વિધાનસભાની ચૂંટણીઓમાં ટકી રહેવાની લડત 'બદલાવની લડત' સામે જીતી ગઈ
– લોકશાહી એ શાસન કરવાનો એકદમ ખરાબ પ્રકાર : વિન્સ્ટન ચર્ચિલ
– બદલાવ લાવવા માગનારાઓની પસંદગીમાં મતભેદ રહ્યા હતા અને તેમણે અલગઅલગ બટન દબાવ્યા હતા
– લોકશાહીમાં એક દેશની પ્રજાને તેમના મત મારફત શાસકને બદલવાની તક મળી રહે છે
એક સમય હતો જ્યારે પ્રજા પર શાસન કરવાના હક્કને પવિત્ર હક્ક ગણવામાં આવતા હતા. આ ભાવના વિશ્વના મોટાભાગના રાષ્ટ્રોમાં આજે અલોપ થઈ ગઈ છે. રાજાશાહીના સ્થાને વહીવટની અન્ય પદ્ધતિનું આગમન થયું છે.
આમાંની એક પદ્ધતિ એટલે લોકશાહી. લોકશાહીમાં એક દેશની પ્રજાને તેમના મત મારફત શાસકને બદલવાની તક મળી રહે છે. વિન્સ્ટન ચર્ચિલે એક વખત કહ્યું હતું કે, વહીવટની અન્ય પદ્ધતિઓની સરખામણીએ લોકશાહી એ શાસન કરવાનો એકદમ ખરાબ પ્રકાર છે. અનેક ક્ષતિઓ છતાં ભારતમાં લોકશાહી પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. લોકતંત્રની વિવિધ પદ્ધતિઓમાંથી આપણે, સૌથી વધુ મત મેળવનારાને વિજેતા જાહેર કરવાની પદ્ધતિ સ્વીકારી છે જેના પરિણામો કયારેક વિચિત્ર આવતા હોય છે.
પંજાબ, ઉત્તર પ્રદેશ તથા ગોવા
હાલમાં જ આપણે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો નિહાળ્યા. મેં આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોની ચૂંટણી પર નજર રાખી હતી માટે હું પરિણામો અંગેના મારા નિરીક્ષણો આ ત્રણ રાજ્યો પૂરતા સીમિત રાખીશ.
ઉત્તર પ્રદેશમાં ૪૦૩, પંજાબમાં ૧૧૭ તથા ગોવામાં ૪૦ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં એક તરફ ટકી રહેવા માટેની લડત અને બીજી તરફ બદલાવની માટેની લડત હતી. ભાજપ ટકી રહેવા માટે ચૂંટણી લડી રહ્યો હતો જ્યારે કોંગ્રેસ (અને આપ પંજાબમાં) બદલાવ માટે ચૂંટણી લડી રહ્યો હતો. પરિણામઃ ટકી રહેવાની લડત, પંજાબને બાદ કરતા, બદલાવ માટેની લડત કરતા વધુ સફળ રહી. બિનવિવાદીત રીતે ભાજપ વિજેતા રહ્યો છે.
ગોવામાં બદલાવની મતદારોની ઈચ્છા હતી. મતગણતરીના બે દિવસ પહેલા, હું જ્યારે વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એક મહિલાનો અવાજ મારા કાને પડયો હતો અને ગોવામાં બદલાવ આવશે તેવું જણાવતો હતો અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે, એ સ્પષ્ટ થયું હતું કે ૬૬ ટકા મતદાતાએ બદલાવ માટે મતદાન કર્યું હતું પરંતુ પરિણામ, જેની પાસે સત્તા હતી તેની તરફેણમાં આવ્યું હતું.
બદલાવનો વ્યૂહ સફળ ન રહ્યો
ગોવામાં દરેક ૪૦ વિધાનસભાઓના પરિણામો જાહેર થઈ ગયાના એક કલાકમાં ત્યાંના લોકો ફરી પાછા પોતાના રાબેતાના જીવનમાં લાગી ગયા હતા. બદલાવનો અન્ડરકરન્ટ અદ્રષ્ય થઈ ગયો હતો અને આવી ચૂંટણીનો અર્થ શું તેવું કદાચ તેઓ વિચારતા થઈ ગયા હશે? જે થોડાઘણા લોકો દૂભાયા હતા તેઓ ઉમેદવારો (જેમાં ૮ કોંગ્રસના હતા જે જીતવાની અપેક્ષા રાખતા હતા) હતા જેમણે બદલાવ માટે પ્રચાર કર્યો હતો પરંતુ ૧૬૯થી ૧૬૪૭ જેવા નાના માર્જિનથી પરાજિત થયા હતા. આ આઠમાંથી ૬ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા અને સ્થિતિ બદલાઈ ગઈ હતી.
આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રસે પોતાની પાસે હતું તે દરેક જોર કામે લગાડી દીધું હતું. પંજાબમાં તેણે મુખ્ય પ્રધાન બદલી નાખ્યા હતા, અને આ બદલાવ કરીને સત્તા પર જળવાઈ રહેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આપ મુખ્ય વિરોધી પક્ષ હતો જેણે સંપૂર્ણ બદલાવ માટે હાકલ કરી હતી. આપે, ભાજપ સહિત દરેક પક્ષોની ગણતરી ખોટી પાડી હતી અને ૧૧૭માંથી ૯૨ બેઠકો જીતી લીધી છે. ઉત્તર પ્રદેશમાં ૪૦૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા બાદ અને લડકી હું, લડ શક્તિ હું સૂત્ર આપીને અને તે પ્રચલિત થવા છતાં કોંગ્રેસને બે જ બેઠક મળી હતી અને કુલ મતોના ૨.૬૮ ટકા મતો મેળવ્યા હતા. ગોવામાં યુવાનો, શિક્ષિત, લોકોની સમશ્યા હાથ ધરી શકે તેવા ઉમેદવારોને કોંગ્રેસ ટિકિટ આપી હતી. પક્ષપલટો કરનારાને તેણે ટિકિટ આપવાનું ટાળ્યું હતું.
પરિશ્રમનું ફળ ન મળ્યું
પરિણામો જોઈને મને લાગે છે કે, બદલાવ લાવવા નહીં માગનારાઓએ ખાસ વિચારવા જેવું નહોતું, તેમણે એક બટન જ દબાવવા જેટલો પરિશ્રમ લેવો પડયો હતો અને તેમણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર તથા ગોવામાં એક જ વિચારસરણી સાથે આ પરિશ્રમ કર્યો હતો. બદલાવ લાવવા માગનારાઓની પસંદગીમાં મતભેદ રહ્યા હતા અને તેમણે અલગઅલગ બટન દબાવ્યા હતા એટલે કે અલગઅલગ પક્ષોના ઉમેદવારો મત આપ્યા હતા. મને એ પણ લાગે છે, કે લોકો કેફીદ્રવ્યની દાણચોરી, બેરોજગારી, ગરીબાઈથી રોષે ભરાયેલા હતા (જેમ કે પંજાબ). લોકો જેઓ ગરીબાઈમાં ધકેલાઈ ગયા હતા, રોજગાર માટે પોતાના બાળકોને પોતાનાથી દૂર મોકલવા પડી રહ્યા છે અને જ્યાં શિક્ષણ તથા આરોગ્ય વ્યવસ્થાની દૂર્દશા છે (એટલે કે ઉત્તર પ્રદેશ) અને લોકો જ્યાં શિક્ષણ, રોજગાર, અર્થતંત્ર, પર્યાવરણ તથા રાજ્યની સ્થિતિ માટે ખરેખર ચિંતીત હતા તેમણે બદલાવ માટે મતદાન કર્યું હતું (એટલે કે ગોવા), પરંતુ તેમાં કોઈ બદલાવ આવ્યો નહીં અને તેની તે જ સરકાર ચાલુ રહી.
હું માનું છું કે, પાંચેય રાજ્યોમાં જ્યાં હિન્દુવાદી મતબેન્ક વધી રહી છે ત્યાં પણ બહુમતિ મતદાતાઓ સરકાર બદલાય તેમ ઈચ્છી રહ્યા હતા. અનેક લોકોએ બદલાવ માટે મત આપ્યા હશે પરંતુ તેમણે એક વિચારસરણી સાથે અથવા તો કોઈ એક પક્ષ પર મ્હોર મારી નહોતી, સિવાય કે પંજાબમાં. ગોવામાં બદલાવ લાવનારાઓના મત ૩થી ૪ પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા હતા અને બદલાવ લાવી શકયા નહીં. હું આશા રાખું છું કે, આ લેખને લોકશાહી સામેના આક્રંદ તરીકે જોવામાં નહીં આવે.