Day Special

સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે મોટો ઉછાળો

 સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે મોટો ઉછાળો content image 32326195 a18e 4e9c b394 c3366f1f804b - Shakti Krupa | News About India

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ૪ થી ૧૦ માર્ચના સપ્તાહ દરમિયાન ૩૫,૨૯,૦૭૦ સોદાઓમાં કુલ રૂ.૩,૧૩,૬૧૩.૧૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં ૧૦૭૧ પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં ૧૧૩૦૦ પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં ૧૪૨૧ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં  ૧૫,૫૭,૩૦૯ સોદાઓમાં કુલ રૂ.૮૫,૩૯૩.૩૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૫૧,૯૦૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૫,૫૫૮ અને નીચામાં રૂ.૫૧,૮૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧,૪૬૯ના ઉછાળા સાથે રૂ.૫૩,૨૩૯ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧,૩૦૩ વધી રૂ.૪૨,૫૯૯ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૩૯ વધી રૂ.૫,૨૭૩ના ભાવે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો ૧ કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૬૭,૯૬૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૩,૦૭૮ અને નીચામાં રૂ.૬૭,૯૬૯ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. ૨૫૬૭ ઊછળી રૂ.૭૦,૪૭૧ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. ૨૪૪૬ વધી રૂ.૭૦,૪૯૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.૨,૪૩૯ વધી રૂ.૭૦,૫૦૦ બંધ થયો હતો. 

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે ૧,૭૫,૩૮૨ સોદાઓમાં રૂ.૩૯,૧૦૦.૫૩ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો ૧ કિલોદીઠ રૂ.૨૩.૪૦ ઘટી રૂ.૨૭૯.૭૫ અને જસત માર્ચ વાયદો રૂ.૧૦.૦૫ ઘટી રૂ.૩૧૯ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.૮.૯૫ ઘટી રૂ.૮૦૭.૪૫ અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.૮૩૨.૮ વધી રૂ.૨,૯૨૨.૨૦ તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.૨.૨૫ ઘટી રૂ.૧૮૬ના ભાવ થયા હતા. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ૯,૦૨,૧૮૦ સોદાઓમાં કુલ રૂ.૯૧,૦૪૫.૪૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો રૂ.૮,૩૫૦ના ભાવે ખૂલી,ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૯,૯૯૬ અનેં રૂ.૮,૦૮૭ના મથાળે અથડાઈ,ં અંતે ૧ બેરલદીઠ રૂ.૧૮૬ની નરમાઈ સાથે રૂ.૮,૧૫૪ બોલાયો હતા.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button