેટી આલ્કોહોલ સલફેટ, ફેટી આલ્કોહોલ ઇથર સલફેટ, સલફો સુસિનેટ વિગેરેનો પર્સનલ કેર માટે ઉપયોગ થાય છે. પરંતુ આ રીતના એન આયોનિક સર્ફેકટન્ટનો ઉપયોગ જુજ પ્રમાણમાં જ થાય છે.
ધ ઇન્ડીયન લેબ ઇન્ડસ્ટ્રીઝ: લીનિયર આલ્કાઇલ બેન્ઝીન રો-મટિરીયલ બનાવનાર ઇન્ડીયામાં ચાર કંપની છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. પાતાળ ગંગા અને બરોડા છે. નિરમા લી. બરોડા, તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટસ ચેનાઇ, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી) બરોડામાં છે.
આ ચાર લેબ મેન્યુફેકર્સનું ૨૦૦૭નું ટોટલ પ્રોડકશન ૪૯૫૦૦૦ ટીપીએ જેટલું આંકવામાં આવેલ હતું. આ દરેક લેબ મેન્યુફેકર્સના નોર્મલ પેરાફીન (શઁ) પ્રોડયુસીંગના પોતાના પ્લાન્ટ છે. પરંતુ કેરોસિન માટે નજદીકની રીફાઈનરી પર ડીપેન્ડ રહેવું પડે છે. સાથે ચારથી પાંચ પાર્ટ ઓફ કેરોસિન, પ્રોસેસીંગ પછીથી રીફન્ડ કરવું પડે છે. જ્યારે ૈંર્ંભ બરોડા પાસે પોતાની પીડીએસ કેરોસિન રિફાઇનરી છે. ત્યારે રિલાયન્સ, નિરમા અને તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટસે આઉટ સોર્સિંગ પર આધાર રાખવો પડે છે. જે ડીસએડવાન્ટેજ ગણી શકાય. કારણ કે તેઓએ કેરોસિન પ્રાઇસ ચૂકવવો પડે છે. જે કેરોસિન પર લેન્ડેડ પ્રાઇસ કેલ્કુલેટ કરવો પડે છે.
ઇન્ડીયન લેબ: ઇન્ડીયાના ચાર મેન્યુફેકર્સની લેબ પ્રોડકશન કેપેસિટી ૪૯૫૦૦૦ ટીપીએ જેટલી આકવામાં આવે છે. તેમાં ૨૦૦૭નું લેબ પ્રોડકશન ૪૬૦,૦૦૦ ટન જેટલું હતું તેની સામે ડીમાન્ડ ૩૭૦.૦૦૦ જેટલી હતી. તેની સાથે એકસ્પોર્ટ પ્રમોશન ઓર્ડર ૧૦૦,૦૦૦ ટન જેટલો થયેલ હતો. જે મેન્યુફેકર્સનું બેનીફીટ ગણી શકાય.
ઇન્ડીયન લેબ પ્રોડકશન:
રિલાયન્સ બરોડા અને પાતાળગંગા ૧૮૦ ટીપીએ આઉટસોર્સ કેરોસિન અને એનપી
નિરમા બરોડા ૭૫ ટીપીએ આઉટ સોર્સ કેરોસિન
ટીપીએલ ચેનાઇ ૧૨૦ ટીપીએ આઉટ સોર્સ કેરોસિન અને એનપી
આઈઓસી બરોડા ૧૨૦ ટીપીએ ઓન પીડીએસ કેરોસિન
ટોટલ: ૪૯૫ ટીપીએ
ઇન્ટરનેશનલ લેબ સિનારિઓ: ચાઈના લેબ મેન્યુફેકર્સનેકેરોસિન સપ્લાય જેટ ફ્યૂલ પ્રાઇસ ડીસ્કાઉન્ટે મલે છે. બીજી બાજુ ચાઇના લેંબ મેન્યુફેક્ચર્સને કેરોસિન પ્રાઈસમાં ૪૦ ટકા સબસીડી મળે છે. જ્યારે મિડલ ઇસ્ટ લેબ મેન્યુફેક્ચર્સને કેરોસિનનો સોર્સ આરબ ગલ્ફ પ્રાઇસ એડવાન્ટેજ છે. તેજ રીતે યુરોપ અને યુએસને પણ આ પ્રકારના લાભ મળી રહે છે.
આ કારણોસર વર્ડ લેવલે લેબના ભાવ આપણા કરતા ઓછા છે. તેથી ઇન્ટરનેશનલ લેવલે ડીટરજન્ટના ભાવમાં પણ ઘણો જ તફાવત છે. આજે આપણા ભારતમાં ડીટરજન્ટ પ્રોડક્ટસમાં ઇન્ટરનેશનલ કંપનીઓ જ આગળ છે.
એસિડ સ્લરી: એસિડ સ્લરીનું બેઝીક રો-મટિરીયલ લીનિયર આલ્કાઇલ બેન્ઝીન હોવાને કારણે એસિડ સ્લરીના ભાવમાં વધારો થતો જાય છે. તે કારણે ડીટરજન્ટ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલી અનુભવી રહી છે. બીજુ ઉપરના કારણો જોતા ઇન્ડીયન લેબના ભાવ જલ્દીથી નીચે આવી શકે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી.
લાઈસન્સ: ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.