વિકાસનો પાયો નાખતું 'SEED-D' બજેટ
– એન્ટેના : વિવેક મહેતા
નાણાં મંત્રી નિર્મલા સીતારામને સ્ટાર્ટઅપ્સ, એનર્જી, એજ્યુકેશન, ડિફેન્સ અને ડિજિટલાઈઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસની ગાડીને આગળ લઈ જવાનું આયોજન કર્યું છે. તેથી જ ૨૦૨૨ના બજેટને જીઈઈઘ-ઘ બજેટ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બજેટમાં નાના ઉદ્યોગોને સીધો લાભ અપાયો નથી. સામાન્ય કરદાતા પર વેરાનો નવો બોજ ન નાખી સરકારે કરદાતા પાસે ખર્ચવા વધુ નાણાં રાખી અર્થતંત્રમાં નવી ડિમાન્ડ જનરેટ કરવાનો રસ્તો ખોલ્યો છે. આમ અર્થતંત્રને વેગ આપી રોજગારીની નવી તક નિર્માણ કરવાનો રસ્તો ખોલ્યો છે. સરકાર પ્રયાસ કરી રહી છે.
સ્ટાર્ટ અપથી જ આર્થિક વિકાસને વેગ આપવાની નેમ છે. સ્ટાર્ટઅપ્સ માટે વધુ પ્રોત્સાહન અપાયા છે. ત્યારબાદ એનર્જી અને એન્વાયરમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે. ક્ડનો વપરાશ ઘટે, પોલ્યુશન ઘટે અને ઇલેક્ટ્રિક વેહિકલને પ્રોત્સાહન આપવાના પગલાં લીધા છે. પ્રદુષણ ઘટાડવા સોલાર પાવરને પણ પ્રમોટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અત્યાધુનિક એજ્યુકેશનથી સ્કીલ્ડ મેનપાવર જનરેશન કરવા પર ફોકસ કર્યું છે. ડિફેન્સના ઇક્વિપેમેન્ટ પ્રોડક્શનને પ્રમોટ કરીને આયાત ને નિકાસ વચ્ચેની ખાઈ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. શસ્ત્રોની આયાત ચાલુ રાખી નાના દેશોને ભારતમાં બનાવેલા શસ્ત્રોની નિકાસ કરવાનું આયોજન કર્યું છે. સીડ બજેટનો છેલ્લો ડી ડિજિટલાઈઝેશનનો છે. ડિજિટલાઈઝેશનમાં ડિજિટલ પેમેન્ટ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભીમ, યુપીઆઈ, પેટીએમ જેવા પેમેન્ટના માધ્યમથી આર્થિક વહેવારો વધારી રોકડ વહેવારો ઘટાડી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક વધારવાનું અને આવકવેરાની ચોરી ઘટાડવાનું પગલું લીધું છે. જીએસટીની આવક ૨ લાખ કરોડથી વધી જાય તે પછી આવકવેરો નીચે લાવીને વિદેશી રોકાણને આકર્ષવાનો પાયો અત્યારે નાખવામાં આવ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આદિત્ય શાહ કહે છે, ‘સરકાર ઇન્કમટેક્સ ઘટાડશે તો ટેક્સની ચોરી પણ ઘટશે. ઇન્કમટેક્સની આવક વધશે. ઇન્કમટેક્સ ઘટતાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતમાં વધશે. આ સંજોગોમાં તેથી સરકારની વેરાની આવક અને સરકારના ખર્ચ વચ્ચેનો ગાળો ઘટશે. લાંબાગાળે ઇન્કમ ટેક્સના દર ૧૫ ટકા સુધી આવી શકે છે.’
સરકાર નિયોબેન્કને પ્રમોટ કરીને નાના ઉદ્યોગોની ફાઈનાન્સની સમસ્યા ઉકેલવા પ્રયાસ કરશે. નિયો બેન્ક પણ ડિજિટલાઈઝેશનની દિશામાં લેવાયેલું બહુ જ મોટું પગલું છે. ફિનટેક કંપનીઓ નિયોબેન્કના કોન્સેપ્ટ સાથે આગળ આવી રહી છે. આ ફિઝિકલ બ્રાન્ચ વિનાની બેન્ક છે. બ્રાન્ચ વિના જ બેન્કિંગનો તમામ વહેવાર તેના પર થશે. ઘેરબેઠાં નિયોબેન્કમાં ખાતું ખોલાવી શકાય છે અને આર્થિક વહેવારો કરી શકાશે. નિયોબેન્ક પહેલા અર્બન એરિયામાં પરકોલેટ થશે. ત્યારબાદ રૂરલ એરિયાને પણ કવર કરી લેશે. નિયોબેન્કનો કોન્સેપ્ટ આગળ જશે તો બધું જ ઓનલાઈન થશે. ગ્રામીણ પ્રજા બેન્કિંગ સુવિધાથી વંચિત નહિ રહે. નિયોબેન્કને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાઈનાન્સ પણ સરળતાથી મળશે. નાના અને મધ્યમ ઉદ્યોગો નિયોબેન્કમાં તેમના ખાતા ખોલાવશે તો નાના અને મધ્યમ ઉદ્યોગોના વાષક ટર્ન ઓવરના પાંચ કે દસ ગણું ધિરાણ નિયોબેન્ક સામેથી આપી શકશે. નિયોબેન્કના ખાતામાંથી જ તેના દરેક આર્થિક વહેવારો થશે. તેથી ફંડ ડાયવર્ઝનની સમસ્યા હળવી થઈ જશે, એનપીએ થવાની સંભાવના પણ ઓછી થઈ જશે.
નાના અને મધ્યમ ઉદ્યોગો દ્વારા મલ્ટીપલ કરન્ટ એકાઉન્ટ ખોલાવીને ફંડ સાથે કરવામાં આવતી રમત પર પડદો પડી જવાની સંભાવના રહેલી છે. ડિજિટલાઈઝેશનથી દરેકના દરેક ખર્ચ પર સરકારની નજર રહેશે. કરદાતાના ઇન્વેસ્ટમેન્ટ થકી થતી ઇન્ટરેસ્ટ, ડિવિડંડ અને પ્રોફિટના આંકડાઓ એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં રિફ્લેક્ટ થશે. -પહેલા ૨૬એએસમાં ટીડીએસ જેવી મર્યાદિત માહિતી મળતી હતી. હવે કરદાતા ઓનલાઈન રિટર્ન ફાઈલ કરવા જશે તો છૈંજીમાં સુધારો કરવો છે કે સ્વીકારી લેવું છે તેટલું જ જણાવવું પડશે. આમ રિટર્ન ફાઈલ કરવાની જફા પણ ઓછી થશે.
ડિજિટલ રૂપી તિજોરીમાં પડેલા રૂપિયાને બહાર લાવશે. ડિજિટલ રૂપી ડિજિટલ વોલેટમાં જ રહેનારી કરન્સી છે. તેથી બ્લેક મની તિજોરીમાં થોકડીના સ્વરૂપે પડયા રહે છે, તે બહાર આવી જશે. ડિજિટલ કરન્સીમાં બેન્કમાંથી પૈસા ઉપાડવા જશે તો તે ઉપાડની રકમ ડિજિટલ વોલેટમાં આપી દેવામાં આવશે. વોલેટમાં પડેલા પૈસા વપરાશે. મેન્યુફેક્ચરિંગ થતાં માલના વેચાણ વધશે. તેનો ફાયદો એમએસએમઈને થશે. તેમની આવક વધશે ને રોજગારીની તક નિર્માણ થશે.