સ્ટેવિયા હર્બલ સુગર વિશે વિસ્તૃત જાણકારી
– ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
પેરૂગ્વેની ઉપજ જેવા સ્ટેવિયા રીબાઉદ્દીન એ એક પ્રકારનો હર્બલ છોડ હોય છે. સ્ટેવિયાના છોડ ૫૦થી ૭૦ સેન્ટીમીટર ઉંચા, બહુશાખી, બહુજાડીઓવાળા હોય છે. પ્રાકૃતિક અવસ્થામાં આ છોડ ૧૦થી ૪૦ સે. ગ્રેડ સુધીના તાપમાને સફળતાપૂર્વક ઉગી શકે છે. તેના મુખ્ય ઘટકમાં સ્ટીવીઓસાઇડ, રીબાઉદીસ, રીબાઉદી સાઇડીસી, ડુલકોસાઇડ આધારિત હોય છે. આ ઘટકો ઇન્સ્યુલીન બેલેન્સ કરવાની ક્ષમતા ધરાવે છે તે કારણે મધુમેહ ડાયાબીટીઝના દર્દીઓ માટે રામબાણ ઉપાય સાબિત થાય છે.
સ્ટેવિયાના પાનમાં સાકર કરતા લગભગ ૨૫થી ૩૦ ટકા અને સ્ટેવિયા એકસ્ટ્રેક ૩૦૦ ગણું મીઠું હોય છે. ભારતમાં સ્ટેવિયાનું ઉત્પાદન કર્ણાટક, આંધ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વધારે પડતું થાય છે. સ્ટેવિયાનું મુખ્ય પાસું જે કેલેરી ફ્રી તથા સુગર ફ્રી પ્રકારનું હોય છે.
ગુજરાતમાં દરેક પ્રકારના ખોરાકમાં લોકો સાકરનું પ્રમાણ વધારે લેતા હોય છે. ગુજરાતમાં દાળ, શાક, જેવા પ્રકારના ખોરાકમાં સાકર જ ધબકાવતા હોવાના કારણે લોકોમાં મધુપ્રમેહના રોગો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે તેમાં ય ગુજરાતમાં આઇસક્રીમ, મીઠાઈનું પ્રમાણ ખૂબ જ ખવાતું હોવાના કારણે લોકો સ્થૂળ બની જાય છે. વધતી જતી સ્થૂળતાને કારણે અનેક રોગો ઘર કરી જાય છે તેમાં સૌથી વધુ તકલીફદાયક રોગ ડાયાબીટીસ છે તેન કારણે અસહનીય શારીરિક તથા માનસિક તકલીફ ભોગવતા હોય છે.
* સ્ટેવિયા પાવડર બનાવવાની વિધિ: સ્ટેવિયાના છોડની બહુશાખી ડાળખીઓને કાપી લેવામાં આવે છે. ત્યારબાદ તેના પત્તાને છૂટી, સૂકવી દેવામાં આવે છે. છેલ્લે મિક્સચર મશીન દ્વારા ગ્રાઇન્ડ કરી લઈ પાવડર બનાવવામાં આવે છે તેને સ્ટેવિયા પાવડર કહેવામાં આવે છે.
સ્ટેવિયા પાવડરનો ઉપયોગ: ચ્હા, દૂધ, કોફી, આઇસ્ક્રીમ, શીખંડ, દૂધપાક, બાસુંદી, જલેબી, ગુલાબજાંબુન, બિસ્કીટ, ચોકલેટ, કેક, પીપરમીન્ટ જામ, જેલી, સોસ, જ્યુસ, શરબત મીઠા અથાણા, કોલ્ડડ્રીંક્સ જેવી અનેક મીઠાશવાળી દરેક ચીજમાં સ્ટેવિયા પાવડર વાપરી શકાય છે. સ્ટેવિયા સેકરીનની ગરજ સારે છે તેમજ સેકરીન કરતા સ્ટેવિયા વધારે સેફ છે.
* સ્ટેવિયા પાવડર વાપરવાની રીત: સ્ટેવિયા પાવડરને ડી.એમ. વોટરમાં ઉકાળી, ગાળી લઈ, પેક બોટલમાં ભરી ફ્રીજમાં રાખી શકાય છે. જ્યારે જરૂર પડે તે પ્રમાણે તેનો જ્યુસ દરેક બનાવતી વસ્તુમાં વાપરી શકાય છે.
* સ્ટેવિયાની ખેતી: ભારતીય કૃષિકરણ માટે સ્ટેવિયા એક નવા રોપા છે. સ્ટેવિયાની ખેતી વધારે ઠંડી તથા વધારે ગરમ જલવાયુમાં સફળ થતી નથી. પરંતુ તેની નવી પ્રજાતિ તથા નવી ટેકનિકમાં કરેલા સુધારા પ્રમાણે ૧૦ સે. ગ્રેડથી ૪૦ સે. ગ્રેડ તાપમાનમાં સફળતાપૂર્વક થઈ શકે છે.
* સ્ટેવિયા માટે માટીની આવશ્યકતા: સ્ટેવિયા માટે રેતાળ, હલકી લાલ માટી જેનો પી.એચ. ૬થી ૮ની વચ્ચે હોય તે વધારે અનુકૂળ રહે છે. સ્ટેવિયા માટે ભારે તેમજ ચીકણી માટી અનુકૂળ હોતી નથી.
* સ્ટેવિયા માટે પાણીની આવશ્યકતા: સ્ટેવિયાને વર્ષભર પાણીની જરૂરત રહે છે. પાણીની ગુણવત્તા સારી હોવી જરૂરી હોય છે. ડ્રીપ ઇરીગેશનથી વાવેતર સારું રહે છે.
* ખાદની જરૂરત: સ્ટેવિયાની ખેતી પંચવર્ષીય પાક છે તે કારણે ખેતીની તૈયારી ખૂબ જ સારી રીતે કરવી જરૂરી હોય છે. તે માટે ખેતરની સારી ઉંડાઈ જોતાઈ (ખેડ) કરી તેમાં ૩ ટન અળસીયા ખાદ અથવા ૬ ટન કમ્પોસ્ટ ખાદની સાથે ૧૨૦ કીલો પ્રોમ. જૈવિક બાદ ખેતરમાં મેળવી સાથે ૨૦૦ કિલોગ્રામ લીમડાની પીસેલી ખોળ મેળવવી જરૂરી બને છે.
* સબસીડી: સ્ટેવિયાની ખેતી માટે નેશનલ મેડીશનલ બોર્ડ દિલ્હી સ્થિત ૩૦ ટકા જેટલી સબસીડી આપે છે.
નોંધ: FAO/ WHO એક્સપર્ટ કમિટી ઓન ફુડ એડિટિેવ (JECFA) તરીકે વિશ્વના અમુક કેન્દ્રોમાં માન્યતા પ્રાપ્ત કરેલ નથી. કમિટીના અભિપ્રાય પ્રમાણે સ્ટેવિયાનો વધારે પડતો ઉપયોગ કેન્સર નોતરી શકે છે.