Day Special

GST DRC-07 આદેશ આપવા માટેની માર્ગદર્શિકા

GST DRC-07 આદેશ આપવા માટેની માર્ગદર્શિકા content image 5d8d7b91 79d2 48a7 9704 26b9bb1015c4 - Shakti Krupa | News About India– વેચાણવેરો : સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ માલની યાતાયાત વખતે વિશિષ્ટ દસ્તાવેજ હોવા જરૂરી છે અને જો તેમ ના હોય તો કલમ ૧૨૯ અથવા કલમ ૧૩૦ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સરકરા દ્વારા એક રાજ્ય એક વેરો તેમ GST કાયદાનો પાયો બતાવ્યો છે પણ જે પ્રમાણે રાજ્ય દીઠ GST નો નોંધણીનો દાખલો આપવામાં આવે છે અને તદઉપરાંત રાજ્યમાં પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારના અધિકારીઓની કચેરી પ્રમાણે ક્ષેત્રફળ નક્કી કરવામાં આવેલ છે તે ચોક્કસ પણે એમ ખાત્રી કરાવે છે કે કોઈ રાજ્યનો અધિકારી કોઈ પણ રાજ્યના સપ્લાયરનો માલ અટકાઈ ના શકે.

 પ્રવર્તમાન પરિસ્થિતિમાં બેફામ અધિકારીઓ માલ અટકાઈને વેપારીને ડફણા મારે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ઇ-વે બીલની જોગવાઈનું પાલન ન થવાના કારણે આદેષ પસાર કરવા માટે અને નમૂનો  GST DRC-07 કેવી રીતે આપવો તે બાબતે પરિપત્ર કરવામાં આવેલ છે. (JC (BCP)/DRC-07/E-waybill/B212, Mumbai  તારીખ ૨-૩-૨૦૨૨) જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

ક્ષેત્રફળ

GST નોંધણીનો દાખલો ધરાવનાર વ્યક્તિ જે રાજ્યમાં GST નોંધણી કરાવે છે તે વ્યક્તિનું ક્ષેત્રફળ જે તે રાજ્યના કેન્દ્ર સરકારના અધિકારી અથવા રાજ્ય સરકારના અધિકારી હેઠળ ક્ષેત્રફળ સિસ્ટ નક્કી કરે છે. આ વિગત GST ના નોંધણીના દાખલામાં લખેલી હોય છે. ક્ષેત્રફળના અધિકારીની કચેરીમાં તમામ કાર્યવાહી જેમ કે આકારણી, રીફંડ, તપાસ વિગેરે હાથ ધરવામાં આવે. નોંધાયેલ વ્યક્તિ જ્યારે અન્ય રાજ્યમાં માલનો સપ્લાય કરે છે અને તે વખતે તે અન્ય રાજ્યમાં માલની અટકાયત કરવામાં આવે તે વખતે તે રાજ્યના અધિકારીનું શું સપ્લાયર ઉપર ક્ષેત્રફળના અધિકારીની સત્તા રહે કે કેમ આવા પ્રશ્નોના નિવારણ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે.

GST DRC-07 આપવાની માર્ગદર્શીકા

GST કાયદા હેઠળ પ્રોપર ઓફિસર દ્વારા તમામ કાર્યવાહી કરવાની થાય અને એમ જોવાનુ રહે કે પ્રોપર ઓફિસર ક્ષેત્રફળના અધિકારી છે કે તે સિવાય છે. માલની અટકાયત બાદ પ્રોપર ઓફિસરે આદેશની સમરી નમૂના GST DRC-07 માં પસાર કરવાની થાય જે આદેશને GST પોર્ટલ ઉપર ચઢાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા GST DRC-07 આદેશ આપવા માટેની માર્ગદર્શીકા નીચે પ્રમાણે છે :

(૧) જે કિસ્સામાં પ્રોપર ઓફિસર જ ક્ષેત્રફળના અધિકારી છે તેવા કિસ્સામાં પ્રોપર ઓફિસર દ્વારા GST-MOV-01 થી GST MOV-11  ના ફોર્મ લેખીતમાં આપવાના થાય અને તે જ અધિકારીએ  GST DRC-07 ઓનલાઈન ચડાવવાનુ થાય.

(૨) ટેક્ષપેયરના ક્ષેત્રફળ અધિકારી રાજ્ય સરકારની કચેરી છે પણ પ્રોપર ઓફિસર હેઠળ ક્ષેત્રફળ આવતુ નથી તેવા કિસ્સામાં તમામ કાર્યવાહી પ્રોપર ઓફિસરે પૂર્ણ કર્યા બાદ મેન્યુઅલ ફોર્મ  DRC-07 માં આદેશ પસાર કરી ક્ષેત્રફળના અધિકારીને આપવાનો થાય. ક્ષેત્રફળના અધિકારી માત્ર આદેશ અપલોડ કરશે જે પ્રોપર ઓફિસર દ્વારા પસાર કરવામાં આવેલ છે અને તમામ અપિલ પણ ક્ષેત્રફળના અધિકારી સમક્ષ ચાલશે.

(૩) ટેક્ષપેયરના ક્ષેત્રફળ અધિકારીની કચેરી કેન્દ્ર સરકાર છે તેવા કિસ્સામાં પ્રોપર ઓફિસરે તમામ કાર્યવાહી પૂર્ણ કરી મેન્યુઅલ  DRC-07 આદેશ ટેક્ષપેયરના ક્ષેત્રફળ અધિકારીને આપવાનો રહેશે જે આ આદેશ GST પોર્ટલ ઉપર અપલોડ કરશે.

(૪) જે ટેક્ષપેયરની પાસે મહારાષ્ટ્ર રાજ્યમાં GST નોંધણી નથી તેવા કિસ્સામાં પ્રોપર ઓફિસર દ્વારા ટેક્ષપેયરને ટેમ્પરરી રજિસ્ટ્રેશનની સુવિધા આપશેે અને તમામ કાર્યવાહી થશે.

(૫) GST કાયદા હેઠળ બીનનોંધાયેલ વ્યક્તિના કિસ્સામાં પણ પ્રોપર ઓફિસર ટેમ્પરરી રજિસ્ટ્રેશનની સુવિધા આપશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Photo of KJMENIYA

KJMENIYA

Hi, I am Kalpesh Meniya from Kaniyad, Botad, Gujarat, India. I completed BCA and MSc (IT) in Sharee Adarsh Education Campus-Botad. I know the the more than 10 programming languages(like PHP, ANDROID,ASP.NET,JAVA,VB.NET, ORACLE,C,C++,HTML etc..). I am a Website designer as well as Website Developer and Android application Developer.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button