વર્ક, વેલ્ફેર અને વેલ્થ નિર્માણની જોગવાઈઓ બજેટમાંથી ગાયબઃ આર્થિક અસમાનતા દૂર કરવાના પગલાનો અભાવ
– મહામારીની અસર બાદ જે લોકો કામ પર પરત ફર્યા છે, તેમના વેતનમાં ઘટાડો થયો છે
– એકદમ ગરીબોને કેશ ટ્રાન્સફર અથવા મફતમાં રાશન નહીંનો બજેટમાં સંદેશ છે
સમાજવાદના તરંગી સ્વપ્નમાંથી જ્યારથી હું બહાર આવ્યો છું ત્યારથી હું એમ માની રહ્યો છું કે વર્ક (કામ), વેલ્ફેર (કલ્યાણ) અને વેલ્થ (સંપતિ) કોઈપણ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટેના મુખ્ય પરિબળો છે. આ ત્રણમાંના દરેકનું મહત્વ સરખું છે.
છેલ્લા ૩૦ વર્ષમાં આપણે ૧૯૯૧માં (ડીફોલ્ટની એકદમ નજીકની સ્થિતિ), ૧૯૯૭માં (વૈશ્વિકીકરણ), ૨૦૦૨-૦૩માં (દૂકાળ), ૨૦૦૫-૦૮ (વૈશ્વિક તેજી), ૨૦૦૮ (આંતરરાષ્ટ્રીય નાણાંકીય કટોકટી), ૨૦૧૨-૧૩માં (ટેપર ટેન્ટ્રમ), ૨૦૧૬-૧૭માં (નોટબંધી) તથા ૨૦૨૦-૨૨માં (મહામારી)ના રૂપમાં વિવિધ આર્થિક સ્થિતિનો સામનો કર્યો છે. દરેક સ્થિતિને અલગ પ્રકારે પ્રતિસાદ આપવાનો રહે છે, ખાસ કરીને બજેટ રજુ કરતી વેળા, પરંતુ વર્ક, વેલ્ફેર તથા વેલ્થના વિકાસ માટેનો મૂળ ધ્યેય બદલાવો જોઈએ નહીં.
શા માટેવર્ક ?
માનવીની પ્રવૃત્તિ શિકાર તથા ખોરાક ભેગો કરવા પૂરતી મર્યાદિત રહી નથી. તેની અથવા તેણીની ઈચ્છા અને જરૂરિયાતો વધવા સાથે તે અથવા તેણી તે પ્રમાણેના કામની પદ્ધતિને સ્વીકારવા લાગ્યા છે. આજના આધુનિક યુગમાં કામ એ જીવનનો એક આંતરિક હિસ્સો બની ગયું છે. વર્કફોર્સ (કામ કરવાનીઉમર) એટલે કે ૧૫ કે તથી વધુની વયના લોકોમાં રોજગારની સ્થિતિ વિકાસસિલ દેશોમાં એક મહત્વનું નિર્દેશાંક છે. કુલ વર્કફોર્સ (કાર્યબળ)માં એલએફપીઆર એટલે કે એવી ટકાવારી અથવા સંખ્યા જે વર્તમાનમાં રોજગાર ધરાવે છે અથવા રોજગાર ઈચ્છી રહ્યા છે. ભારતમાં વર્કફોર્સની કુલ સંખ્યા હાલમાં ૯૪ કરોડ છે, જેમાં એલએફપીઆર ૩૭.૫૦ ટકા એટલે કે બાવન કરોડ છે. (સ્રોત આર્થિક સર્વે).
બેરોજગારી ભારત સામે સૌથી મોટો પડકાર છે. સત્તા મેળવવા માટે વર્તમાન સરકારને બેરોજગારી નજરે પડતી હતી પરંતુ વર્ષો જતા સરકારને તે હવે દેખાતી નહીં હોવાનું જણાય છે. વર્ષે બે કરોડ લોકોને રોજગાર પૂરા પાડવાના આશ્વાસનથી યુવાઓમાં જોશ આવી ગયો હતો. છેલ્લા સાત વર્ષમાં બેરોજગારીમાં વધારો થયો છે. મહામારી તથા લોકડાઉનને કારણે તેમાં વધુ વધારો થયો છે.
૬૦ લાખ એમએસએમઈને તાળાં લાગી ગયા છે. હાલમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર ૮ ટકા છે જ્યારે ગ્રામ્ય સ્તરે આ આંક ૬ ટકા છે. મહામારીની અસર બાદ જે લોકો કામ પર પરત ફર્યા છે, તેમના વેતનમાં ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષમાં ૮૪ ટકા પરિવારોની આવક પર અસર પડી છે. આગામી પાંચ વર્ષમાં ૬૦ લાખ રોજગાર નિર્માણ કરવાની બજેટમાં ખાતરી ઉચ્ચારવામાં આવી છે. વર્ષે ૧૨ લાખ રોજગાર નિર્માણની સામે વર્કફોર્સમાં ઉમેરો થવાની સંખ્યા ૪૭.૫૦ લાખ છે (સ્રોત-લેબર બ્યુરો). આવી સ્થિતિમાં બેરોજગારી વધશે, ખાસ કરીને જેઓ ઓછા શિક્ષિત છે તેમની બેરોજગારીમાં વધારો થશે.
શા માટે વેલ્ફેર ?
વેલ્ફેર (કલ્યાણ)નો અર્થ વ્યાપક છે. કલ્યાણમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે જીવનનિર્વાહ, રોજગાર, અન્ન, આરોગ્યસંભાળ , શિક્ષણ, સામાજિક સલામતિ, આનંદપ્રમોદ વગેરે. આ બાબતો સિદ્ધ કરવામાં પડતી મુસીબતોને દૂર કરવાનો કલ્યાણકારી પગલાંઓમાં સમાવેશ થતો હોય છે. ઉદાહરણ તરીકે જીવનનિર્વાહની સમશ્યાને પહોંચી વળવા મનરેગા છે, તો, અન્નની અછતને હાથ ધરવા ફૂડ સિક્યુરિટી એકટ છે. આજ રીતે આરોગ્યસંભાળ માટે આરોગ્ય વીમા, શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશન એકટ વગેરે. આ માટે બજેટમાં શું કરાયું છે તેના પર નજર નાખીએ.
સબ્સિડી/ફાળવણી | ૨૦૨૧-૨૨ | ૨૦૨૨-૨૩ |
– | – | (રૂપિયા |
પેટ્રોલિયમ માટે | ૬૫૧૭ | ૫૮૧૩ |
ફર્ટિલાઈઝર | ૧,૪૦,૦૦૦ | ૧,૦૫,૦૦૦ |
ફૂડ | ૨,૮૬,૨૧૯ | ૨,૦૬,૪૮૧ |
મધ્યાહ્ન ભોજન | ૧૧૫૦૦ | ૧૦,૨૩૩ |
પાક વીમા | ૧૫૯૮૯ | ૧૫૫૦૦ |
મનરેગા | ૯૮૦૦૦ | ૭૩૩૦૦ |
આરોગ્ય માટે | ૮૫૯૧૫ | ૮૬૬૦૬ |
સબ્સિડી બિલમાં ૨૭ ટકા જેટલો ધરખમ ઘટાડો કરાયો છે. એકદમ ગરીબોને કેશ ટ્રાન્સફર અથવા મફતમાં રાશન નહીંનો બજેટમાં સંદેશ છે. આ ઉપરાંત સામાજિક સલામતિ પેન્શનમાં વૃદ્ધિનો અભાવ, કુપોષણને નાથવા કોઈ દરમિયાનગીરી કરાઈ નથી. છેલ્લા બે વર્ષમાં બાળકોએ ગુમાવવા પડેલા શિક્ષણને ભરપાઈ કરી આપવા અંગે પણ કોઈ ઉલ્લેખ જણાતો નથી. વેલ્ફેરને બજેટમાં ફંગોળાયું છે.
શા માટે વેલ્થ ?
હું સંપતિને ટેકો આપુુ છું. વેલ્થ એ નવી મૂડીનો સ્રોત છે અને તેને પરિણામે, નવું ઈન્વેસ્ટમેન્ટ આવે છે. આવકમાં વધારાથી સંપતિમાં વધારો થાય છે. આવક તથા સંપતિમાં વધારો ઈન્વેસ્ટમેન્ટ, જોખમ, નવીનતા, ચેરિટીને ગતિ આપે છે. સંપતિની રચના સામે મારો વિરોધ નથી પરંતુ જે સંપતિ સમાજમાં અસમાનતા ઊભી કરે છે તે સામે મને વાંધો છે.
કેટલાક અભ્યાસ પ્રમાણે, ભારત વિશ્વમાં વધુ પડતી અસમાનતા ધરાવતા દેશોમાંનુ એક છે. લાખો ગરીબોના જીવન તથા જીવનનિર્વાહને ટકાવી રાખવા મૂડી લક્ષી ઈન્વેસ્ટમેન્ટ, સાયન્સ તથા ટેકનોલોજીમાં આધુનિકતા, ડિજિટાઈઝેશનના વિષય સાથે તૈયાર કરાયેલું બજેટ હકીકતમાં તો ગરીબોની હાંસી ઉડાવવા જેવું છે. ગરીબોને મદદ કરવા વધુ સ્રોતોની આવશ્યકતા હોય તો, તે માટે ખરો અભિગમ ધનવાનોની સંપતિનો ગરીબો માટેના કાર્યક્રમો તથા યોજનાઓ માટે ઉપયોગ કરવાનો છે. ભારતમાં ૧૪૨ એવા ધનવાનો છે, જેમની સંયુકત સંપતિનો આંક રૂપિયા ૫૩,૦૦,૦૦૦ કરોડ છે. હું માનું છુ કે બજેટમાં ગરીબોને અવગણવામાં આવ્યા છે અને તે મૂડીવાદીઓ માટેનું છે. મૂડી બજારે ભલે બજેટને આવકાર્યું હોય પરંતુ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો બજેટ તૈયાર કરનારાને માફ નહીં કરે.