Day Special

વોર ફીવર વચ્ચે સોના-ચાંદી ઉછળ્યા પરંતુ ઘરાકી પર હોળાષ્ટકનો ઓછાયો વર્તાયો

વોર ફીવર વચ્ચે સોના-ચાંદી ઉછળ્યા પરંતુ ઘરાકી પર હોળાષ્ટકનો ઓછાયો વર્તાયો content image e5f03f12 bf2e 4b47 871c b47713c84947 - Shakti Krupa | News About India

– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ

– વૈશ્વિક સોનું ઉંચામાં ૧૯૫૦ ડોલર બોલાયું : યુદ્ધના માહોલમાં વૈશ્વિક સોનામાં સેફ હેવન સ્વરૂપની વધેલી લેવાલી

વિશ્વ બજારમાં ફેડના ચેરમેન પોવેલે જણાવ્યું. વ્યાજના દરના વધારાની અસરે લડાઈના વાતાવરણે અવગણી છે તથા મોંઘવારી અને ફુગાવાએ નાણાકીય વર્તુળને ખલબલાવીને સૌને સોના પ્રત્યે આકર્ષ્યા છે. ક્રીપ્ટો કરન્સી પણ સોના જેવી સટ્ટાકીય વૃત્તિ ધરાવે છે પણ સોનું ફુગાવા સામે સલામતી આપે છે.

સોનું છેલ્લા ૧૩ માસની ઉંચાઈ દાખવ્યા બાદ ઘટયું છે અને ઉંચામાં સોનાએ ૧૯૫૪ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવી ગુરુવારે બપોરે ૧૯૩૨ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ થઈ ૧૯૫૦ ડોલર થઈ ૧૯૪૪ ડોલર રહ્યું હતું.

ફેડના ચેરમેન જેરોમ પોવેલે આ મહિનામાં વ્યાજના દરમાં વધારાને ટેકો આપતા જણાવ્યું કે રશીયા તથા યુક્રેન વચ્ચેની લડાઈની અનિશ્ચિતતા વચ્ચે વ્યાજ વધારાના નિર્ણયને મોકૂફ નહીં રાખે અને વ્યાજ દર વધારતા નિર્ણયને અંજામ આપશે. આ વાતાવરણ વચ્ચે ટ્રેજરી બીલનું વળતર વધ્યું છે. પરિણામે ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં એક જ મીનીટમાં ૧૭ ડોલર પ્રતિ ઔંસનો કડાકો બોલાયો છે. મે મહિના બાદ ફેબુ્રઆરી માસમાં સોનાએ ફરી પોતાની ચમક વધારી છે. ઉપરાંત આ લડાઈના વતાવરણમાં સોનાનો ટેકાવાળી એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ૧૪ ટન સોનાનું હોલ્ડીંગ વધ્યું છે. ત્યારે પેલેડીયમ તથા પ્લેટીનમના ભાવોમાં ઉછાળો આવ્યો છે તથા પ્લેટીનમ ૧૧૦૦ ડોલર તથા પેલેડીયમ ૨૯૦૦ ડોલરની પ્રતિ ઔંસની સપાટીને આંબ્યા છે.

શેરબજાર ગગડયું છે પરંતુ તેલના ભાવોમાં ભડકો નોંધાયો છે જે ૧૨૦ ડોલર પ્રતિ બેરલના ભાવને આંબે છે. પરિણામે સોનાના ભાવને તેજીનો (ટેકો) પુશબેક મળશે. તેમાં રશીયન ફાઈનાન્સ મીનીસ્ટ્રી જણાવે છે કે અમેરીકન તથા યુરોપીય દેશોના સેકશન વચ્ચે ડોલરનો વિકલ્પ સોનું રહેતા અમે સોનાને વધુ મહત્ત્વ આપવા માગીએ  છીએ.

બજારમાં ઉંચા ભાવે વેચેલા સોનાને વેચીને નફો તારવીને વેપારીઓ વેચાણ ઘટાડતા સોનાના ભાવમાં ૧૭/૧૭ ડોલર પ્રતિ ઔંસનો ઘટાડો નોંધાયો. એકંદરે સોનું વધશે.  વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં  ૯૦/૯૫  સેન્ટ પ્રતિ ઔંસની વધઘટથી અફડાતફડીનો માહોલ ઉભો થયો છે.

ત્યારે આ તેજીને ક્ષણીક બતાવતા એનાલીસ્ટ જેફ કલાર્ક અને સ્ટીવ પેની જણાવે છે કે આ યુક્રેન તથા રશીયાની લડાઈની અસર સોના તથા ચાંદીના ભાવ પર અલ્પજીવી રહેશે. ત્યારે ચાંદીના હાજર સ્ટોકના ઉપાડ માટેની વાતને ક્રીસ મારકસ અફવાહ ગણાવે છે છતાં તેનો છેદ ઉડાડતા ન્યૂયોર્કના કોમેક્સના વેરહાઉસના રીપોર્ટ જણાવે છે કે ત્યાંના વોલ્ટમાંથી ૧૫ લાખ ઔંસ ચાંદીનો જથ્થો  વોલ્ટમાંથી બહાર નીકળ્યો છે અને મોરગનના વોલ્ટમાંથી ૪૮૦૦૦૦ ઔંસ ચાંદીનો જથ્થો ટ્રાન્સફર થયો છે તે ચાંદીના ઉપાડની વાતનો રદીયો આપે છે.

ન્યૂયોર્ક કોમેક્સના ચાંદીના વેરહાઉસના આંક આપણને અવાક કરે તેવા દાખવે છે. ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં ૨૫મી ફેબુ્રઆરીએ લાંબા ગાળાની ચાંદીના ૧૩૭૧૮૯ કોન્ટ્રાક્ટ ઉભા હતા જે ગયે અઠવાડીયા કરતા ૫૩૨૮ કોન્ટ્રાક્ટ વધુ છે. ત્યારે ટુંકા ગાળાના સોદાઓ ૧૫૦૬૦૭ કોન્ટ્રાક્ટ દાખવે છે જેમાં અઠવાડીયા દરમિયાન ૫૯૫૪ કોન્ટ્રાક્ટનો વધારો સૂચવે છે. લડાઈના વાતાવરણ વચ્ચે લોકોએ ચાંદી ખરીદી પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

એકંદરે ચાંદી ૨૫૫૦થી વધીને ૨૬૧૦ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ વધઘટના આંચકા સાથે ઉછળશે તેવું લાગે છે.

સ્થાનિક સોનાના ભાવો વૈશ્વિક વધઘટની અસર નીચે રૂ.૫૨૦૦૦ અને રૂ.૫૩૦૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાય છે.

લડાઈના વાતાવરણને કારણે સોનાના ભાવમાં ઉછાળ આવ્યો છે પરંતુ લોકલ ઘરાકી સાવ ઓછી છે અને ઘરાકી પર હોળાષ્ટકની અસર દેખાય છે.

સોનાનો નવો વાયદો રૂ.૫૧૬૦૦ બોલાય છે ત્યારે હાજર સોનું રૂ.૧૦૦ ઉંચું બોલાતા સોનાનો ભાવ રૂ.૫૧૭૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે. ત્યારે બીલમાં  રૂ.૫૧૩૦૦ પ્લસ૩ ટકા ટેક્સ એટલે રૂ.૫૨૮૪૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે ત્યારે અમદાવાદમાં સોનાનો ભાવ મુંબઈ કરતા ઉંચો રૂ.૫૩૦૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે પણ ઘરાકી નથી.

શોરૂમવાળાઓ જાણે જ છે કે  હોળાષ્ટકમાં ઘરાકી નહિવત રહેશે તેથી તેઓ ભાવની વધઘટ નીહાળે છે પરંતુ જરૂરીયાત પુરતી જ ખરીદી કરે છે.

આયાતકારો ભાવની વધઘટને કારણે તથા ઘરાકી મંદ હોવાને કારણે મર્યાદીત સોનું આયાત કરે છે તેમાં તેઓને રૂપિયા ડોલરની વધઘટની અનિશ્ચિતતા મુંજવે છે. લડાઈના વાતાવરણને કારણે આયાત મર્યાદીત છે. લડાઈના વાતાવરણ વચ્ચે સોનાના દાગીના નિકાસ પર વિપરીત અસર પડી છે. એકંદરે સોનું લડાઈ કેટલી ચાલે છે તથા ત્યારબાદ લગ્નસરો નીકળતા ઘરાકી રહેશે તેથી સોનાના ભાવને મચક નહીં મળે તથા મંદીને અવકાશ નથી.

નોંધવું રહ્યું કે નવો વાયદો રૂ.૬૮૫૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે ત્યારે હાજર ચાંદી રૂ.૬૭૯૫૦ પ્રતિ કિલો બોલાતા વાયદો રૂ.૫૫૦ પ્રતિ કિલો ઉંચો ક્વોટ થાય છે. સંકેત મળે છે કે વાયદો ઉંચો હોવાથી વેપારીઓ તથા રોકાણકારો વાયદો વેચીને હાજર માલ ખરીદીને રૂ.૫૫૦નો નફો તારવવાનું પસંદ કરે છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button