સોનામાં રશિયા- યુક્રેન યુધ્ધ વચ્ચે તોફાની વધઘટમાં વધારો થશે
– બુલિયન બિટ્સ : દિનેશ પારેખ
વિશ્વ બજારમાં રશીયાનો યુક્રેન પર હુમલો તથા યુક્રેનના બે પ્રાંતને દેશની માન્યતા આપીને વિશ્વના રાજકીય રાઉન્ડમાં પ્રથમ વિજય પ્રાપ્ત કરીને રશિયન પ્રમુખ પુતિે સૌને અવાચક કર્યા છે. ત્યારે અમેરિકા તથા યુરોપીય દેશોએ રશીયા પર સેકશન લગાડયા. જર્મનીએ નોર્ડ સ્ટ્રો કરાર રદ કર્યા ત્યારે યુ.કે.એ રશીયાની પાંચ બેન્ક તથા ત્રણ અબજપતિ પર પ્રતિબંધ મૂક્યો. શેરબજારમાં યુધ્ધ કરતા તેનો ભય વધુ વિનાશકારી જણાય છે અને ૧૩.૪૪ લાખ કરોડનું ભારતના શેરબજારમાં ધોવાણ થયું ત્યારે ક્રુડ તેલની અછત વર્તાશે અને હેરફેરમાં અવરોધ ઉબા થશે તેની ભીતિએ ક્રુડતેલ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ બોલાઈ ફરી શુક્રવારે ઘટીને ૯૮ ડોલરની અંદર ઉતરી ગયા હતા.
આ યુક્રેનને બાબતે અમેરિકા તથા રશીયા સામસામે ઉભા છે અને બન્ને વચ્ચે શીતયુધ્ધ શરૂ થયું છે ત્યારે અમેરિકાએ ખુલાસો કર્યો છે કે તેઓ મીલીટરી કવાયત કરવા નથી માંગતા પણ નાણાકીય પ્રતિબંધ લગાડીને રશીયાને યુરોપીય દેશો- નાટો સાથે લઈને દબાણ કરે છે.
ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં સોનું ૧૯.૦૭ ડોલરથી વધીને ૬૦ ડોલર પ્રતિ ઔંસનો જમ્પ મારીને ગુરુવારે સવારે ન્યૂયોર્કના કોમેક્સમાં ૧૯૭૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરવા લાગ્યું હતું, એ સપ્તાહના અંતે શુક્રવારે ઘટીને ૧૯૦૦ ડોલર નજીક આવી ગયું હતું.
દરેક દેશોના રોકાણકારો જોખમ સામે સલામતી મેળવવા સોનાની ખરીદી કરવા લાગ્યા છે. તેલના ભાવો ઉછળે તો રશીયા નફામાં રહેશે અને પ્રમુખ પુતિન અમેરિકા તથા યુરોપીય નાણા પ્રતિબંધને અવગણીને પોતાના ધ્યેયને હાંસલ કરવા પ્રયત્નશીલ છે.
આ યુધ્ધના ભયે ડોલર સામે રશીયાના રૂબલ ૩ ટકા ઘટયો છે અને ૯૬ રૂબલ પ્રતિ ડોલરનો ભાવ ક્વોટ થાય છે ત્યારે રૂબલ ઘટતા સ્ટોક એક્સચેન્જ- ટ્રેડીંગ બંધ કર્યું છે. રાજકીય નિષ્ણાતો જણાવે છે કે હાલની પરિસ્થિમાં અમેરિકા તથા નાટોન ાસભ્ય દેશો નાણાકીય ખેંચતાણીની રમત રમીને ભીસમમાં લાવી રશીયાને તોબા પોકારવા માગે છે અને લશ્કરી સહાયતા કે સંડોવણીને અવગણીને રમત રમે છે.
ઉપરોક્ત લડતમાં સોનામાં તેજી અને તેલમાં ઉછાળની શક્યતા વધી છે અને સોનું ફરી એકવાર ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તરફ ધસી રહી છે. રશિયા- યુક્રેન યુધ્ધ વચ્ચે સપ્તાહ દરમિયાન સોના- ચાંદીના ભાવમાં જોવાયેલી તોફાની વધઘટ આગામી દિવસોમાં સતત વધતી જોવાય એવી શક્યતા છે.
વિશ્વબજારમાં યુક્રેના તંગ વાતાવરણમાં ચાંદીને તેજીના વમળમાં લાવીને તેજીના પ્રવાહને ગતિ આપી અને એક જ દિવસમાં ૧ ડોલર અને ૫૫ સેન્ટ પ્રતિ ઔંસની કુદાવીને ૨૫.૪૫ સેન્ટ પ્રતિ ઔંસ ભાવ ક્વોટ કર્યો છે. જે શુક્રવારે સાંજે ફરી ઘટીને ૨૪.૩૦ ડોલર નજીક રહી હતી.
સોના કરતા ચાંદી સસ્તી હોવાને કારણે નાના- મોટા રોકાણકારોનો ધસારો ચાંદી ખરીદવામાં થવા લાગ્યો છે.
ચાંદીની હાજર ડીલીવરી કે ઉત્પાદન અથવા પૂરવઠો સૌને અવગણીને માત્ર ચાંદીની વેપારીઓની ફંડોની તથા રોકાણકારોની માંગ જ ભાવની દીશા નક્કી કરે છે અને જબરી માંગે ચાંદીને ૨૫૪૦ સેન્ટ પ્રતિ ઔંસના ભાવ પર લાવી મૂકી અને તેજી ક્યા અટકશે તે કહેવું મુશ્કેલ છે અને પરિસ્થિતિનો આધાર યુક્રેનના કોકડા પર નિર્ભર રહેશે.
સ્થાનિક સોના બજારમાં ઘરાકી નથી અને માથે હોળાષ્ટક છે અને ૧૮ માર્ચ સુધી ઘરાકી નહીં રહે છે છતાં વૈશ્વિક સોના બજારની મજબૂતાઈએ તથા ડોલર સામે રૂપિયો નરમ પડતા સોનાના ભાવમાં રૂ.૧૨૦૦ પ્રતિ દસ ગ્રામનો ઉછાળ નોંધાયો છે. ગુરુવારે બપોરે ઝવેરીબજારમાં સોનાના ભાવ રૂ.૫૨૨૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતા હતા. જે શુક્રવારે સાંજે રૂ.૫૧૩૦૦ નોંધવું રહ્યું કે વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ.૫૧૪૦૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થાય છે ત્યારે હાજર સોનું વાયદાના ભાવની આસપાસ અથડાય છે.
જુના સોનાના આવક આ ભાવ વધતા સાત થશે. પરંતુ જુના દાગીના ખરીદનાર વેપારીમાં જીનલભાઈ જણાવે છે કે હાલમાં યુધ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા સોનાના ભાવો વગર ઘરાકીએ વૈશ્વિક મજબૂતાઈને કારણે વધ્યો છે. પરંતુ જો રાજકીય વાતાવરણ શાંત થાય તો સોનામાં ૧ લાખ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો આવે તો નવાઈ નહીં.
રોકાણકારોએ નીચા ભાવે સોનું ખરીદેલને પકડી રાખ્યું છે અને હજુ ભાવમાં વધારો થશે તેવી ગણતરી મૂકે છે. વૈશ્વિક મજબૂતાઈ તથા હોળાષ્ટક બાદ નવી સોનાની માંગ અન ેલગ્નસરાની માંગ સોનાના ભાવને ઘટવા નહીં આપે. એકંદરે સોનામાં તેજીનું વાતાવરણ દેખાય છે.
આયાતકારો મર્યાદિત સોનું મંગાવે છે પરંતુ સોનાનો ડોલરમાં ભાવ નક્કી કરતા સાથે સાથે ડોલર સામે રૂપિયાના વિનિમય દરને પણ નક્કી કર્યા બાદ જ સોનું મંગાવે છે.
સ્થાનિક ચાંદી બજારમાં ચાંદીના ભાવમાં બુધવાર અને ગુરુવારના રોજના એક્જ દિવસમાં રૂ.૩૫૦૦ પ્રતિ કિલોનો ભાવ વધારો નોંધાયો છે અને ચાંદી રૂ.૬૭૫૦૦ પ્રતિ કિલો ક્વોટ થતી હતી એ શુક્રવારે ઘટીને રૂ.૬૫૧૭૪ આવી ગઈ હતી.
વાયદા તથા હાજર ચાંદીના ભાવો લગભગ સમાન થયા છે. જાણકાર બુલીયન વેપારીઓ જણાવે છે કે જ્યારે જ્યારે ચાંદીના ભાવમાં મોટી વધઘટ કે મોટો ઉછાળ અથવા ઘટાડો આવે ત્યારે બુલીયનના વેપારીઓ ચાંદીની લે-વેચના ભાવમાં માર્જિન એટલે કે ગાળો વધારીને રૂ.૪૦૦થી રૂ.૫૦૦ પ્રતિ કિલોની લે- વેચમાં ભાવ ફેર બોલે છે.
હોળાષ્ટક નજીક હોવાથી ઘરાકી નથી છતાં રોકાણકારો, સટ્ટાકીય માનસ ધરાવનાર વેપારીઓ ચાંદીમાં લેવેચ કરીને ટુંકા ગાળાનો નફો બાંધે છે.
દુકાનદારો નવા ભાવે ચાંદી ખરીદીને સ્ટોક નથી બનાવતા અને હોળાષ્ટક બાદ કેવી ઘરાકી નીકળે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીને પોતાના શોરૂમનો સ્ટોક બનાવે છે અને પોતાનો સ્ટોક યથાવત રાખતા ચાંદીના ભાવ વધારાનો લાભ લઈ શકે છે.