Day Special

[email protected] : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image bb7f0159 83a0 4020 bf97 8a065f424c04 - Shakti Krupa | News About India

2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ …સેન્સેક્સ ૭૦,૦૦૦, સોનું ૬૦,૦૦૦ અને બિટકોઇન એક લાખ ડોલર

[email protected]

– આર્થિક નિષ્ણાતો ૨૦૨૨નું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહ્યા છે જેમાં ક્યાંય મંદી નથી કે ક્યાંય કોરોનાનો ડર નથી દેખાતો. ૨૦૨૧ના અંતિમ ગાળામાં થોડું  સ્થિર થયેલું શેર બજાર ૨૦૨૨માં તેની પ્રગતિના સંકેત આપી રહ્યું છે

– ક્રિપ્ટો કરંસી ૨૦૨૨માં સરકાર માટે પડકાર ઉભો કરનાર બની રહેવાની છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને તેમના રૃપિયાની સલામતી સામે  કોઇ કાયદાકીય કવચ ના મેળવી શકતા હોવા છતાં તેમાં રોકાણ કરનારા વધી રહ્યા છે

નવા વર્ષ ૨૦૨૨નો આજે પહેલો ખુલતો દિવસ છે. નવા વર્ષમા અન્ય રાજકીય અને સોશ્યલ સમસ્યાઓ કરતાં વધુ ધ્યાન આર્થિક સમૃદ્ધિ અને આર્થિક ચડ ઉતર પર આપવામાં આવે છે. જો આર્થિક ઉન્નતિનો ગ્રાફ વધુ ઉપર જતો હોય કે દેશનો જીડીપી ઉંચો જતો હોય તો તેના સાથે નવી રોજગારી ઉભી થતી હોય છે અને રોકાણકારો બજાર પર ભરોસો મુકતા થાય છે. આર્થિક નિષ્ણાતો ૨૦૨૨નું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરી રહ્યા છે જેમાં ક્યાંય મંદી નથી કે ક્યાંય કોરોનાનો ડર નથી દેખાતો. ૨૦૨૧ના અંતિમ ગાળામાં થોડું  સ્થિર થયેલું શેર બજાર ૨૦૨૨માં તેની પ્રગતિના સંકેત આપી રહ્યું છે. 

૨૦૨૨માં તેજીનો સૂર જોવા મળશે અને કોરોનાની ત્રીજી લહેરની સાથે આર્થિક ઉન્નતિની લહેર પણ જોવા મળી શકે છે. ૨૦૨૧ના અંતે આર્થિક નિષ્ણાતો એવું ગણિત ગણી રહ્યા છે કે ૨૦૨૨માં દરેક બજારોમાં તેજીનો સંચાર જોવા મળશે. વેશ્વિક રોકાણકારો ૨૦૨૧ના અંતમાં રોકાણ પાછું ખેંચી રહ્યા હતા પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર ભારતને આર્થિક સ્તરે ફળી શકે છે. વૈશ્વિક રોકાણકારો ફરી ભારતમાં આવશે એમ મનાય છે. 

ભારતમાં ઉભો થયેલો ક્રિપ્ટો કરંસીનો ક્રેઝ અને નવા આઇપીઓ તેમજ નવા સ્ટાર્ટઅપ ભારતના આર્થિક તંત્ર માટે બુસ્ટ સમાન નિવડવાના છે. ભારતના આર્થિક તંત્રને વેગ આપનારા અન્ય પરિબળોમાં ફાઇવ-જી તેમજ નવી ફાયનાન્સીયલ ટેકનોલોજીનો સમાવેશ કરી શકાય છે. 

૨૦૨૨માં ક્રિપ્ટો કરંસી તો હોટ કેક છે પરંતુ ક્રિપ્ટો પછીનું સ્ટેપ પ્રોટોકોલ ટોકન આવી રહ્યું છે. સોશ્યલ નેટવર્ક પર મેટાવર્સ આવ્યા પછી હવે ડિજીટલના આધુનિકીકરણ સમાન સોલોના, કાર્ડેનો, ટેરા, પોલકા ડોટ જેવા કોઇન એન્ટ્રી લેશે. ૨૦૨૨માં એન્ટ્રીની રાહ જોતી ટેકનોલોજીમાં ડી ફાઇ(Dfi)નો સમાવેશ થાય છે. જે ડીસેન્ટ્રલાઇઝ ફાયનાન્સ તરીકે ઓળખાય છે. ક્રિપ્ટોની જેમ ડી ફાઇના પણ એક્સચેન્જ છે જેમકે સુશી,ડીવાયડીએક્સ વગેરે.

એવીજ રીતે ૨૦૨૨માં એનએફટી પણ પ્રવેશવા મથામણ કરશે.ગેમીંગ ઇન્ડસ્ટ્રી તેમજ આર્ટ અને ક્રિયેટિવીટી ક્ષેત્રે એનએફટી વધુ ચાલે છે. એનએફટી ટોકનમાં માના, એએક્સએસ વગેરેનો સમાવેશ થાય છે. 

ઇ કોમર્સ ક્ષેત્રની પ્રગતિ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે.૨૦૨૬માં તે ૨૦૦ અબજ ડોલર પર પહોંચશે. જેના કારણે પૈસો વધુ ફરતો થશે અને રોજગારી પણ ઉભી થશે. ૨૦૨૨માં જેનો પ્રોગ્રેસ માંડ આંઠ ટકાનો હતો  તે ઇકોમર્સ ક્ષેત્ર ઘેરઘેર ઉપયોગી બની ગયું છે. દરેક ચીજો ઓનલાઇન મળતી થઇ ગઇ છે. એટલેજ આ ક્ષેત્ર ૨૦૦ કરોડ ડોલરને આંબવા જઇ રહ્યું છે.

યુનિકોર્નના ટાઇટલ હેઠળ આવેલી કંપનીઓ ૨૦૨૧માં છવાઇ ગઇ હતી અને ૨૦૨૨ માં આ ક્ષેત્ર વધુ મજબૂત બનીને ઉપસી આવશે એમ દેખાઇ રહ્યું છે. ૧૦૦ કરોડની સંપત્તિ ધરાવનારને યુનિકોર્નમાં મુકવામાં આવે છે. હાલમાં ભારતમાં આવા ૭૩ યુનિકોર્ન છે.

૨૦૨૨માં માર્ગ પર ઇલેકટ્રીક વાહનો મોટા પ્રમાણમાં જોવા મળશે. પર્યાવરણ સામેના જંગમાં લોકો પણ ભાગીદાર બનશે એમ દેખાઇ આવે છે.

૨૦૨૨માં ઔદ્યોગિક ઉત્પાદન વધે તેવા ચાન્સ દેખાઇ રહ્યા છે. સરકારની પ્રોડક્શન ઇન્સેટીવ લીંક ચમત્કારીક પરિણામો આપી રહી છે.૨૦૨૨માં જીડીપી વધશે એવા સંકેતો મળી રહ્યા છે.

સ્ટાર્ટઅપ ક્ષેત્રે નાયકાના ફાલ્ગુની નાયર (મૂળ ગુજરાતી વતન હળવદ) શેરબજારના ક્વિન તરીકે નામના મેળવી શક્યા હતા. આ મેડમે આગળ વધવા ધીરજ બતાવી છે. ભારતના સૌથી વધુ પૈસાદાર મહિલા બનનાર ફાલ્ગુની નાયરને ચોમેરથી અભિનંદનો મળ્યા હતા. ૨૦૨૨માં જો કોરોના ખલનાયક બનીને આર્થિક તંત્રને પરેશાન નહીં કરે તો આ નવું વર્ષ રોકાણકારો માટે બલ્લે બલ્લે સાબિત થઇ શકે છે.

૨૦૨૨નું વર્ષ તેની સાથે કેટલીક નવી ખાસિયતો લઇને આવી રહ્યું છે જેમકે સેન્ટ્રલ બેંક ડિજીટલ કરંસી (CBDCs)  તેમજ બેટરી ટેકનોલોજી. નાના દેશો તેને અમલી બનાવી રહ્યા છે. અનેક દેશ ક્રિપ્ટો કરંસીને અપનાવી રહ્યા છે જ્યારે ભારત હજુ બ્રેક મારીને બેઠું છે. શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરંસી બીલ આવવાનું હતું પણ સાંસદોે કામ કરવાના બદલે સંસદ ઠપ કરવામાં વધુ સમય બગાડયો હતો. 

રિઝર્વ બેંકે પોતાની ક્રિપ્ટો કરંસી બહાર પાડે એવી શક્યતા જોવામાં આવતી હતી પરંતુ તે બાબતે સત્તાવાળા કોઈ સ્પષ્ટતા નથી કરતા. બીજી તરફ ક્રિપ્ટોમાં લોકોને  એટલો બધો રસ પડવા લાગ્યો છે કે જે કરંસીને સરકારે માન્યતા નથી આપી તેમાં પણ બ્લોક ચેઇન સિસ્ટમ હેઠળ ૨૦૨૧માં ૬૩૮ મિલીયન ડોલરનું રોકાણ જોવા મળ્યું છે. ક્રિપ્ટોમાં આસાનીથી રોકાણ કરી શકાય એટલે વઝિર એકસ અને  કોઇન ડીએક્સ જેવા એક્સચેન્જ પણ ઉભા થયા છે. 

ક્રિપ્ટો કરંસી ૨૦૨૨માં સરકાર માટે પડકાર ઉભો કરનાર બની રહેવાની છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને તેમના રૃપિયાની સલામતી સામે  કોઇ કાયદાકીય કવચ ના મેળવી શકતા હોવા છતાં તેમાં રોકાણ કરનારા વધી રહ્યા છે. દરેક રોકાણકાર કોઇ મલ્ટીબેગર (અનેક ગણું વળતર આપનાર) શેર ની શોધમાં હોય છે. ૨૦૨૧ના અંતે એક એવો શેર મલ્ટી બેગર્સ તરીકેે સપાટી પર આવ્યો હતો કે તેમાં રોકાણ કરનાર ને માત્ર નવ મહિનામાં ૫૭૫૦ ટકા જેટલું જંગી વળતર મળ્યું ઇકેઆઇ એનેર્જી નો ભાવ હતું. 

૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ બજારમાં આવેલી કંપની માત્ર ૯ મહિનામાં તેનો ભાવ ૮૫૭૬ પર પહોંચી ગયો હતો. આશા રાખીએ કે નવા વર્ષમાં   દરેક રોકાણકારની નજરમાં એકાદ મલ્ટી બેગર શેર આવે અને તેમને દશ ગણું વળતર મળી રહે.

સેન્સેક્સ ૭૦,૦૦૦ અને નિફ્ટી ૨૧,૦૦૦

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image a9a1f2cb 0c27 4441 a427 ac27d06470e7 - Shakti Krupa | News About Indiaશેરબજારના ગ્રાફ પરથી તેજી મંદીનો ખ્યાલ આવતો હોય છે. ૨૦૨૧માં શેરબજાર તેજી તરફી રહ્યું હતું એમ ૨૦૨૨માં પણ તે તેજી તરફ રહેતું જોવા મળશે. શેર બજારના નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે ૨૦૨૨ના અંતે  શેરબજાર તેજીના ટોન વાળું હશે અને વર્ષના અંત સુધીમાં તે ૭૦,૦૦૦ને વટાવી શકે છે. એવીજ રીતે નિફ્ટિ પણ ૨૧,૦૦૦ને વટાવી શકે છે. સેન્સેક્સ હવે ઘેર ઘેર ચર્ચાતો વિષય બની ગયો છે. ૨૦૨૧ના અંતિમ દિવસોમાં સેબીએ કરેલા સુધારા રોકાણકારો માટે લાભદાયી સાબિત થઇ શકે છે. રોકાણકારોનો બજાર પર ભરોસો બેસે અને કોઇ ઠગ લાભ ના ઉઠાવી જાય તેવા પ્રયાસો કરાયા છે. ઈનસાઇડર ટ્રેડીંગના મામલે પણ સેબીનું કડક વલણ પ્રશંસનીય બન્યું હતું.

બીટકોઇનનો ભાવ ૧ લાખ ડોલરને આંબશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image f88e4371 ba29 4199 bde8 0a739b831ff4 - Shakti Krupa | News About Indiaક્રિપ્ટો કરંસીનેા ક્રેઝ ભારતમાં મોટા પાયે જોવા મળે છે. ભારતમાં પ્રતિબંધ હોવા છતાં રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. સરકારે હજુ સંસદમાં ક્રિપ્ટો કરંસીનું બીલ રજૂ કર્યું નથી. જ્યાં સુધી સરકાર તરફથી કે રિઝર્વ બેંન્ક ઓફ ઇન્ડિયા તરફથી માન્યતા ના મળે ત્યાં સુધી ક્રિપ્ટોકરંસી પર કોઇએ ભરસો ના મુકવો જોઇએ. પરંતુ જે રીતે રોકાણકારોને વળતર મળી રહ્યું છે અને જે રીતે વિશ્વના આર્થિક તખ્તા પર તેની ડિમાન્ડ છે તે જોઇને રોકાણકારો જોખમ ઉઠાવી રહ્યા છે. જો ભારતે વિશ્વના અર્થતંત્ર સાથે કદમ ઉઠાવવા હશે તો ક્રિપ્ટો કરંસી અપનાવવી પડશે. ક્રિપ્ટોનું બજાર કહે છે કે ૨૦૨૨માં બિટકોઇનનો ભાવ એક લાખ કરોડને વટાવશે. ૨૦૨૧મા આ ક્ષેત્રે ૬૦ ટકા રિટર્ન જોવા મળ્યું હતું.

IPOની ટ્રેન… ૨ લાખ કરોડ ઉભા કરશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 5b3cfc4b d827 4610 b280 f67072bd6c86 - Shakti Krupa | News About India૨૦૨૧મા આઇપીઓમાં લોકોએ વધુ રસ લીધો હતો. આઇપીઓની ટ્રેન ૨૦૨૨માં ચાલુ રહેશે. જે સૌથી મોટા આઇપીઓની રાહ જોવાઇ રહી છે તે એલઆઇસીનો આઇપીઓ ૨૦૨૨માં આવી રહ્યો છે. એલઆઇસીનો આઇપીઓ  ભરવા રોકાણકારો રાહ જોઇને બેઠા છે.કહે છે કે આઇપીઓ દ્વારા બે લાખ કરોડ ઉભા થવાની શકયતા છે.જે નવા આઇપીઓ આવી રહ્યા છે તેમાં ફાર્મ ઇઝી, ડેલીવરી, ટ્રેક્સમ, નાવી વગેરેનો સમાવેશ થાય છે. સેબીએ આઇપીઓ લાવતી કંપનીઓ સામે કડક વલણ રાખતા જેમના શેર્સ લાગે તેમના ખાતામાંથી રકમ કપાઇ જાય છે. માટે રોકાણ કારોનો પૈસો બ્લેાક નથી થઇ જતો. નવો સવો રોકાણકાર આઇપીઓને સલામત રોકાણ ગણે છે. 


સોનું ૬૦,૦૦૦ ને સ્પર્શશે ચાંદી ચમકશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image ebb628fd 5709 45f8 84b9 67203e56c668 - Shakti Krupa | News About Indiaજો આર્થિક ક્ષેત્રે તેજીનો ટોન જોવા મળશે તો સોનાના ભાવ ઉંચકાશે. સોનાના ભાવ તેના વૈશ્વિક માંગ સાથે સંકળાયેલા હોય છે.૨૦૨૧ દરમ્યાન સોનું ૫૦,૦૦૦ને વટાવી ચૂક્યું હતું.પુષ્કળ નાણા પ્રવાહિતા અને નીચા વ્યાજદરના કારણે શેરબજારમા જોખમ ઘટયું હતું. વર્ષ ૨૦૨૧માં સોનામાં વધઘટે ભાવ નરમ રહ્યા હતાં લોકો શેરબજારની સાથે સોનામાં રોકાણ કરતા થયા છે. સોનાને સંકટ સમયની સાંકળ સાથે સરખાવવામાં આવે છે. વ્યાજ દર વધે અને નાણા પ્રવાહ ઘટે તો સોનામાં તેજીનો અંડર કરંટ જોવા મળી રહ્યો છે એમ ચાંદીમાં પણ જોવા મળી શકે છે. ૨૦૨૧ના છેલ્લા દિવસે સોનાના ભાવ ૪૮૦૦૦ની આસપાસ હતા જ્યારે ચાંદીના ભાવ ૩૨૩૦૬ પર હતા.

બેંકોનું NPA  સરકાર માથે મોટી જવાબદારી

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 921c4aa1 b150 48aa a951 60bed0e5eaeb - Shakti Krupa | News About Indiaબેંકોની નોન પર્ફોર્મીંગ એસેટે દેશના આર્થિક તંત્રને મોટો ફટકો માર્યો છે. આ એનપીએ ઘટવાના બદલે વધી રહ્યું છે. ૨૦૨૨ના અંતિમ મહિનાઓમાં એનપીએ ૯.૫ ટકા પર હતું. હોમલોન વગેરેમાં બેંકોના પૈસા ફસાયેલા છે. રિઝર્વ બેંકનો રિપોર્ટ જણાવે છે કે બેંકોની બેડ લોન્સ પણ જવાબદારી વધારી રહી છે. કોરોના કારણે આર્થિક તંત્રને ફટકા પડયો હોવાનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં છે.બેંકોના કૌભાંડમાં વધારો થયો છે. વિલફૂલ ડિફોલ્ટરો સામે બેંકો પગલાં લઇ શકી નથી.  સામાન્ય ખાતેદારો સામે કડક વલણ બતાવતી બેંકો કૌભાંડીઓને શરણે જતી જોવા મળે છે. એનપીએની સમસ્યા ૨૦૨૨માં પણ સતાવતી રહેશે. 

ઇ કોમર્સની બોલબાલા, ૩૨ ટકાની વૃદ્ધિ થશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image fd60d1db e79a 45ae ad16 bc6245fbbf95 - Shakti Krupa | News About Indiaઇ કોમર્સ હવે રોજીંદા જીવન સાથે વણાઇ ગયું છે. ૨૦૨૦માં તેનો ગ્રોથ માંડ ૮ ટકા હતો. ૨૦૨૧માં તેનેા ગ્રોથ ૩૦ ટકા હતો. આ ક્ષેત્રના માહિતગાર લોકો કહે છે કે ૨૦૨૨માં તેનો ગ્રેાથ ૩૨ ટકાને વટાવી દેશે. લગભગ દરેક ખરીદી ઇકોમર્સ સાથે વણાયેલી છે. લોકોની ખરીદીની સ્ટાઇલ બદલાઇ છે. વારે તહેવારે ઇકોમર્સની સાઇટ પર આવતા સેલના કારણે લોકો તે તરફ વધુ વળ્યા છે. કરિયાણું લોકોને બજાર કરતાં સસ્તું મળતું હોવાના સંકેતના કારણે તેનો વ્યાપ દરેક ઘર સુધી પહોંચ્યો છે. તેના કારણે રોજગારી પણ વધી છે. લોકો હવે ઘર વપરાશની તમામ ચીજો ઓનલાઇન મંગાવતા થયા છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઇ ટેલર્સે ૨૦૨૧ના કોરોના કાળમાં લોકોનો ભરોસો જીત્યો હતો.

ક્રૂડ ઓઇલ ખલનાયક બની શકે 

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 94392c27 574a 47b3 8040 f932891d18d0 - Shakti Krupa | News About Indiaક્રૂડ ઓઇલના ભાવો સાથે પેટ્રેાલ ડિઝલના ભાવો સંકળાયેલા છે. ૨૦૨૧ના અંતમાં યુરોપ અને અમેરિકામાં કોરોનાની  અસર હોવા છતાં વાહનોના વપરાશમાં કોઇ ખાસ ફેર જોવા નથી મળ્યો. જો વાહનોનો વપરાશ ઘટશે તો ક્રૂડની ડિમાન્ડ ધટશે. જો એમ થશે તો પેટ્રેાલ ડિઝલમાં કોઇ ખાસ વધારો જોવા નહીં મળે. પરંતુ વાહનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ૨૦૨૧માં પણ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના પગલે મોંઘવારી બેકાબુ બની હતી.અનેક શહેરોમાં પેટ્રેાલ ૧૦૦ રુપિયે લીટરને વટાવી ગયું હતું. પેટ્રેાલના ભાવ ઘટાડવા માટે સરકાર ફાંફે ચઢી હતી. ૨૦૨૨માં પણ ક્રૂડના ભાવ વધે તેવા સંકેતો મળી રહ્યા છે. જે સરકારની પ્રતિષ્ઠા સામે ખલનાયક બની શકે છે. 

ઇલેકટ્રીક વાહનોની મોટા પાયે એન્ટ્રી

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 49dc0873 fcf7 4de1 8704 5500936695c7 - Shakti Krupa | News About Indiaઇલેક્ટ્રીક વાહનો મોટા પાયે આવી રહ્યા છે. સરકાર સ્ક્રેપ પોલીસી લાવીને જુના વાહનોને દુર કરવા માંગે છે જેનો અમલ ૨૦૨૨થી કડક પણે શરૃ કરાશે.ઇ સ્કુટર્સ નું વેઇટીંગ ચાલે છે. ચીપ્સની શોર્ટેજના કારણે ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદન પર બ્રેક વાગી શકે છે. ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતીન ગડકરી ઇ વેહિકલ માટે બહુ ઉત્સાહી છે પરંતુ તેનું ઉત્પાદન ઓછું છે  અને ડિમાન્ડ વધેલી છે. સરકારે હજુ તેના ચાર્જીંગ સ્ટેશન પૂરતા પ્રમાણમાં ઉભા કરી શકી નથી. ઇલેક્ટ્રીક વાહનોની સાથે ડ્રાઇવર લેસ કારનો કોન્સેપ્ટ પણ જોવા મળશે.

૨૦૨૨માં બેંકિંગ ક્ષેત્ર માટે નવી તકો અને પડકારો ઉભા થશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 046ce266 8a9b 44d6 8cc7 45f8b1d7547b - Shakti Krupa | News About Indiaઆગામી વર્ષ એવી આશા લઈને આવે છે કે ભારતીય બેકિંગ ક્ષેત્રમાં એક દાયકાના ખરાબ સમયનો અંત આવશે અને દૂરગામી ફેરફારો માટે માર્ગ મોકળો કરશે. તેમ છતાં, કોવિડ-૧૯ના નવા ઓમિક્રોન વેરિઅન્ટની સપાટીએ અનિશ્ચિતતાનો માહોલ સર્જ્યો છે. નવા વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ પર વધુ ભાર મુકાશે. ૨૦૨૧-૨૨ માટેના બજેટવેળા નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર બે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરશે. એર ઇન્ડિયાના ખાનગીકરણ પછી, બજારના સહભાગીઓ આવતા વર્ષની શરૃઆતમાં આ મુદ્દે વધુ ઉત્સાહી છે.

આરબીઆઈ દ્વારા યુનિવર્સલ અને સ્મોલ ફાઈનાન્સ બંને બેંકો માટે નવા લાઇસન્સ જારી કરતા જોવા મળશે. ખાનગી બેંકોની સંખ્યા કેટલાંક વર્ષોથી સ્થિર છે. ૨૦૧૬માં, આરબીઆઈએ ઓન-ટેપ ધોરણે યુનિવર્સલ બેંક લાઇસન્સ આપવાની મંજૂરી આપી હતી અને ૨૦૧૯માં તેને નાની ફાઈનાન્સ બેંકો સુધી લંબાવી હતી. પરંતુ ફરીથી, નવી બેંકોને લાઇસન્સ આપવા માટે મર્યાદિત કાર્યવાહી કરવામાં આવી છે, માર્ચમાં આરબીઆઈએ એક સલાહકાર સમિતિની રચના કરી હતી. બેંક લાયસન્સ માટેની અરજીઓનું મૂલ્યાંકન કરવા. એપ્રિલમાં, આરબીઆઈને સાર્વત્રિક બેંકો અને ચાર નાની ફાઇનાન્સ બેંકો માટે ચાર અરજીઓ મળી હતી. ઓગસ્ટમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો માટે વધુ ૨ અરજીઓ મળી હતી.

ડિસેમ્બર મોનેટરી પોલિસીમાં, આરબીઆઈએ ૪ ટકાના મધ્ય લક્ષ્ય અને ૬ ટકાના અપર બેન્ડની અંદર ફુગાવાની આગાહી કરી હતી. તેથી આરબીઆઈ હજુ પણ પોલિસી રેટ વધારવા માટે રાહ જોઈ શકે છે પરંતુ તે હિતાવહ છે કે તે બજારોમાંથી તરલતા પાછી ખેંચવાનું શરૃ કરે. બેકિંગ-સંબંધિત નીતિઓ સમય-બાઉન્ડ હતી અને ધીમે ધીમે તેને સમાપ્ત કરવામાં આવશે. આ તમામ ઉલટાનું બેંકિંગ સિસ્ટમ પર અસર થવાની શક્યતા છે.

બેંકો, લોન આપવા અને થાપણો એકત્રિત કરવા ઉપરાંત, ચૂકવણીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉપભોક્તા વારંવાર ચૂકવણી માટે બેંક દ્વારા જારી કરાયેલા ચેક, ડિમાન્ડ ડ્રાફટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ યુનાઈટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (ેંઁૈં)માં વિકાસ સાથે, ઇન્સ્ટન્ટ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ વિકાસના પંથે છે અને ચૂકવણીમાં બેંક સાધનોની ભૂમિકા ઘટી રહી છે. 

ભારત અત્યાર સુધી ઇન્ટરનેટ-સક્ષમ ડિજિટલ પેમેન્ટ્સમાં ઇનોવેશનનું હબ રહ્યું છે. ટૂંક સમયમાં નોન-ઇન્ટરનેટ ડિજિટલ ચૂકવણી પણ શરૃ થશે. સરકાર અને આરબીઆઈ ક્રિપ્ટોકરન્સી પર માર્ગદર્શિકા જારી કરે તેવી અપેક્ષા છે, જે ડિજિટલ પેમેન્ટના પરિમાણમાં અન્ય સ્તર ઉમેરશે. ટૂંકમાં, ૨૦૨૨ ભારતીય બેંકિંગ માટે રસપ્રદ અને ક્રિયાલક્ષી વર્ષ હશે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો પ્રથમ રાઉન્ડ અને નવી ખાનગી બેંકોને લાઇસન્સ તરફ લોકો મીટ માંડી બેઠા છે.

ઇ-વ્હીકલ્સ કુરિયર અને લોજિસ્ટિક્સ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે

BUSINESS@2022 : 2022નું આજે ખૂલતું બજાર નવી સંભાવનાઓ content image 7a103bb1 0572 4bdb a55f 4d280bd828b3 - Shakti Krupa | News About Indiaઇંધણના વધતા ભાવથી કુરિયર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોને સીધી અસર કરે છે કારણ કે તેમની પડતરમાં ઇંધણનો હિસ્સો નોંધપાત્ર હોય છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રીક વ્હીકલ્સનો વધી રહેલો વ્યાપ એક મોટી આશાનો સંચાર કરી રહ્યો છે. લોજિસ્ટિક્સ સેક્ટર ઇ-વ્હીકલ્સ પર મોટો મદાર રાખી રહ્યું છે અને તે સાચા અર્થમાં આ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૩૦-૫૦ ટકા વાહનો ઇલેક્ટ્રીક વાહનોમાં તબદીલ થઇ જશે. ઇલેક્ટ્રીક વાહનોના કોમર્શિયલ ઉપયોગને લોજિસ્ટિક્સ સેક્ટરે હંમેશા આવકાર્યો છે. મોટી લોજિસ્ટિક્સ કંપનીઓએ આગામી પાંચ-દસ વર્ષમાં ગ્રીન સપ્લાય ચેઇન ઊભી કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. વધુને વધુ કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો ઉમેરી રહી છે જેથી ટ્રાન્સપોર્ટેશનને પોલ્યુશન ફ્રી બનાવી શકાય. ઇલેક્ટ્રીક વાહનો અપનાવવા બાબતે લોજિસ્ટિક્સ સેક્ટર બીજા ક્ષેત્રો કરતાં સૌથી અગ્રેસર રહેશે તેમ જણાવતા મારૃતિ કુરિયરના અજય મોકરિયાએ ઊમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઇ-કોમર્સના બિઝનેસમા આવેલી અભૂતપૂર્વ તેજીએ લોજિસ્ટિક સેક્ટર માટે વિશાળ તકો ઊભી કરી છે. ઇ-રિટેલર્સની વધતી જતી લોકપ્રિયતાના લીધે લોજિસ્ટિક સેક્ટરની કામગીરીમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યા છે.

છેલ્લા એક-બે દાયકામાં વિશ્વની નોંધપાત્ર વસ્તી શહેરોમાં સ્થાયી થઇ છે. એટલે તેેમની જરૃરિયાતની વસ્તુઓની સમયસર અને એક્યુરેટ ડિલિવરી કુરિયર અને લોજિસ્ટિક કંપનીઓ માટે મોટો પડકાર બની છે. ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં હાલની માલસામાન ડિલિવરી વ્યવસ્થા લોજિસ્ટિક્સ કંપનીઓ માટે અનેક સમસ્યાઓ સર્જી રહી છે જેમ કે મુખ્ય રસ્તા પર ટ્રાફિક, હવા અને ધ્વનિ પ્રદૂષણ, ફ્યુઅલનો બગાડ, ઘટી રહેલી માર્ગ સુરક્ષા, સાંકડા રસ્તા, અપૂરતી પાર્કિંગ સુવિધાઓ, પ્રદૂષિત હવાના લીધે શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીઓ વગેરે. આથી લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીએ પોલ્યુશન-ફ્રી ટેકનોલોજી ધરાવતા ઇલેક્ટ્રીક વાહનો તરફ ફોકસ કરવાની વધુ જરૃર છે. ઇકો-ફ્રેન્ડલી ઇ-વ્હીકલ્સથી ડિલિવરી સરળતાથી થઇ શકશે અને ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકાશે. આનાથી ઇન્ડસ્ટ્રીને નડતી બીજી કેટલીક પૂરક સમસ્યાઓનું પણ નિરાકરણ આવશે. શહેરી ટ્રાન્સપોર્ટમાં મોટાભાગના વાહનો ઓછી ડ્રાઇવિંગ સ્પીડે ફરતા હોય છે અને ઇલેક્ટ્રીક વાહનો ઓછી સ્પીડે સૌથી વધુ કાર્યક્ષમ રહે છે.

સિલ્વર ETF : નવા વર્ષમાં રોકાણ માટે નવો વિકલ્પ

હાલ રોકાણકારો માટે રોકાણ કરવા માટે વિવિધ વિકલ્પો ઊપલબ્ધ છે. તેમાં નવા વર્ષમાં એક નવા વિકલ્પનો ઊમેરો થશે. આ નવો વિકલ્પ છે સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે સિલ્વર ઇટીએફ. આ નવા વિકલ્પમાં રોકાણકારો ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડની જેમ જ રોકાણ કરી શકશે. બજારના વર્તુળોના જણાવ્યા મુજબ નવા વર્ષમાં સિલ્વર ઇટીએફને નિયમનકારી મંજૂરી મળે તેવી શક્યતા છે.

નવું વર્ષ ઇક્વિટી / ફિક્સ્ડ ઇન્કમ રોકાણ માટે પડકારજનક બની રહેશે

છેલ્લા અઢાર મહિનાથી બજારમાં ઉદ્ભવેલ તેજીના કારણે ઇક્વિટી વેલ્યુએશન મોંઘા થઈ ગયા છે. બજારોમાં અત્યાર સુધીની રેલી લિક્વીડીટી આધારિત હતી અને રોકાણકારો કમાયા હતા. પરંતુ હવે તેમાં બદલાવ જોવા મળશે અને રોકાણકારોએ ક્યાં રોકાણ કરવું તેના સંદર્ભમાં વધુ સાવચેત રહેવાની જરૃર પડશે.  રોકાણકારોએ તેમની એસેટ ફાળવણીને વળગી રહેવું જોઈએ અને ૨૦૨૨માં ઇક્વિટીમાંથી મધ્યમ વળતરની અપેક્ષાઓ પણ રાખવી જોઈએ. વૈવિધ્યકરણના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં પોર્ટફોલિયોમાં પણ રોકાણ કરવું જોઈએ.

ફુગાવો ૨૦૨૧ના મોટાભાગના ભાગમાં સૌમ્ય રહ્યો છે અને કેન્દ્રીય બેંકે નાણાકીય બેંકે નાણાકીય નીતિના સંદર્ભમાં અનુકૂળ વલણ જાળવી રાખ્યું છે. વ્યાજ દરો અને ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટ ફંડ માટે નીચી પ્રવર્તમાન ઉપજને અનુરૃપ બેંક એફડીમાંથી વળતર ઘટયું છે તે જોતાં હાઈનેટવર્થ રોકાણકારોએ સીધા દેવું અને માળખાગત ઉત્પાદનોમાં રોકાણ વધાર્યું છે જે પ્રમાણમાં આકર્ષક વળતર આપે છે. ફુગાવો અને રિક્વરી ભેગી વેગમાં વધુ તેજીની સંભાવનાને જોતાં, આરબીઆઈ ૨૦૨૨ની શરૃઆતમાં રિવર્સ રેપમાં વધારો કરીને તેના પછી રેપો રેટમાં વધારો કરીને વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ છે.

હળવી નાણાં નીતિના દિવસો પૂરા થશે

રોકાણકારો હવે ૨૦૨૨ સુધીની ક્ષિતિજ તરફ ધ્યાન આપી રહ્યા છે. અત્યાર સુધીની તેજીની તોફાની સફળ આડે હવે સ્પષ્ટ જોખમ વૈશ્વિક કેન્દ્રીય બેંકો અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા હળવી નાણાં નીતિઓ પર બ્રેક વાગે તેવી શક્યતા છે.

યુએસ ફેડરલ રિઝર્વની રેટ-સેટિંગ પેનલના સભ્યો આવતા વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપી રહ્યા છે. ઘરઆંગણે, રિઝર્વ બેંક પણ ફુગાવાના ઊંચા સ્તરો અને દેખીતી રીતે તેજીની અર્થવ્યવસ્થાને જોતા આવતા વર્ષે વ્યાજદરમાં વધારો કરે તેવી અપેક્ષા છે. બજાર માટેનું મોટુ જોખમ વ્યાજદરમાં અપેક્ષિત વધારો જ નહીં, બલ્કે આગામી ચૂંટણીઓ પણ હોઈ શકે છે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button